________________
(૨.૪) અવસ્થાઓને જોનારો ‘પોતે' !
૨૫૫
૨૫૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
અજ્ઞાન કહેવાય. તેનાથી તો તને સોનાની બેડી મળશે. તત્ત્વદૃષ્ટિ થયા પછી જ્ઞાન ક્રિયાભ્યામ્ મોક્ષ કહેવાય. તે અરૂપી ક્રિયા છે.
જગત અવસ્થા સ્વરૂપે વાત કરે છે અને હું તાત્વિક સ્વરૂપે વાત કરું છું. હું તાત્વિક દૃષ્ટિથી જોઉં છું, જગત અવસ્થા દૃષ્ટિથી જુએ છે. આ તો અવસ્થાને પોતાનું સ્વરૂપ માને છે કે આ દુઃખો તે દુઃખો નથી. આ તો બધે અણસમજનાં જ દુઃખો છે. તેય પાછાં જાતે નોતરેલાં જ છે.
આખા વડોદરામાં સુચારિત્રો અને કુચારિત્રો ચાલતા હશે, પણ મ્યુનિસિપાલિટીમાં પૂછી આવો કે નોંધ છે એની ? ત્યારે જેની નોંધ નથી લેવાતી એ વાતની પાછળ ચોંટ શી ? આપણને તત્ત્વદૃષ્ટિ થઈ તો એ બધી જ અવસ્થા માત્ર છે.
જગત, પોલંપોલ ! આત્માના જે જે પર્યાય ઉત્પન્ન થાય, તેમાં જ તન્મયાકાર. ગયા અવતારે પુરુષ હોય અને આ અવતારમાં સ્ત્રી થયો હોય, તો આપણે એને સાચેસાચ કહીએ, એને ઓળખાણ પાડીએ કે તું ગયે અવતાર પુરુષ હતો. તોય એને સ્ત્રી થયો છું, એ બદલ શરમ ના આવે. કારણ કે પર્યાયમાં રત હોય. એવું આ જગત છે. બધું અમારા જ્ઞાનમાં દેખાય આ બધું. કેવી કેવી લોકોને અસર થાય, એ અમને દેખાય બધી.
જે જે અવસ્થા થાય તેવું નામ થાય. પગ ભાંગે ત્યારે લંગડો, તેનું નામ થોડું લંગડો છે ? ટાઈપ કરે ત્યારે ટાઈપિસ્ટ, આ અવસ્થાઓ તો પત્તાનો મહેલ છે, ભાંગીને ભુક્કો થઈ જાય છે. બધા અવસ્થાઓમાં બેઠક લે છે.
જે અવસ્થામાં પડ્યો ને, તે અવસ્થાનું જતન કર્યા કરે છે. આખી જીંદગી મુક્ત હોય ને છેક છ મહિના જો જેલમાં ઘાલ્યા હોયને, તો ‘હું આ કેદી થઈ ગયો, હું કેદી’ એવું કહે. પૈણાવે ત્યારે સૌભાગ્યવંતીનું સુખ વર્તે છે ને પછી રાંડે ત્યારે રંડાપાનાં દુ:ખ ઊભા
થાય છે. ‘હું તો રાંડેલી છું’ કહે. મૂઇ, ગયા અવતારે પણ રાંડી'તી ને પછી સૌભાગ્યવતી થઈ'તી જ ને ! રાંડ્યા ને સૌભાગ્યવંતા થઈ ગયા. મૂઆ, આ ડખો જ છે, બીજું છે શું છે ?
અવસ્થાઓ બદલાય છે, આત્મા તેના તે જ સ્વરૂપે રહે છે. આત્મામાં કંઈ ફેરફાર થતો નથી. પાછા ભૂલીયે જાય છે. પરમ દહાડે છે તે ઝઘડા થયા હોય તે ભૂલી જાય છે ને આજ પાછા સિનેમામાં ફરવા જતાં હોય. આપણે જાણીએ કે પરમ દહાડે હું ગયો ત્યારે તો બે જણાના ઝઘડાનો નિકાલ થયો ને આજ સિનેમા જોવા નીકળ્યા ?
પોલંપોલ બધું જગત. છતાંય સાચું છે, રિલેટીવ કરેક્ટ છે અને આત્મા રિયલ કરેક્ટ છે. આ દુનિયામાં રિયલ કરેક્ટ એ બધી વસ્તુઓ છે અને રિલેટીવ કરેક્ટ એ બધી વસ્તુની અવસ્થાઓ છે.
કથિત કેવળજ્ઞાત ! રિલેટીવ ક્યારેય પણ રિયલ ના થાય. રિયલ હોય તે રિલેટીવ ક્યારેય પણ ના થાય. રિયલ અવિનાશી છે અને રિલેટીવ વિનાશી છે, બેનો મેળ જ પડે નહીં.
પ્રશ્નકર્તા : દાદા, આખું આ રિલેટીવ સ્વરૂપ ઊભું થવું. જેને આપણે ‘ચંદુભાઈ’ કહીએ છીએ, એ અવસ્થાના આધારે જ ઉત્પન્ન થાય છેને મહીં ?
દાદાશ્રી : હં, અવસ્થા જ છેને વળી. અવસ્થાના આધારે શું ? એવું નથી, અવસ્થા જ છે ચંદુભાઈની વળી ! અજ્ઞાનમાંથી ઊભી થયેલી. આ સ્વરૂપનાં અજ્ઞાનથી, વિશેષ જ્ઞાનથી આ ઊભું થયું. નિર્વિશેષ જ્ઞાનથી ઊડી જાય.
અનંત કાળથી જે ફોડ પાડી શક્યા નથી કે અનાદિ અનંત શું છે ? જે ફોડ નથી પાડ્યો કે જગત અનાદિ અનંત છે, તે મારે ફોડ પાડવો પડ્યો. મૂળ સ્વરૂપ આત્મા અનાદિ અનંત છે. જીવ સ્વરૂપ જીવે અને મરે અવસ્થા સ્વરૂપે. જીવે છે તે આદિ અંતવાળો છે. નિકંદ્ર