________________
(૨.૩) અવસ્થાના ઉદયાસ્ત !
૨૩૩
૨૩૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
પ્રશ્નકર્તા : આત્માના પર્યાયને તો કંઈ ચોંટે જ નહીં ને, દાદા ?
દાદાશ્રી : હા, એના પર્યાયને નથી થતું ને આનાય (જડના) પર્યાયને કશું થતું નથી આ.
આ તો વસ્તુ જ જુદી છે. આવું જો સમજ્યા હોતને તો તો આ બધા છૂટા જ થાય ને ! એટલે પછી એ બુદ્ધિથી જોખ જોખ કર્યું. આમાં તો શું છે, નામય ચોંટ્યો નથી, નામેય કશું જ થયું નથી. ચોટે કેટલો છે ? કે ભ્રાંતિરસથી બોલે છે કે “આ મેં કર્યું. ત્યારે એ બે દ્રવ્યની વચ્ચે રસ પડે છે, “મેં કર્યાનો ભ્રાંતિરસ પડે છે. તેનાથી ચોંટેલું છે, બસ. બીજું કશું ચોટેલું હોતું નથી. આત્મ દ્રવ્ય ને પુદ્ગલ દ્રવ્ય, મેં કર્યું અને આ મારું” એ બેમાંથી ભ્રાંતિરસ ઉત્પન્ન થાય છે અને ભ્રાંતિરસ પડે છે. જ્યારે “મેં નથી કર્યું અને મારું જોય’, એ દહાડે ભ્રાંતિરસ પડતો નથી એટલે છુટો થઈ જાય. એટલે જ્ઞાની પુરુષ એ ભ્રાંતિરસ ઓગાળી આપે, પછી દ્રવ્ય છૂટું થાય છે.
વસ્તુ અવિનાશી, અવસ્થાઓ વિનાશી !
અવસ્થાનો ઉદય થયો, તેનો અસ્ત થવાનો જ. મૂળ વસ્તુનો ઉદય-અસ્ત ન હોય. ફેઝીઝનો ઉદય અને અસ્ત હોય. મનુષ્યપણાનો ઉદય થાય ને તે અસ્ત થવાનો. ભેંસનો ઉદય થાય ને ભેંસપણાનો અસ્ત થવાનો જ. મનુષ્યપણું એ આત્માનો ફેઝ છે. ગધેડો તે આત્માનો ફેઝ છે. ચંદ્રના તે બીજ, ત્રીજ, પૂનમ એ ફેઝ છે. ગધેડો પણ મનુષ્યમાંથી થાય. ગધેડાનો એક ગુણ તેણે ડેવલપ કર્યો જ હોય, તેથી તે ગુણના સંયોગી પુરાવાના આધારે ગધેડો થવાનો. મનુષ્યપણામાં જે ગુણ વિશેષ પ્રમાણમાં ડેવલપ થાય, તે ડેવલપ પ્રમાણે અવતાર થાય જ.
જીવમાત્રે અનંત અવતારથી ભટક ભટક કર્યું છે. તે જુદી જુદી અવસ્થાઓમાં ભટક્યો છે. કૂતરો, ગધેડો, ગાય, ઘોડો, ભેંસ, બળદ, મનુષ્ય, સ્ત્રી, પક્ષી, તે બધી જ અવસ્થામાં ભટક્યો છે. અવસ્થામાંથી સ્વસ્થ થવાનું છે.
પ્રશ્નકર્તા : એક ઝાડની ડાળી કાપીએ ને બીજે રોપીએ તો બીજે ઝાડ બને, તો એક આત્મામાંથી બે આત્મા બને છે કે ?
દાદાશ્રી : આ એક બટાટામાં કરોડ-કરોડ આત્મા છે, એક જ બટાટાની અંદર. આ થોરિયામાં તો બધા બહુ જ જીવો છે. આ થોરિયો તો આટલો ટુકડો ઘાલેને તોય ઊગી નીકળે.
પ્રશ્નકર્તા: દાદા, તો આ આત્માઓ અમુક જેને બિગિનિંગ ને એન્ડ નથી, પણ એની અમુક સંખ્યા તો હશે જ ને, એ સંખ્યામાં વધઘટ જ નથી થતી ?
દાદાશ્રી : ના, સંખ્યામાં, આ દુનિયામાં જે કોઈ ચીજ છે, આત્મા કે પરમાણુ છે તે ઘટવધ ના થાય.
પ્રશ્નકર્તા : ફેર થયા કરે, એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં જયા કરે ?
દાદાશ્રી : ફોર્મ બદલાયા કરે, ઘટવધ ના થાય. અને આત્મા જે છે તેમાં ઘટવધ ના થાય. પરમાણુ કે કોઈ વસ્તુમાં ઘટવધ ના થાય. એ તમને એમ લાગે કે આ બાળી મેલ્યું અને આ બધું એ કર્યું, એ બધા પોતપોતાના બીજા ફોર્મેશન બદલે, અવસ્થાઓ બદલાઈ જાય.
પ્રશ્નકર્તા : અવસ્થા એટલે સિમ્યુએશન.
દાદાશ્રી : એને ફેઝીઝ કહેવાય. તે અવસ્થા જ ઓછી થાય છે, બીજું કશું થતું નથી. અને તે પરમાણુ જે છે, બધી વસ્તુઓ તેની તે છે. બીજા કશા ફેરફાર નથી થતાં. અવસ્થામાં રૂપાંતર થઈ જાય છે, ફેઝીઝ બદલાયા કરે છે.
જેમ આ પાણી હોય છે ને, એને ગરમ કરીએ એટલે વરાળરૂપે અવસ્થા થઈ જાય છે. પછી વરાળ પાછી વાદળાં થાય છે ને વાદળાં પાછું પાણી થાય છે. આ બધી અવસ્થાઓ નિરંતર વિનાશી છે પણ વસ્તુસ્થિતિમાં કશી ઘટવધ થતી નથી. આ અનંત અવતારથી તમે પણ છો ને હું યે છું. પણ ઘણા અવતારમાં પુરુષ થયા હશો, ઘણા અવતારમાં સ્ત્રી થાય, ઘણા અવતારમાં ચાર પગ થાય, ઘણા અવતારમાં