________________
(૨.૩) અવસ્થાના ઉદયાત !
૨૩૫
૨૩૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
બાર પગ થાય. એવું ભટક ભટક ભટક ભટક કર્યા છે. અવસ્થાઓ બધી બદલાયા જ કરે નિરંતર, પણ આત્મા સ્વરૂપે તમે તેના તે જ છો. હવે એ આત્માનું, પોતાનું રિયલાઈઝ કરીએ, તો પછી એમાંથી મુક્ત થઈએ, નહીં તો મુક્ત ના થવાય.
ફેર, પંચ મહાભૂત અને છ સતાતત દ્રવ્યતો...
પ્રશ્નકર્તા : હિંદુમાં પાંચ મહાભૂતોથી આખું જગત બનેલું છે, એવી વાત કરી. ભગવાન મહાવીરે છ તત્ત્વોની વાત કરી. બેઉ સાચા લાગે છે પણ બેના તફાવતની ખબર નથી પડતી.
દાદાશ્રી : પાંચ તત્ત્વોથી આ જે થયું છે, એ અધુરી સમજણ છે. પાંચ તત્ત્વો એટલે મહાવીર ભગવાનનાં છ દ્રવ્યો છે તેમાં બે દ્રવ્યો આવી ગયાં.
પ્રશ્નકર્તા : એટલે ક્યા બે દ્રવ્યનાં આ પાંચ મહાતત્ત્વો બન્યાં ?
દાદાશ્રી : એ પુદ્ગલ પરમાણુ દ્રવ્યનાં ચાર ભાગ આ લોકોએ પાડ્યા અને પાંચમું જે આકાશ લખ્યું છે એ તો સ્વતંત્ર છે. એ તો તત્ત્વ જ છે રીતસરનું.
આ લોકોને આંખે દેખાય છે પેકિંગ એક જ જાતનું, અનાત્મા એકલું જ. પેકિંગમાં તો પાંચ વસ્તુઓ ભરેલી છે, પાંચ તત્ત્વોનું છે. પેકિંગ ક્યા તત્ત્વોનું ?
પ્રશ્નકર્તા : પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ - પંચ મહાભૂતો.
દાદાશ્રી : પંચ મહાભૂતો એ તો વિવરણ છે, એમાં પૃથ્વી, પાણી, તેજ અને વાયુ એ ચાર ભેગા થાય ત્યારે એક તત્ત્વ થાય. બોલો, એ બધાને તત્ત્વ કહીએ તો ભૂલ થાય કે ન થાય ?
પ્રશ્નકર્તા : પણ આ તમે જે પાંચ તત્ત્વ કીધાને, અગ્નિ, પૃથ્વી, વાયુ એ પણ મૂળભૂત રીતે તો એક શક્તિનું સ્વરૂપ જ છે, એવું પૂરવાર થયું છે.
દાદાશ્રી : પણ એ અગ્નિ, પૃથ્વી એ બધું તત્ત્વ જ નથી. એ તો બુદ્ધિના જ ખેલ છે. જગતેય એમ કહે છે આ પંચ તત્ત્વને પામી ગયો, પાંચ તત્ત્વ છૂટાં થઈ ગયાં. પણ એ તત્ત્વો જ નથી ને ! હવે અગ્નિ તો હમણે પાણી રેડીએ તો ઓલવાઈ જાય, તેને તત્ત્વ શી રીતે કહેવાય ? આ ચાર જે છે ને, એક જ તત્ત્વના ટુકડા છે. એટલે આ તત્ત્વમાં ભૂલ પડી જાય લોકોની. આ ચારને તત્ત્વો ગણ્યાં અને પાંચમું આકાશ તત્ત્વ ગયું. અને આ પંચ તત્ત્વને માની લીધું. એ રોંગ છે એ બધું.
આ તો બધું એ જે કહે છે તે શાસ્ત્રો ખોટાં નથી. તમારી સમજણમાં ભૂલ થાય તેમાં શાસ્ત્ર શું કરે બિચારું ? એ જે પૃથ્વી, વાયુ, પાણી, આકાશ, તેજ કહે છે તે અધૂરી વાત છે. આ પાંચ તત્ત્વોથી જ મનુષ્યોનું બંધારણ છે તો તે ખોટું ઠરે છે. આ ચાલે છે શેનાથી ? ચાલે તો સ્થિતિ (સ્થિર) કેવી રીતે થાય ?
પ્રશ્નકર્તા : ગુરુત્વાકર્ષણથી નહીં ?
દાદાશ્રી : ગુરુત્વાકર્ષણથી વાત ના સમજાય. આ ઊઠે છે, ખસે છે, હરે છે, ફરે છે એ શું ગુરુત્વાકર્ષણથી થાય છે ?
ઑક્સિજન એ તથી મૂળ તત્વ ! પ્રશ્નકર્તા : આ જે પાણી છે, હાઈડ્રોજન ને ઓક્સિજન, આ બે જ્યારે છૂટા પાડે છે ત્યારે જે ઓક્સિજન વાતાવરણમાં જાય છે. તે હમણાં સાયન્ટિસ્ટો બધાએ શોધખોળ કરી છે કે એ ઓક્સિજન ઓછો થઈ જાય છે થોડો. હવે પેલું સ્પેસ છે એમાં ઓક્સિજન છે નહીં, તો એ ઓક્સિજન જાય છે ક્યાં ? એટલે આપણે જે માન્યતા છે કે મૂળ તત્ત્વની ઘટવધ થતી નથી, તો હવે એ માન્યતા શું ખોટી સમજવી ?
દાદાશ્રી : આ ઓક્સિજન એ મૂળ તત્ત્વ નથી. મૂળ તત્ત્વ તો પરમેનન્ટ હોય. મૂળ તત્ત્વ કોને કહેવાય ? ઘટે નહીં, વધે નહીં. કોઈ ચેન્જ (ફેરફાર) ના થાય. ઓક્સિજન મૂળ તત્ત્વ નથી, હાઈડ્રોજન મૂળ તત્ત્વ નથી, પાણીય મૂળ તત્ત્વ નથી.