________________
(૨.૩) અવસ્થાના ઉદયાસ્ત !
ભગવાને ગૌતમ સ્વામીને ત્રિપદીનું જ્ઞાન આપ્યું, પછી તરત જ એમને આત્મજ્ઞાન થઈ જાય છે ?
૨૪૩
દાદાશ્રી : ના, ના, તરત નહીં. એ તો મહાવીર ભગવાનની સાથે રહેવાથી એમને ધીમે ધીમે એ જ્ઞાન પ્રગટ થતું ગયું. એ ભગવાન જે બોલે તેના ઉપરથી એમને જ્ઞાન પ્રગટ થતું ગયું. અને ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન તો એમના ગયા પછી થયું. એટલે ત્રિપદી તો પહેલી સમજાવવામાં આવે છે. ઉત્પાત, વ્યય, ધ્રુવ આ જગતનું સ્વરૂપ છે. બધાંય તત્ત્વો ઉત્પાદ, વ્યય ને ધ્રુવ છે એ સમજાવવામાં આવે છે. અને એનું જ આ બધું તોફાન છે. ઉત્પન્ન થવું, વ્યય થવું અને થોડો વખત રહેવું, આનું આ જ સ્વરૂપ છે.
પ્રશ્નકર્તા ઃ ઉત્પન્નેવા, વિઘ્નેવા, વેવા.
દાદાશ્રી : હા, એ ત્રિપદી જાણી ગયા પછી જાણવાનું શું રહે છે, આ દુનિયામાં ? ઉત્પન્ન થાય છે, લય થાય છે અને ધ્રુવતામાં છે. જો લય ના થાય, તો બીજું ઉત્પન્ન ના થાય. માટે લય થાય છે પછી ઉત્પન્ન થાય છે. પાછી ઉત્પન્ન, લય થયાં કરતાં હોવા છતાં વસ્તુ ધ્રુવ છે. એવું મહાવીર ભગવાન સમજાવવા માંગે છે, ત્રિપદીમાં.
પ્રશ્નકર્તા : વસ્તુ ધ્રુવ છે અને એના પર્યાય ઉત્પન્ન અને વ્યય થયા કરે છે અને વસ્તુના પર્યાય પણ ઉત્પન્ન થાય, ધ્રુવ રહે અને વ્યય થાય છે ?
દાદાશ્રી : ના, પર્યાય ધ્રુવ નહીં, ઉત્પન્ન થાય છે ને વ્યય થાય છે. અને વસ્તુ કાયમ રહે છે, ધ્રુવ રહે છે. પોતે ધ્રુવ હોવા છતાંય પણ પર્યાય ઉત્પન્ન થાય છે અને વ્યય થાય છે. પર્યાયને ધ્રુવ શબ્દ બોલાય નહીંને ! ધ્રુવને તો ઉત્પન્ન-વ્યય, વિશેષણ ના હોય. ધ્રુવ એટલે પરમેનન્ટ.
પ્રશ્નકર્તા ઃ તો પર્યાય માટે પણ એવી રીતે પણ કહેલું છેને ! એના પર્યાય ઉત્પન્ન થાય છે, થોડો વખત ટકે છે અને પછી વિલય પામે છે. તો ટકે છે, તે શું ?
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
દાદાશ્રી : ટકે છે એ તો વધારે ટકે, ઓછો ટકે, એને કોઈ લેવાદેવા નહીં. વધે-ઘટે એ બધું ટેમ્પરરીમાં જાય, ધ્રુવમાં ના જાય. પ્રશ્નકર્તા ઃ પર્યાય સંબંધી છે જ નહીં એ ધ્રુવતા ?
૨૪૪
દાદાશ્રી : ધ્રુવતા એ તો વસ્તુનો સ્વભાવ બતાવે છે. વસ્તુ પોતે ધ્રુવ હોવા છતાં ઉત્પન્ન-લય થયા કરે છે, પર્યાયે કરીને.
પ્રશ્નકર્તા : અવસ્થાને જાણવા માટે, અવસ્થા છે તે સ્વભાવથી જ જાણી શકાય છે ?
દાદાશ્રી : આ બધી અવસ્થાને ક્યાં સુધી જાણી શકે ? આમ સ્થૂળ હોય ત્યાં સુધી. પછી બીજી બધી સ્વભાવથી જાણી શકાય છે. અવસ્થા એ ઉત્પન્ન થવું, વિનાશ થવું અને ધ્રુવ રહેવું.
પ્રશ્નકર્તા : સ્વભાવથી જ એ જોઈ શકાય ?
દાદાશ્રી : સ્વભાવથી જ. જોવાનું એ એનો (આત્માનો) ગુણ છે અને ઉત્પન્ન થવું, વિનાશ થવું એ પર્યાય છે એના. એ પોતાના પર્યાયને પોતે જોઈ શકે છે.
એટલે આ જે અવસ્થાઓ છે ને, તે આ સ્થૂળ અવસ્થાને માટે નથી લખેલું, પેલા પર્યાયોને માટે લખેલું છે. તો આમાં આ અવસ્થામાં સ્થૂળ પણ આવી શકે. સ્થૂળ અવસ્થાઓ બુદ્ધિથી જ એને સમજણ પડે છે. જીવે છે, ફરે છે, એ બધું સમજી શકે.
ગીતાતા યથાર્થ ફોડ !
પ્રશ્નકર્તા : ગીતામાં કૃષ્ણ ભગવાને એવું કહ્યું છે કે સૃષ્ટિનું હું સર્જન કરું છું, પાલન કરું છું ને એનો નાશ પણ કરું છું.
દાદાશ્રી : એ બરોબર છે, પણ એ તો એનો અર્થ જુદો છે. એ કહેવા માંગે છે એ તમને સમજાય નહીં. ઉત્પાત, વ્યય ને ધ્રુવ, એ તમને સમજાય નહીં. એ આત્માનો સ્વભાવ છે એક જાતનો કે ઉત્પન્ન થવું, ધ્રુવતા કરવી, વિનાશ થવું. એ દરેક તત્ત્વનો સ્વભાવ છે.