________________
(૨.૩) અવસ્થાના ઉદયાસ્ત !
એટલે આ જે કહ્યું છે, એ ભગવાને એટલા માટે જ કહ્યું છે, કે આ જે હું ગીતા કહું છું. તેમાં હજારો માણસો વાંચશે તો એક માણસ એના સ્થૂળ અર્થને પામશે અને એવા હજારમાંથી એકાદ સૂક્ષ્મને પામશે, એવા હજારમાંથી એકાદ સૂક્ષ્મતર પામશે ને એવા હજારમાંથી એકાદ હું શું કહેવા માંગું છું તે સૂક્ષ્મતમ સમજશે. એટલે ભગવાનનું કહેલું શી રીત સમજણ પડે આ ? તે કૃષ્ણ ભગવાન શું કહે ? જ્ઞાની એ મારો આત્મા છે ને હું પોતે જ છું. તે જ્ઞાની પુરુષ આવે તો છૂટકારો થાય, નહીં તો છૂટકારો થાય નહીં.
૨૪૫
પ્રશ્નકર્તા : આપે કહ્યું કે આ સૃષ્ટિની શરૂઆત પણ નથી અને અંત પણ નથી પરંતુ ગીતામાં તો વાંચ્યું હતું કે આ સૃષ્ટિ એમાં આદિમાં અપ્રગટ, મધ્યમાં પ્રગટ અને અંતે અપ્રગટ જ હોય છે.
દાદાશ્રી : હું એટલે ઉત્પાદ એ અપ્રગટ કહેવાય. પછી ધ્રૌવ એ પ્રગટ કહેવાય અને વ્યય એ અપ્રગટ. ઉત્પાત, ધ્રુવ ને વ્યય. અને માણસ અપ્રગટ હતો, અહીં જન્મ્યો ત્યારે અપ્રગટમાંથી પ્રગટમાં આવ્યો, તે મધ્યમાં પ્રગટ, પછી મર્યો ત્યારે પછી અપ્રગટમાં ગયો. પાછો ત્યાંથી પાછો પ્રગટમાં આવે. બસ, એ આ સાયકલો ચાલ્યા જ કરે છે.
પ્રશ્નકર્તા : તો દાદા, તો મૂળની સ્થિતિ શું એની ? ઉત્પત્તિ પહેલાંની સ્થિતિ શું ?
દાદાશ્રી : નહીં, ઉત્પત્તિ પહેલાંની સ્થિતિ છે નહીં, આ ઉત્પત્તિ એ છે તે ઉત્પત્તિ, લય થયા કરે છે. અને ધ્રુવતા એટલે કાયમનું દેખાય, આપણને પ્રગટ દેખાય. તે ઉત્પત્તિ પહેલાં શું ? ત્યારે કહે, પણ લય થઈ એટલે એમાંથી ઉત્પન્ન થયું. ઉત્પન્નમાંથી પાછું પ્રગટ રહ્યું. નિરંતર એ સાયકલ ચાલ્યા જ કરે.
પ્રશ્નકર્તા : આ પ્રક્રિયાનો અંત ખરો કે નહીં કે એ ચાલ્યા જ કરવાનું ?
દાદાશ્રી : એનો અંત જ ના હોય. સ્વભાવ છૂટે નહીં ને ! દ્રવ્ય વસ્તુનો સ્વભાવ છૂટે નહીં ને ! આનો અંત ક્યારે આવે ? કે આ બે
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
તત્ત્વો જોડે છે, તેને ‘દાદા’ છોડી આપે પછી એ છૂટે. પછી આત્મા પોતે એકલો જ રહ્યો. એટલે એને દુઃખ ના થાય, બીજું ના થાય.
પ્રશ્નકર્તા ઃ તો મોક્ષ એ બધાથી જુદી સ્થિતિ ખરી ?
દાદાશ્રી : આ બધાથી છેટું. આ બધાથી જુદો એનું નામ મોક્ષ. અને આ બધાથી જુદો એનું નામ આત્મા. આ સંસારમાં તો બધી આત્માની (અજ્ઞાન દશાની) સ્થિતિઓ છે, અને એના પર્યાય છે.
એ છે રૂપકો...
પ્રશ્નકર્તા : પેલું ગૉડ ને G-O-D, જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર એવી રીતનું જે કહે છે તે અને બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, એમાં એકને પાલક કહે છે, એકને સર્જક કહે છે ને એકને સંહારક કહે છે, તો આ બન્નેને કંઈક સામ્ય ખરું ? આ વાતને ?
૨૪૬
દાદાશ્રી : મૂળ વસ્તુ આત્મા છે. હવે એના મૂળ ગુણો પોતાના જે છે, એ સિવાયના પર્યાયો જે છે, એનું ઉત્પન્ન થવું, વિનાશ થવું અને આત્મા પોતે સ્વભાવે કરીને ધ્રુવ છે. એટલે આવું આ ત્રણ વસ્તુને આવી રીતે મૂકેલી છે. આ પુદ્ગલ છે, એ પુદ્ગલ ઉત્પન્ન થયું, વિનાશ થયું. જડ વસ્તુય ધ્રુવ છે સ્વભાવથી. એટલે આ આધારે ગોઠવાયું છે બધું.
આ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ શું છે ? તે ઉત્પન્ન થતી જે સ્થિતિ છે ત્યાં આપણા લોકોએ બ્રહ્મા મૂક્યા, સર્જન થવું ત્યાં. પછી વિસર્જન થવું, વિનાશ થવું, ત્યાં આપણે મહેશ મૂક્યા. અને ધ્રુવતા રહેવી ત્યાં આપણે વિષ્ણુ મૂક્યા. એટલે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. ત્યારે એ મૂર્તિ મૂકી અને પછી ક્યાં લાવ્યા પાછા આપણા લોકો કે આ મૂર્તિઓની પૂજા કરજો કે આપણામાં ત્રણ ગુણો કહે છે, પિત્ત, વાયુ ને કફ (અનુક્રમે એ જ સત્વ, રજ, તમ ગુણો). બહુ સાયન્ટિફિકલી મૂક્યું. આ ગાંડુંઘેલું નથી, આ બહુ ઊંડી ગોઠવણી કરેલી છે.
પછી બધું ગૂંચવી નાખેલું ! બ્રહ્મા ખોળવા જઈએ તો ક્યાં