________________
(૨.૩) અવસ્થાના ઉદયાસ્ત !
૨૩૭
૨૩૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
બીજું બધું વધઘટ જ થયા કરે. મૂળ તત્ત્વ સિવાય દરેક વસ્તુ વધઘટને પામે, ગુરુ-લઘુ હોય અને મૂળ તત્ત્વ અગુરુ-લઘુ હોય.
પાણી એ મૂળ તત્ત્વની અવસ્થા છે, તેજ પણ અવસ્થા છે, વાયુ અને પૃથ્વી પણ મૂળ તત્ત્વની અવસ્થા છે. એક જ તત્ત્વની, જડ તત્ત્વની ચાર અવસ્થાઓ છે. એટલે સમજવું પડે ને ! વિજ્ઞાન આગળ ગમ્યું ના ચાલે. એ જગત સમજી શકે નહીં. સમજતાં બહુ વાર લાગે.
વાત સાચી સમજે તો ઉકેલ છે, નહીં તો મારું સાચું” એમ કરવા જઈશું ને તો કોઈ દહાડો ઉકેલ નહીં આવે. આત્મા કબૂલ કરવો જોઈએ સામાનો, નહીંતર એક્સેપ્ટ જ કરવા જેવું નહીં.
અહંકામાં છે ચાર તત્ત્વો.. પ્રશ્નકર્તા : પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ ને આકાશ, આ પાંચ તત્ત્વોથી કયા ગુણો ઉત્પન્ન થાય છે ?
- દાદાશ્રી : આ દેહ બધો પાંચ તત્ત્વોથી થયેલો છે. આખો દેહ જ, પછી મન, ઇગોઇઝમ એ બધું જ, આ પાંચ તત્ત્વોથી જ બનેલું છે.
કોઈ પૂછે કે આ માણસ કેમ ટાઢો પડી ગયો ? ત્યારે કહે, અહંકાર શાનો બનેલો છે ? આ વાયુનો, પાણીનો, આ માટીનો. આ તો વાયુ-પાણીને ઓગળી જતાં વાર કેટલી લાગે ? ઝાડા થઈ ગયા હોય તો દોડધામ દોડધામ કરી મેલે. આ ક્યાં ગયો તમારો અહંકાર ? એટલે આ તો અહંકાર શાનો બનેલો એ તો જુઓ. વાયુનો, પાણીનો, તેજનો અને આ માટીનો. વિનાશી વસ્તુનો બનેલો અહંકાર વિનાશમાં જતો રહેજે એમાં પાછું અહંકારમાંય અવિનાશી તત્ત્વો છે. બધા તત્ત્વો તો ભળેલાં જ છેને, અવિનાશીયે ? આકાશેય ભળેલું છે, ગતિ સહાયક, સ્થિતિ સહાયક, કાળ. એ ચેતન ભળેલું નથી, પ્રભાવ છે એનો.
પ્રશ્નકર્તા ઃ એક ઈન્દ્રિયથી પાંચ ઈન્દ્રિય બધાનું પુદ્ગલ પાંચ વસ્તુનું બનેલું છે ?
દાદાશ્રી : પાંચ તત્ત્વનું. રાઈના દાણામાંય પાંચ તત્ત્વ, બીજા
બધા હોય તોય આ ઘઉં, ચોખા, બધામાં પાંચ તત્ત્વ. આ તું સૂકવણી કરું અહીં આગળ, એ આકાશ જતો રહે એટલે પછી ટકે. અમુક ભાગ જતો રહે ને થોડોક જ રહે. પાણીમાં બીજાં પાંચ તત્ત્વ ખરાં.
પ્રશ્નકર્તા : યા કયા, દાદાજી ? એનું પ્રમાણ કેટલું કેટલું હોય ?
દાદાશ્રી : પાણીમાં પચાસ ટકા પાણી હોય અને બીજા પચાસ ટકામાં પેલા બધા હોય.
પ્રશ્નકર્તા : એનું કારણ શું, દાદા ?
દાદાશ્રી : એ પાણી છે એટલે. મુખ્યતાએ પાણી વધારે છે, તે પૃથ્વી હોય.
પ્રશ્નકર્તા : દરેકમાં જુદું જુદું હોય ?
દાદાશ્રી : અનાજમાં પૃથ્વી હોય પચાસ ટકા અને પચાસ ટકા બધા થઈને બીજાં હોય.
પ્રશ્નકર્તા : અને આપણામાં ?
દાદાશ્રી : આપણામાંય એવું. જરા વધતા-ઓછાં હોય. પચાસ ટકા ના હોય. બધા સરખા ના હોય એટલે વધતા-ઓછાં હોય.
પ્રશ્નકર્તા : દાદા, એ પાંચ તત્ત્વો છેને, એમાં જે આ જમીન, સ્થળ જે વસ્તુ મૂકી. એના પચાસ ટકા મૂક્યા. બાકીના ચારના સાડા બાર ટકા. તેજ, વાયુ, આકાશ, અગ્નિ એમ ?
દાદાશ્રી : એ તો પચાસ ટકા હોય તો જ આ ઊભું રહે ને ! નહીં તો ઊભું શી રીતે રહે ? એ તો સ્થૂળ વધારે જ છે એમાં.
ઈમ્બેલેન્સ પાંચતું મનુષ્યમાં ! પાંચ તત્ત્વોનું પ્રમાણ મનુષ્યોમાં ફેરફાર થઈ ગયું છે. તે એબોવ અને બિલો નોર્મલ થઈ ગયું છે.
પ્રશ્નકર્તા : રોગો થવાનું કારણ ઈમ્બેલેન્સ (અસમતોલન) ?