________________
(૨.૩) અવસ્થાના ઉદયાત !
૨૪૯
દાદાશ્રી : હવે આ બધી અવસ્થાઓ બદલાઈ કે ના બદલાઈ ? પ્રશ્નકર્તા : બદલાઈ.
દાદાશ્રી : તેનો ધર્મ બદલાયા કરે છે ને ગુણ બદલાતો નથી. એવું સિદ્ધ ભગવાનના આત્મામાં જગત ઝળકે છે ને જે ભાગના લોકો સૂઈ ગયા, એમનામાં કશું હાલ-ચાલે એ જુએ. એટલે આ સવારના પહોર થાય તે પરથી આ ત્રણ-ચાર વાગે આ અનંત ભાગ વૃદ્ધિ હોય એટલે સવારના થોડા માણસો હરતા ફરતા દેખાય. પછી અસંખ્યાત ભાગમાં વૃદ્ધિ હોય. પછી સંખ્યાત ભાગમાં વૃદ્ધિ હોય. પછી સંખ્યાત ગુણ વૃદ્ધિ હોય. પછી અસંખ્યાત ગુણ વૃદ્ધિ અને અનંત ગુણ વૃદ્ધિ થાય. અને જો બાર વાગે ઝોલે ઝોલા (ટોળે ટોળા માણસોના હોય) આ બધું એમાં જ ઝળકે છે.
હવે અનંતગણ હાનિ આવશે પહેલી. પછી અસંખ્યાત ગુણ હાનિ આવશે. પછી સંખ્યાત ગુણ હાનિ આવશે. પછી સંખ્યાત ભાગ હાનિ. પછી અસંખ્યાત ભાગ હાનિ અને અનંત ભાગ હાનિ.* આ એનો ગુણધર્મ છે. એ બદલાયા જ કરે, નિરંતર આ જ બસ. પોતાને કશું કરવાનું નથી રહેતું. આ એનો ધર્મ બદલાયા કરે છે. એની અંદર ઝળકે. બોજો નથી, અરીસાને કંઈ બોજો હોય ખરો ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : આપણે ચાળા પાડીએ તો અરીસાને નુકસાન કે આપણને નુકસાન ? અરીસાને નુકસાન કહેવાય ? સમજવા જેવું છે.
[૪] અવસ્થાઓને જોતારો “પોતે' !
ગૂંચવાડો માત્ર, રોંગ બિલીફથી ! સમસરણ (સંસાર) માર્ગ જ એવો છે કે બફાતો બફાતો જ જાય. જેમ પહેલાં આફ્રિકા જતાં બફારામાં ઘાલતા, પણ એ સમજી જાય કે બફારો છે ને હું છું, તેમ આ આત્માને સમસરણ માર્ગમાં બફારામાંથી જાત જાતની પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. આ સમસરણ માર્ગે જતાં માર્ગના કારણોથી અવસ્થાઓ ઉત્પન્ન થાય છે. આત્માને આમાં કશું જ થતું નથી પણ ‘તે’ માની બેસે છે કે હું બફારારૂપ થઈ ગયો છું. જેવી પ્રક્રિયાઓમાંથી (અવસ્થાઓમાંથી પસાર થયો તેવો જ ‘પોતાને’ માની બેસે છે અને તેવો તે ભ્રમણામાં જેવું ચિંતવે છે તેવો થઈ જાય છે. પોતાના મૂળ સ્વરૂપને જાણી જાય તો કશું જ નથી. ભ્રમણા પણ એક ભાન છે. વ્યવહાર રાશિમાં આવ્યો ત્યારથી જ વ્યવહાર રાશિ પૂરી થતાં સુધી અવસ્થાઓ જ હોય છે.
પણ એ મહીં અહંકાર ઊભો થાય છે, એ દુ:ખને વેદે છે. શાતાયે વેદે છે ને અશાતાયે વેદે છે. એ વેદનથી બધું ઊભું થયેલું છે આ, રોંગ બિલીફ ઊભી થઈ છે. આત્મા ફેરફાર નથી થયો. એના ગુણથી, એના દ્રવ્યથી આત્મા કંઈ બગડ્યો નથી ને પર્યાયોને અસર થઈ છે, તે રોંગ બિલીફથી છે.
આખું જગત તત્ત્વોનું બનેલું છે, છ તત્ત્વોનું. તેની અવસ્થાને ‘આ’ (અહમ્) પોતાનું (સ્વરૂપ) માને છે.
પોતે અવસ્થામાં છે અને દેખાય છે એ બધીય અવસ્થાઓ છે
*(ઉપોદઘાતમાં દૃષ્ટાંત સમજવા માટે મૂક્યું છે.)