________________
(૨.૪) અવસ્થાઓને જોનારો ‘પોતે' !
૨૫૭
૨૫૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
છે એ તો “આપણી’ બ્રાંતિને લઈને “આ દેહ મારો છે' માનવામાં આવે છે. અને બ્રાંતિ છૂટી ગઈ એટલે દેહ મળવાના છૂટી જાય, પછી પણ અવસ્થાઓ તો ઉત્પન્ન થવાની. એટલે કે જ્ઞાન અને દર્શનના પર્યાય ઉત્પન્ન થાય. કોઈ વસ્તુ દેખાય એટલે પર્યાય ઉત્પન્ન થાય. એ વસ્તુ જાય એટલે પર્યાય પડી જાય પાછા. એટલે ઉત્પન્ન થવું, વિનાશ થવું એ બધું ચાલ્યા જ કરે છે.
એ બધી અવસ્થાઓ કરે છે. શિયાળો છે તે, મરી જશે કે નહીં મરી જાય ? પછી ઉનાળાનો જન્મ થશે. આમ અવસ્થા ઉત્પન્ન-વિનાશ થયા કરે છે.
ભાષા ભગવાનની ન્યારી રે.. જે જીવે તે મરે, જીવન અવસ્થા છે, મરણ અવસ્થા છે. જ્ઞાનીઓની ભાષામાં અનાત્મા કે આત્મા, કોઈ જ મરતો નથી. અવસ્થાઓની લતા થાય છે.
અવસ્થા (મૂળ અવસ્થા) અનાદિ અનંત છે. લંદ અવસ્થા અથવા દ્વૈત અવસ્થા એ જીવ અવસ્થા છે અને તે આદિ અંત છે. જન્મ તે આદિ, મરે તે અંત, આ અમારું કથિત કેવળજ્ઞાન છે.
આત્માની અવસ્થાને જીવ કહ્યો ને ‘પરમેનન્ટ' એ આત્મા છે. જીવે-મરે એ જીવ ! જેને ‘જીવવું છે” એવું ભાન છે, ‘હું મરી જઈશ” એવુંય ભાન છે, એ અવસ્થાને જીવ કહ્યો.
જીવ તત્ત્વરૂપે અનાદિ અનંત છે. અતત્ત્વ રૂપે આદિ અંત છે. ફેઝીઝ (અવસ્થા) રીતે આદિ અંત છે. અતત્ત્વ એટલે ફેઝીઝ રીતે. જીવની અવસ્થાઓ કઈ કઈ? અવસ્થાઓમાં જેવો આરોપ કરે તે બદલ તેને બીજી અવસ્થા ઉત્પન્ન થાય છે. અહંકાર છે ત્યાં સુધી તે આરોપ કરવાનો જ છે.
આ વ્યુ પોઈન્ટવાળા પોતાની દરેક અવસ્થાનો કોઈને આરોપ આપે છે.
જીવે અને મરે એ જીવ ને અમર પદ પ્રાપ્ત કરે એ આત્મા. આત્મા એ “સેલ્ફ’ છે ને જીવ રિલેટીવ સેલ્ફ છે. જીવ તો અવસ્થા છે.
અવસ્થાઓનો અંતે અંત... આ મૃત્યુ અને જન્મ, બે ભ્રાંતિથી દેખાય છે. એ માટે જ છે, દેખાતું નથી. માને જ છે કે આ મારું મૃત્યુ થયું અને આ મારો જન્મ થયો, આ મારું લગ્ન થયું. ખરેખર હકીકતમાં તો એવું નથી. હકીકતમાં એ પોતે આત્મારૂપ જ છે. પણ એને આંટી પડી ગઈ છે કે આ હું છું.
વસ્તુ ઉત્પન્ન થતી નથી અને વિનાશેય થતી નથી. વસ્તુની અવસ્થાઓ વિનાશ થાય છે અને ઉત્પન્ન થાય છે. બાળપણ આવ્યું તે ઘડીએ ઘડપણ ના હોય. જવાની આવી એટલે બાળપણ ના હોય. અવસ્થાઓ બધી બદલાયા કરે. અવસ્થાઓ નિરંતર બદલાયા કરે પણ તે વસ્તુ ન હોય, વસ્તુની આ સ્થિતિઓ છે. અને આ જે દેહ થાય
આમ લોકો)ની ભાષામાં રીબાય છે અને મરે છે. ભગવાનની ભાષામાં તો કોઈ મરતું જ નથી ત્યાં. એ ભગવાન શું જોતા હશે એવું કે મરતું ન હોય ? આ બધાને મરતા દેખાય છે ને આ લોકો અવસ્થાને જુએ છે. અવસ્થા હંમેશાં વિનાશી જ હોય અને ભગવાન અવસ્થાને ના જુએ, વસ્તુને જુએ.
કાલે શું થશે તે કહેવાય નહીં, તેવા આ જગતમાં એક મિનિટ પણ કેમ બગાડાય ? દેહ ક્ષણે ક્ષણે બદલાયા કરે છે, પોતાનું સ્વરૂપ બદલાતું નથી.
જે બધા લોકો ફેઝને જ “માય સેલ્ફ' કહેતા હોય, તેમને માટે આત્મા કર્તા છે ને કર્મનો ભોક્તા છે તેમ કહેવું જોઈએ. જે ફેઝને જાણે છે કે ફેઝ કાચો છે, પાકો છે, લબાડ છે, કુટેવવાળો છે, સુટેવવાળો છે, અજ્ઞાની છે, જ્ઞાની છે તોય તે ફેઝ જ છે. આત્મા એ જ્ઞાની નથી, જ્ઞાની એય ફેઝ છે.