________________
(૨:૪) અવસ્થાઓને જોનારો ‘પોતે' !
૨૫૩
૨૫૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
છ વસ્તુઓ જે છે એ અવિનાશી છે. આપણે જ્ઞાન આપીએ ત્યારે તમને કહીએ કે તમે શુદ્ધ ચેતન છો, એટલે વસ્તુ જોતો થાય. એ તમારા અવિનાશી ભાવને પામ્યા કહેવાય.
જગતમાં બધું એક જ રૂપી તત્ત્વની અવસ્થાઓ દેખાય છે. અરૂપી તત્ત્વ જ્યારે જ્ઞાની શુદ્ધાત્મા દેખાડે ત્યારે દેખાય.
એવું છે, આ જગતમાં જે તમે જુઓ છો આંખ, કાને સંભળાય છે, જીભે ચખાય છે, નાકે સુંઘાય છે, અહીં આગળ સ્પર્શ થાય છે, એ શું વસ્તુઓ છે ? એ વસ્તુ નથી, વસ્તુની અવસ્થાઓ છે. તમે જે જોઈ રહ્યા છો, એ બધી અવસ્થાઓ જોઈ. તત્ત્વની અવસ્થાઓ, પુદ્ગલ તત્ત્વની અવસ્થા, ચેતન તત્ત્વની અવસ્થા, કાળની પણ અવસ્થા. એ બધી તત્ત્વની અવસ્થા જોઈ રહ્યા છો તમે. મૂળ તત્ત્વ સ્વરૂપે જોવામાં આવે તો કલ્યાણ થઈ જાય.
તવ દષ્ટિ, અવસ્થા દષ્ટિ ! જ્યાં સુધી અવસ્થાની દૃષ્ટિ છે એની, ત્યાં સુધી એને જગત દેખાશે અને તત્ત્વ દૃષ્ટિ થશે એટલે તત્ત્વ દેખાશે. પેલી અવસ્થા દેખાશે પણ અવસ્થા પોતાની નહીં માને “એ”. આ જ્ઞાન પછી તમને તત્ત્વ દૃષ્ટિ થઈ એટલે તત્ત્વ જોતાં શીખ્યા અને અવસ્થાને જોઈ શકો છો પણ અવસ્થા એ આપણું સ્વરૂપ નથી. અવસ્થા વિનાશી છે એવું જાણો છો, રિલેટીવ છે. રિલેટીવ-રિયલ બેઉ જોઈ શકો છો ને ! રિલેટીવ અવસ્થાઓ છે અને રિયલ એ તત્ત્વ છે.
પ્રશ્નકર્તા : દાદા, આત્માથી તો ખાલી તત્વ જ જોવાયને ? આત્મા, આત્મા તત્ત્વને જ જુએ છેને ? એ ફેઝીઝને નથી જોતોને ?
દાદાશ્રી : જ્યાં સુધી સંસારી આત્મા છે ત્યાં સુધી બધું આ દરેક વસ્તુને જુએ ને સંસારી ના હોય એટલે રિલેટીવ ના હોય, રિયલ હોય ત્યારે એ આત્મા, આત્માને જુએ, અવિનાશી ચીજોને જ જુએ.
આત્મા અને અનાત્મા, જ્ઞાની પુરુષ સ્પષ્ટપણે જુદા પાડી આપે.
પછી જ આપણે ઓળખી શકીએ કે આ આત્મા અને આ અનાત્મા. આ તત્ત્વ સ્વરૂપ અને આ અવસ્થા સ્વરૂપ એમ સ્પષ્ટ ઓળખી શકીએ.
જ્ઞાન મળ્યા પછી કદાચ ક્યાંય જોયમાં જ્ઞાન ચોંટે તોય તે તત્ત્વદૃષ્ટિથી એમ લાગે કે આ તો ચંદુભાઈનું છે, મારું હોય. તત્ત્વ અનંત અવસ્થાવાળું હોય, અવસ્થાઓનાં એળિયા (હેરિયાં) પડે. જેમ સૂર્યનારાયણ વાદળ પાછળ હોય છતાંય તેની અવસ્થાના એળિયા પડે તેમ. કોઈને પણ અવસ્થા દૃષ્ટિથી જોઈએ છીએ તેથી તો તેનો આપણા ઉપર પ્રભાવ પડે. અવસ્થા દૃષ્ટિથી જ આકર્ષણ-વિકર્ષણ છે, તત્ત્વદૃષ્ટિથી નહીં. અવસ્થામાં ‘હું છું’ એમ માને કે તુર્ત જ અંદર લોહચુંબકપણું ઉત્પન્ન થાય અને આકર્ષણ શરૂ થાય. તત્ત્વષ્ટિ એટલે સંપૂર્ણ દૃષ્ટિ. નિશ્ચય દૃષ્ટિ એટલે તત્ત્વ અને વ્યવહાર એટલે અવસ્થા.
અવસ્થા દૃષ્ટિથી જોશો તો આકર્ષણ-વિકર્ષણ થશે અને તત્ત્વદૃષ્ટિથી જોશો તો મોક્ષ થશે. કોઈકને તત્ત્વદૃષ્ટિથી જોશો તો તમને લાભ થાય ને અવસ્થા દૃષ્ટિથી જોશો તો તેમાં જ તમે ખોવાઈ જશો. આંખોથી (ચર્મચક્ષુથી) જોઈ જોઈને તો આખું જગત ભૂલ્યું છે. તત્ત્વદૃષ્ટિથી સામામાં આત્મા દેખાય. તે તત્ત્વદૃષ્ટિ માટે શાસ્ત્રમાં લખાયું કે તલમાંથી તેલ નીકળે છે, દૂધમાંથી ઘી નીકળે છે, એ જે તત્ત્વદૃષ્ટિથી જાણે તે જ તે કાઢી શકે. ભેંસને ભેંસ દેખે, ગાયને ગાય દેખે તે અવસ્થા દૃષ્ટિ અને આપણા મહાત્માઓ તો તત્ત્વદૃષ્ટિથી (આત્મા) જુએ. તત્ત્વ જાણે તે તત્ત્વદૃષ્ટિથી જોઈ શકે, જે જાણતા નથી, તે તત્ત્વદૃષ્ટિથી કેમ જોઈ શકે ?
તત્ત્વદૃષ્ટિથી અવસ્થાની કિંમત ઊડી જાય. તત્ત્વદૃષ્ટિ થાય તો વસ્તુ દેખાય, નહીં તો અવસ્થા દૃષ્ટિથી કેફ ચઢે.
ૐ એટલે તત્ત્વદૃષ્ટિ. કોઈનેય તત્ત્વદૃષ્ટિ ઉત્પન્ન થઈ નથી ને ! આખુંય જગત અવસ્થા દૃષ્ટિમાં છે.
કોઈએ કહ્યું કે ‘જ્ઞાન ક્રિયાભ્યામ્ મોક્ષ. અમે તો ક્રિયાઓય કરીએ છીએ અને જ્ઞાનનું પણ કરીએ છીએ તો અમારો મોક્ષ નહીં ?” ના. કારણ કે તે અવસ્થાને જ્ઞાનક્રિયા કહું . અવસ્થાની જ્ઞાનક્રિયા એ બધું