________________
(૨.૩) અવસ્થાના ઉદયાસ્ત !
૨૩૯
૨૪)
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
દાદાશ્રી : એ જ કારણ.
પ્રશ્નકર્તા : અને ઈમ્બેલેન્સ થવાનું કારણ, ખોરાક ? આપણે ખોરાક એવો લઈએ એટલે ઈમ્બેલેન્સ થાય છે ?
દાદાશ્રી : કર્મના ઉદયથી વધતો-ઓછો ખોરાક લે, એટલે એને ઈમ્બેલેન્સ થઈ જ જાય. પછી રોગ થાય.
પ્રશ્નકર્તા : પંચ મહાભૂત તે મડદાને કહેવાય કે જીવતા મનુષ્યને ? આત્મા સાથેના દેહને પંચ મહાભૂત કહેવાય કે પુદ્ગલને પંચ મહાભૂત કહેવાય ?
દાદાશ્રી : બન્ને કહેવાય. પુદ્ગલેય પંચ મહાભૂત, પુદ્ગલ એકલું જ. એ પછી મડદું હોય તોય પંચ મહાભૂત.
પ્રશ્નકર્તા : દેહને જ પંચ મહાભૂત કહેવાય કે ગમે તેને ? દાદાશ્રી : આ દેહને જ.
પ્રશ્નકર્તા : ને બીજા આને નહીં ? આય ટિપરેકર્ડ) પુદ્ગલમાં જ આવ્યું કે, આને નહીં ?
દાદાશ્રી : મારે કહેવાનું કે ટેપરેકર્ડમાં બધાં નહીં, એમાં અમુક, પંચ મહાભૂત નહીં ને અમુક મહાભૂત. પણ શરીર તો પંચ મહાભૂતનું જ પદ્ધતસર છે. ટેપમાં અમુક ભેગાં થયેલાં છે.
પ્રશ્નકર્તા : તત્ત્વો બધાય રહેવાના ? દાદાશ્રી : બધાંય. પ્રશ્નકર્તા : એ બળી જવાનાં ?
દાદાશ્રી : આત્મા નીકળી ગયો ને તોય પંચ મહાભૂતનું ખોળિયું પડી રહે.
પ્રશ્નકર્તા : પછી એને બાળી મૂકે ત્યારે ? દાદાશ્રી : બાળી મૂકે, પંચ મહાભૂત ઊડી જાય બધાં, છૂટાં પડી
જાય. આકાશ આકાશમાં ભળી જાય, પૃથ્વી પૃથ્વીમાં ભળી જાય, પાણી પાણીમાં ભળી જાય. બધું છૂટું પડી જાય.
પ્રશ્નકર્તા : આ દેહ છે તે પાંચ તત્ત્વોનો બનેલો છે છતાંય આ એક જ તત્ત્વને, અગ્નિને જ કેમ સમર્પિત કરવો પડે છે ?
દાદાશ્રી : તમે માટીમાં ઘાલો તો માટીમાંય થઈ જાય. પાણીમાં નાખો તો પાણીમાં સડી જાય, ખરાબ થઈ જાય, પણ અગ્નિ જલદી કરે છે માટે અગ્નિમાં નાખે છે, અને આપણને દેખાય છે. આ દેખતાં થાય છે, તરત ખલાસ થઈ જાય. પાંચેય તત્ત્વો જુદાં પાડી દે અગ્નિ નહીં તોય માટીમાં ઘાલ્યો હોય તોય કાઢી નાખે અને પાણીમાંય છૂટું કરી નાખે. અરે, વાયુય કરી નાખે. પણ આ તત્ત્વ દેખાય છે આ. આ બાળવાનું છે તે તરત આપણે ખલાસ કરીને આવીએ છીએને ! બીજે દા'ડે ફૂલાં લેવા જઈએ છીએ.
અનંત કાળથી આને ચૂંથાચુંથ કરે છે, મૂઓ. આનું આજ માટી ચૂંથ ચૂંથ ચૂંથ ચૂંથ કરે છે, તોય તને ધરાવો નથી થતો ? વિચાર તો ખરો, આ ચાર માટીનાં ચૂંથારામાં, ક્યાં આગળ શું પડ્યું છે, ખોળ તો ખરો !
એમાં તો છે અસંખ્ય જીવો ! એક જ રૂપી તત્ત્વ માત્ર, એ પરમાણુનું બનેલું છે. હવા, પાણી, તેજ, બધુંય. આ જે અગ્નિના ભડકા આમ લાગે છે ને, સળગે છે ને, એ ભડકા એકલા ભડકા નથી, જીવ છે બધા. એ જીવને જે દેખાય છે ને, જે જે ભૂરો ને લાલ બે ભેગો થયેલો ભાગ દેખાય છે ને, ત્યાં બધાય જીવ હોય છે. ભડકા એમ ને એમ થતા નથી. તેઉકાય જીવ, એનું શરીર અગ્નિરૂપે છે. એટલું બધું હોટ (ગરમ), હીટવાળું, કે દાઝી જઇએ.
તે જીવો જ છે બધા. આ પૃથ્વી એ બધા નર્યા જીવો જ છે. આ વાયુ એ બધા નર્યા જીવ છે. જીવનું બંધારણ જ વાયુ છે. એનું બોડી વાયુ છે. પેલાનું બોડી જળ (પાણી) છે, પેલાનું બોડી પૃથ્વી છે અને પેલાનું બોડી તેજ છે.