________________ (2.4) અવસ્થાઓને જોનારો ‘પોતે' ! 271 અવસ્થામાં સ્વસ્થતા એ જ અસ્વસ્થતાપણું, સ્વમાં સ્વસ્થતા એ જ સ્વસ્થપણું. લોકો અસ્વસ્થ કેમ રહે છે ? કારણ કે તેઓ સદાય અવસ્થામાં રહે છે. તે લોક અજ્ઞાન અવસ્થાઓને પોતાપણું (આપણું) માને છે. અવસ્થાઓમાં ‘હું જ છું', એમ જુએ છે. જ્ઞાની પુરુષ અવસ્થાને જુએ છે અને જાણે છે. પ્રશ્નકર્તા : દાદા, જો આપણને અંદરથી આનંદ થતો હોય, તો એ એક વિચાર છે કે એક અવસ્થા છે ? દાદાશ્રી : એ અવસ્થા છે. પ્રશ્નકર્તા : તો એ અવસ્થાને આપણે પકડી રાખવી કે એને જવા દેવી ને બીજી અવસ્થા જોયે રાખવી ? દાદાશ્રી : એ તો એની મેળે જ જતી રહે. આપણે પકડી રાખીએ તોય જતી રહે. આપણે ના પકડી રાખીએ તોય જતી રહે. એના કરતાં એ અવસ્થાને એમ કહેવું કે ફરી આવજો, અમને લાભ આપજો. કાઢી લેજો કામ રે ! આત્માના ગુણો જાણ્યા જ નથી આ. આત્માના બધા ગુણો જાણે એ ભેદવિજ્ઞાની કહેવાય. આ જે આત્માના ગુણો છે ને, એ બધાય બહાર પડ્યા નથી, બધા અમારામાં છે. અમે (૧૯૫૮માં જ્ઞાન થયું ત્યારથી) 28 વર્ષથી આત્મામાં રહીએ છીએ. આ દેહના માલિક નથી. પ્રશ્નકર્તા H હવે આવું તો કોઈએ હજુ લગી કહ્યું નથી. દાદાશ્રી : આ તો અક્રમ વિજ્ઞાન છે ને ! પ્રશ્નકર્તા : બધા બધે પહોંચે છે, પણ આટલે સુધી પહોંચ્યા નથી. દાદાશ્રી : માટે આ કામ કાઢી લેવા જેવું છે. એટલે અમે કહીએ છીએ ને, તેથી આમ જ બૂમો પાડી પાડીને, કામ કાઢી લો, કામ કાઢી લો, કામ કાઢી લો.