________________
(૨૪) અવસ્થાઓને જોનારો ‘પોતે!
૨૬૯
૨૭
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
આપણે. ભગવાન કહે છે, ઓન ધી મુમેન્ટ જે અવસ્થા થઈ ગઈ તેમાં વર્ત અને જે અવસ્થા થઈ અને જતી રહી છે, તેની માથાકૂટ તું ના કરીશ.
અવસ્થાઓ ભોળી હોય છે બિચારી. આવે ત્યારે તેને કહેવું કે બહેન, આવ્યા ? હવે જાવ, બીજીને આવવા દો.
કોઈ ગાળ ભાંડે તો મહીં અવસ્થા બગડે. એ અવસ્થાને જો આત્મા જાણે, તો અવસ્થા સ્વાહા થાય. જેટલી અવસ્થા જાણી એટલી સ્વાહા થાય. જેટલી રહી જાય છે તો પછી ભૂંસાય. મહીં મન બગડ્યું હોય તો ફરી મનને કહી, પ્રતિક્રમણ કરી ભૂંસી નંખાય. કાગળમાં લખેલું જ્યાં સુધી પોસ્ટમાં ના નાખીએ ત્યાં સુધી ભૂંસાય.
અવસ્થાઓ તો ક્ષણે ક્ષણે બદલાય છે ને ! દરેક અવસ્થામાં, અજ્ઞાન દશામાં બીજ પડ્યા જ કરે. પણ જ્યારે જ્ઞાનથી જાગૃત અવસ્થામાં દરેક અવસ્થાઓ સ્વાહા થઈ જાય. ફરી સંસાર ન બંધાય.
આ આપણું જ્ઞાન એવું છે કે વિષયનું વિરેચન થાય. મહીં વિચાર આવે કે અવસ્થા ઊભી થાય કે તરત જ તેની આહુતિ અપાઈ જાય.
કારણ કે તે પોતાની અવસ્થાના ગુનેગારને ખોળી જ કાઢે. પ્રત્યેક અવસ્થાની આહુતિ સ્વાહા, આ છેલ્લો આધ્યાત્મિક યજ્ઞ છે. સ્વાહા એટલે સંપૂર્ણ બાળી નાખે. રાજીખુશીથી અવસ્થામાં તન્મયાકાર થયો એટલે ડખો થઈ ગયો, તે નવા ચીતરામણ પાડે અને નવાં બીજ પાડે. કોઈને સહેજ પણ આરોપ આપશો તો તેનું ફળ ભોગવવું પડશે. આરોપનું ફળ ભયંકર છે.
સમભાવે નિકાલ એટલે અવસ્થાઓની આહુતિ આપવાની છે. આ છેલ્લામાં છેલ્લો મહાયજ્ઞ છે.
જો વાણીની, મનની ને કાયાની અવસ્થાઓ નિરંતર જાગૃત રહીને (અવસ્થાની આતિ રૂપી) મહાયજ્ઞમાં સ્વાહા (અવસ્થાનો જ્ઞાતાદ્રષ્ટા રહે) કરે તો આત્માને જે પર્યાયો ચોંટેલા છે તે છૂટા પડતા જાય અને એટલો પોતે પરમાત્મા સ્વરૂપ થતો જાય.
સર્વ અવસ્થામાં નિઃશંક સમાધાત આ જગતની બધી જ અવસ્થાઓ અનંત છે, પણ મનની અવસ્થાઓ અનંત ગુણ્યા અનંત છે. તેમાંથી છટક્યો તે છૂટ્યો, માટે મનનું સમાધાન થાય (મનની અવસ્થાઓનું) તે જ્ઞાન સાચું. કાળને પણ શરમ આવે તેવું ગજબનું જ્ઞાન ઉત્પન્ન થયું છે અને તેય સાયન્ટિફિક છે. મનની અનંતાઅનંત અવસ્થાઓમાં પણ સમાધાન થાય તેવું આ જ્ઞાન છે. લોક મનની અવસ્થામાં ગૂંચાય, એટલે કહે કે ભગવાન ગૂચવે છે. આપણું જ્ઞાન જ એવું છે કે રાગ-દ્વેષ ઊભા ન જ થાય.
હવે એ અવસ્થાઓ પાછી તે સમાધાની ના હોય. આપણામાં શું લખ્યું ? સર્વે અવસ્થામાં નિઃશંક સમાધાન. એટલે આપણું જ્ઞાન કેવું છે કે દરેક અવસ્થામાં નિઃશંક સમાધાન જ હોય. આ જગતમાં તો કેવું છે ? ત્યારે કહે, ગજવું કપાયું કે ડિપ્રેસ થઈ જાય, સમાધાન ના રહે ને કો’કે ફૂલ ચડાવ્યાં કે એલિવેટ થઈ જાય. આ બધી અવસ્થામાં ડિપ્રેસ ને એલિવેટ બધું થયા કરે. આ ચડી જાય, ખુશમાં આવી જાય તો.
પ્રશ્નકર્તા : વીતરાગ પુરુષની ગેરહાજરીમાં, અવસ્થામાં અસ્વસ્થ થઈ જવાય એવું કેમ બને છે ? આપની ગેરહાજરી હોય તો પછી અસ્વસ્થ થઈ જવાય અને તમારી હાજરીમાં સ્વસ્થ રહેવાય.
દાદાશ્રી : હાજરીમાં તો સ્વસ્થ રહે જ. અસ્વસ્થ રહે છે એ આપણી બુદ્ધિ રખાવડાવે છે અને બુદ્ધિ છે ત્યાં સુધી અહંકાર છે. એ અહંકારવાળી બુદ્ધિ છે તે આ અસ્વસ્થ કરાવડાવે છે. એનો એન્ડ આવી જાય તો કશું અસ્વસ્થ થવાનું કારણ જ નથી. નહીં તો આખો દા'ડો જ્ઞાની પુરુષની પાસે બેસી રહો, તોય અસ્વસ્થ થવાનું કારણ ના રહે.
પ્રશ્નકર્તા : ભૌતિક રીતે, ફિઝીકલી તો એ શક્ય ના હોય ને?
દાદાશ્રી : ના, શક્ય ના હોય છતાંય પણ જેટલો લાભ મળ્યો એટલો સાચો, નહીં તો પોતાનાં બુદ્ધિ અને અહંકાર જ્યારે ખલાસ થઈ જશે, નિકાલ કરતાં કરતાં, એટલે પછી એની મેળે ઓપનલી, ચોખે ચોખ્ખી, સ્વસ્થતા જ રહેશે. નિરંતર સ્વમાં રહે માટે સ્વસ્થતા.