________________
(૨.૩) અવસ્થાના ઉદયાસ્ત !
૨૪૭
૨૪૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
મળે ? દુનિયામાં મળે કોઈ જગ્યાએ બ્રહ્મા ? વિષ્ણુ ખોળી આવો. ત્યારે કહે, વિષ્ણુ જડે ? અને મહેશ્વર ! આપણે પૂછીએ શું ધંધો એમનો ? વેપાર શો ? ત્યારે કહે, બ્રહ્મા સર્જન કરે, વિષ્ણુ આ બધું ચલાવે, પોષણ કરે અને પેલા મારકણા, મહેશ, સંહાર કરે. અલ્યા મૂઆ, સંહાર કરનારાને અહીં પગે લાગવાનું હોય ?
પ્રશ્નકર્તા: પણ દાદા, એવી કેવી કલ્પના કરીને મૂકી દીધેલી, તે કેટલાય વર્ષોથી એ કલ્પના ચાલી આવે છે ?
દાદાશ્રી : મૂળ વસ્તુ જડતી નથી. તે પછી મેં ખોળી કાઢીને પછી તે હવે મૂકવા માંડ્યું લોકોમાં !
એવું છે, આ દુનિયાનાં જે છ તત્ત્વો છે ને, તેમાં ઉત્પન્નવિનાશ છે તે અવસ્થાથી અને ધ્રુવતા સ્વભાવથી છે. આ સ્વભાવ જ છે, તેને તો આ લોકોએ એક રૂપક મૂકેલું. તે સારી શોધખોળ માટે. સારું કરવા ગયા પણ પછી બહુ દહાડે તો અવળું જ થઈ જાય ને પછી, ના થઈ જાય ? સાચી વાતનો મેળ કોણ પાડી આપે તો ?
બે તત્ત્વો સાથે આવવાથી વિશેષ ભાવ થયો, તે આ જગત ઊભું થઈ ગયું. નથી બ્રહ્માય થયા, નથી કોઈએ ઘડ્યો કે નથી ઘડવાની જરૂર પડી. ક્યાં સુધી બધું ઊંધું ચાલ્યું છે ? પણ લોકો મૂળ વાતથી કરોડો ગાઉ છેટે ગયા છે. એટલે (અધ્યાત્મની) કૉલેજમાં આવતાંની સાથે તત્ત્વદર્શનની શરૂઆત થાય કે શું છે હકીકત, વાસ્તવિક્તા શું છે આ જગતની ? પેલી ચોપડીઓને બાજુએ મૂકવી પડશે, ત્યાર પછી રાગે પડી જશે.
જરૂર છે, લોક માગી રહ્યું છે આ. કંઈ નવીનતા માગી રહ્યું છે. પુસ્તકો ખોટાં નથી. પુસ્તકોની લોકોને સમજ અઘરી પડી ગઈ અને એ ચાલ્યું નહીં. પણ એટલું સારું થયું કે આ પેઢી નવી જાતની પાકી ને, તે આખું બીજ, આખી શ્રદ્ધા જ ઉડાડી, કે આ બધું અંધશ્રદ્ધા જ છે, ખોટું છે એવું. આમાં આખું કાપી નાખવું સારું, આ અહીંથી કહોવાય, તે અહીંથી કાપી નાખીએને એટલું આગળ વધતું અટકે.
મોક્ષમાં જવું હોય તો તત્ત્વ અને ગુણને જાણવા, સમજવા પડે. નહીં તો આ સંસારમાં રહેવું હોય ત્યાં સુધી તત્ત્વોના ધર્મ, પર્યાય, અવસ્થાને જાણવા, સમજવા પડે.
નિયમ, હાતિ-વૃદ્ધિનો ! પ્રશ્નકર્તા : ગુણ અને ધર્મમાં શું ફેર ?
દાદાશ્રી : ધર્મ હંમેશાં બદલાયા કરે અને ગુણ છે તે બદલાય નહીં. વસ્તુઓના જે સ્વભાવિક ગુણ છે એ બદલાય નહીં.
પ્રશ્નકર્તા : આપણે કહીએને કે તત્ત્વને ગુણ, ધર્મ અને પર્યાય.
દાદાશ્રી : ધર્મ એ જ પર્યાય. મૂળ આત્મા છે, એના મૂળ ગુણ છે. આત્માય બદલાય નહીં ને ગુણેય બદલાય નહીં, પણ એના ધર્મ બદલાયા કરે. શું બદલાયા કરે ? ત્યારે કહે, એ જે જ્ઞાતા-દ્રષ્ટાપણું છેને, તેમાં શરૂઆત ક્યાંથી થાય ? અનંત ભાગ વૃદ્ધિથી. બીજો અસંખ્યાત ભાગ વૃદ્ધિ વધે છે આ.
- હવે અસંખ્યાત ભાગ વૃદ્ધિ એટલે આ વસ્તુ છેને, આનો અસંખ્યાત ભાગ એટલે બિલકુલ વાળ જેટલો ભાગ થાય એટલું વધે. પછી સંખ્યાત એટલે શું ? કે એના કરતાં વધારે વધે એ ભાગ. અનંત ભાગ વૃદ્ધિ હતું, તેમાં અસંખ્યાત આવ્યું એટલે થોડોક પાછો વધે. અનંત ભાગથી અસંખ્યાત તો ઘણું મોટું થાય. અને પછી સંખ્યાત આવ્યું એટલે ઘણું મોટું થઈ ગયું.
પછી સંખ્યાત ગુણ વૃદ્ધિ. પછી એની આગળનું કયું સ્ટેપ ? ત્યારે કહે, અસંખ્યાત ગુણ વૃદ્ધિ. ત્યારે એનું આગળનું ? ત્યારે કહે, અનંત ગુણ વૃદ્ધિ. આમ આત્મા પોતે પોતાના સ્વક્ષેત્રમાં છે. અને એનામાં આમ અવસ્થાઓ બધી બદલાયા જ કરે છે. કારણ કે અવસ્થા શી બદલાય છે, કે આપણે અહીંયા અરીસો હોય, તમે એક જણ આવો તો એકલા દેખાવ. બે જણા આવો તો બે દેખાય, ચાર જણા આવો તો...
પ્રશ્નકર્તા : ચારેય દેખાય.