________________
(૨.૩) અવસ્થાના ઉદયાસ્ત !
૨૪૧
૨૪૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
સ્થિર રહે છે, એમ ગુણ પણ સ્થિર રહે છે, પર્યાય બદલાયા કરે છે.
સંયોગ-વિયોગ એ છે પર્યાય ! પ્રશ્નકર્તા : જૈન દર્શનની ત્રિપદી આ છે, સત્તાના રૂપમાં સ્થિતિ, પર્યાય કરતાં પરિવર્તનશીલ ને પોતાના સ્વભાવમાંથી ન હટવું. પાયામાં છે તે એ ત્રણ વસ્તુઓ ચર્ચા માંગે છે. હવે એ ત્રણે, એક-એક લો તમે.
દાદાશ્રી : ઉત્પન્ન થવું, સ્થિર થવું અને વિનાશ થવું. સ્થિર થવું પોતાના સ્વભાવથી છે. ઉત્પન્ન અને વિનાશ પર્યાયથી છે.
પ્રશ્નકર્તા : આટલું સહેલું હતું ! આટલું સહેલું હતું, એમ કહું
પ્રશ્નકર્તા : એટલે આ બધામાં જીવ છે ? દાદાશ્રી : નર્યું જીવથી જ ભરેલું છે આ જગત.
પ્રશ્નકર્તા : સાવ અજીવ હોય, નિર્જીવ હોય એવી કોઈ સ્વતંત્ર વસ્તુ નથી ?
દાદાશ્રી : છે, એ બધું પુદ્ગલ છે. આ જીવ એક જ તત્ત્વ છે. ભગવાન મહાવીરનાં છ તત્ત્વો કહ્યાંને, એ છ દ્રવ્યોમાં જીવ એક જ દ્રવ્ય છે, બીજાં પાંચેય અજીવ છે અને એમાંથી આ રામલીલા ઊભી થઈ ગઈ. એકલા હતા પણ લીલા જુઓ, કેવડી મોટી થઈ ગઈ ! એવો આત્મા એક જ હતો, ચેતન અને આ બધું જુઓ, કેટલું બધું !
રૂપાંતર કરે કાળ ! જગત ક્યારે પણ ઉત્પન્ન થયેલું જોયું તમે ? પ્રશ્નકર્તા : જોયું નથી પણ છતાં રૂપાંતર થયા કરે છે ને !
દાદાશ્રી : રૂપાંતરનો અર્થ જ એ કે ઉત્પન્ન થવું, લય થવું ને રૂપાંતર થયા કરે છે. વસ્તુમાં ઉત્પન્ન થતું નથી, લયય થતું નથી ને કશું થતું નથી. અવસ્થાઓનું રૂપાંતર થયા કરે છે.
પ્રશ્નકર્તા : એમાં આત્માની શક્તિ નૈમિત્તિક કારણ ખરી કે નહીં ?
દાદાશ્રી : કશુંય લેવાદેવા નહીં, આત્માને શું લેવાદેવા ? પ્રશ્નકર્તા : એમાં આત્માની શી જરૂર પડે ?
દાદાશ્રી : કાળ છે તે દરેક વસ્તુને ખઈ જાય છે. કાળ દરેક વસ્તુને જૂની કરે છે અને પાછો દરેકને નવી કરે છે. રૂપાંતરમાં બધુંય આવી ગયું. રૂપાંતર એટલે શું ? ઉત્પન્ન થવું, નાશ થવું અને ટકવું થોડીવાર.
તત્ત્વની ઉત્પત્તિ નહીં, એના ગુણની ઉત્પત્તિ નહીં. જેમ તત્ત્વ
દાદાશ્રી : હા, એ તો સહેલું હતું. આ પોતાના સ્વભાવમાંથી ન હટવું, એનું નામ ધ્રુવ રહેવું.
પ્રશ્નકર્તા : એક દાખલો આપણે લઈએ, પહેલાં જડનો પછી ચેતનનો.
દાદાશ્રી : તમે પોતે શુદ્ધાત્મા છો એ ધ્રુવ તરીકે છે. એટલે તમારી જાતને જાણો છો. હું કાયમનો છું, પણ આ અહીં જે અવસ્થાઓ ઉત્પન્ન થાય છે તે સંયોગો ઉત્પન્ન થાય છે. એ સંયોગો વિયોગી સ્વભાવના છે. એ સંયોગો એ પર્યાય છે અને વિયોગી એય પર્યાય છે. વિયોગી ફળ આપીને જતા રહે એવી રીતે કહેવા માંગે છે. ઉત્પન્ન થવું, વિનાશ થવો અને સ્થિર રહેવું. પોતે જાતે સ્થિર જ રહે છે અને આ બધું થયા કરે છે.
પ્રશ્નકર્તા : એટલે આત્મા સ્થિર રહે છે ? દાદાશ્રી : હા, આત્મા (પોતે, શુદ્ધાત્મા) સ્થિર રહે છે.
ઉત્પાદ, વ્યય, ધુવ ! પ્રશ્નકર્તા : એમ કહેવામાં આવે છે કે જે વખતે મહાવીર