________________
(૨.૪) અવસ્થાઓને જોનારો ‘પોતે' !
૨૫૧
૨૫૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
અને અવસ્થાઓ મૂંઝવે છે. ખરેખર અવસ્થા ગૂંચવતી નથી. અવસ્થાને સ્વભાવ મનાવતી તારી માન્યતાથી ગૂંચવાડો છે. આ અવસ્થાને જ સ્વભાવ માને છે. એ આ તત્ત્વ છે. સ્વભાવ એટલે તત્ત્વ, એટલે એ સ્વભાવ અવિનાશી છે. આ અવસ્થા એટલે વિનાશી. | રિયલ તત્ત્વ આત્મા છે ને તેની અવસ્થાઓ છે, તેને કહે છે કે “જ છું.’ એટલે આવતા નવા ભવનાં બીજ નાખે છે. આત્મા એના સ્વભાવમાં જ છે. હોળી જુએ છે, ત્યારે કહેશે, ‘હું જોતો હતો.' ત્યાં કર્મ બંધાય છે, ખરેખર તો આત્માનો સ્વભાવ જ જોવું-જાણવું. તે અવસ્થાને ‘તમે' જોયા કરો છો. એ અવસ્થાઓ વિનાશી છે બધી અને વસ્તુ અવિનાશી છે.
બધી અવસ્થાઓ અજ્ઞાનતામાં વીંટાય છે અને પછી “પોતે' હતો તેનો તે રહે છે.
અવસ્થાઓ આર ઑલ (બધી) ટેમ્પરરી (છે) અને લોક ટેમ્પરરીમાં રહે છે, ટેમ્પરરીને જુએ છે, અને ટેમ્પરરીની વાત કરે છે. પરમેનન્ટમાં રહ્યા નથી, પરમેનન્ટ જાણતા નથી, પરમેનન્ટની વાત કરતા નથી. બધા ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે.
- તમે ગમે ત્યાં વર્લ્ડમાં જશો પણ ટેમ્પરરી અવસ્થા સિવાય કશું ન મળે. અવસ્થાઓની પણ અનંત અવસ્થાઓ અને તેની પણ અવસ્થાઓ જેને પોતાનું સ્વરૂપ માની બેઠા છે. મૂળ પોતાનું તત્ત્વ સ્વરૂપ છે તે પરમેનન્ટ છે, અવિનાશી છે. તમે પોતે જ ભગવાન છો.
પ્રશ્નકર્તા : મારે આ અવિનાશી તત્ત્વ બનવું હોય, તો મારે શું કરવું ?
દાદાશ્રી : તમારે અવિનાશી થવું પડે. તમે વિનાશી થઈને અવિનાશી શી રીતે બોલશો ?
પ્રશ્નકર્તા : નહીં, પણ મારે અવિનાશી બનવું છે. દાદાશ્રી : હા, તે આવજો મારી પાસે, કરી આપીશ. એક ફેરો
અવિનાશી થયા પછી વિનાશી નહીં થવાય. એટલે પહેલેથી ચેતવું હોય તો ચેતી જજો.
પ્રશ્નકર્તા : એમાં ખતરો શું છે, અવિનાશી થયા પછી ?
દાદાશ્રી : પછી ભવોભવ આ જે શોખ છે, જલેબી ને એ આ બધો ખાવા-પીવાનો, તે નહીં રહે પછી. પછી પોતાને આત્માનું સુખ મળશે, સ્વયં સુખ ! સનાતન સુખ, કાયમનું સુખ !! આ સુખે જ જોય. આ તો કલ્પિત છે ખાલી.
ચંદુભાઈના નામની અવસ્થા છે. ‘મારી-મારી’ કહીને કેટલાય અવતારથી મરી ગયા.
આ જગતમાં માંગવા જેવી એક જ વસ્તુ છે, ‘આ ભ્રાંતિથી મુક્ત કરાવો’ આ જગતમાં કડવાં કે મીઠાં ફળ બધું જ ભ્રાંતિ છે. અવસ્થાઓમાં અભાવ ના ઉત્પન્ન થવો જોઈએ. કોઈ આપણને સળી કરે તોય તેના ઉપર અભાવ ના થવો જોઈએ. કારણ કે અવસ્થા માત્ર કુદરતી રચના છે.
અવસ્થા અતિત્ય, વસ્તુ તિત્ય ! અવસ્થાઓ બદલાયા કરે. એ અવસ્થાઓ જગતના લોકો જુએ અને એમને એમ લાગે કે “ઓહોહો ! આ કેવું સરસ દેખાય છે !” અને કેટલાક લોકો અવસ્થાને જુએ છે અને ગભરામણ થાય છે. એમ નર્યુ ધુમ્મસ, ધુમ્મસ, ધુમ્મસ હોય તો કહેશે, “મારો છોકરો પણ નહીં દેખાતો, જોડે હતો ને ” અલ્યા મૂઆ, ધુમ્મસ એ તો અવસ્થા છે, હમણે જતી રહેશે. નથી જતી રહેતી બધી ? અવસ્થાને નિત્ય માની લે છે. અનિત્ય વસ્તુને નિત્ય માની લઈ અને દુઃખી થયા કરે છે. એટલે તત્ત્વને જો પકડે તો પોતે મુક્ત થાય, અવસ્થાઓથી ઉપર જાય. નહીં તો ત્યાં સુધી વિનાશી છે. એટલે જગત આખું અવસ્થાની બહાર નીકળી શકતું નથી. જ્ઞાનીઓ એકલા જ નીકળી શકે છે. બીજા કોઈનું ગજુંયે નહીં ! મનુષ્યો અવસ્થા જોઇ શકે છે. મૂળ તત્ત્વને જ્યારે જુએ ત્યારે જ્ઞાની કહેવાય.