________________
વ્યતિરેક ગુણ એ છે તે ક્રોધ-માન-માયા-લોભ ઊભાં થયાં. ક્રોધ અને માન એનાથી ‘હું' થયું ને લોભ અને માયાથી (કપટ) “મારું” થયું. ચારમાંથી બે ‘હું’ અને ‘મારું' થયું.
દેહ છૂટે ત્યારે આ ભવનો અહંકાર ખલાસ થાય ને બીજી બાજુ આવતા ભવ માટેનો તૈયાર થાય. નવો કૉઝિઝ રૂપે ઉત્પન્ન થયો, તે અહંકાર બીજા અવતારમાં આગળ જાય. બીજમાંથી વૃક્ષ ને વૃક્ષમાંથી બીજ..
આમ તો અહંકારની બીગિનિંગ કહેવાય નહીં. પહેલેથી બધું છે જ. આ તો સાધારણ સમજાવવા માટે કહીએ કે કૉઝિઝમાં ‘એણે’ ‘હું છું અને મારું છે' કર્યું. જેનાથી ઈફેક્ટ શરૂ થઈ જાય. અને ‘એને’ બીજું તત્ત્વ ભેગું થવાથી આ વિભ્રમતા ઊભી થઈ, ‘હું અને મારું'ની અને એમાંથી શરૂ થઈ ગયા ક્રોધ-માન-માયા-લોભ.
મૂળ ‘લાઈટ' (આત્માનું જ્ઞાન) છે, પણ લોકોએ અજ્ઞાન પ્રદાન કર્યું કે તમે ચંદુભાઈ. એટલે તમેય માની લીધું કે “ચંદુભાઈ છું' એટલે અહંકાર ઊભો થઈ ગયો કહેવાય અને એ અહંકાર મૂળ ‘લાઈટ’નો રિપ્રેઝન્ટેન્ટિવ થઈ ગયો. અને એ રિપ્રેઝન્ટેન્ટિવના ‘લાઈટ’થી જોયું તે થઈ ગઈ બુદ્ધિ.
કષાયો એ પ્રોડક્શન છે અને મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એ એની ઈફેક્ટ છે. પ્રોડક્શન એટલે કૉઝિઝ, એટલે કે વિભાવિક સ્વરૂપ થવું, ઉપાધિ સ્વરૂપ થવું તે.
પ્રથમ શું આમાં ? ઈફેક્ટ (મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર) કે કૉઝિઝ (ક્રોધ-માન-માયા-લોભ) ?
આમાં મૂળ પહેલું પ્રોડક્શન ક્રોધ-માન-માયા-લોભ ઊભાં થયાં, એનાથી કર્મ ચાર્જ થવા માંડ્યા એ જ ભાવકર્મ.
ક્રોધ ઊભો થયેલો તે વપરાયો એટલે કર્મ ચાર્જ થાય અને વપરાયા વગર પડી રહે તો કશો વાંધો નથી. કર્મ બંધાય, તે પછી ડિસ્ચાર્જ થતી વખતે એની ઈફેક્ટ આવે. એ જ અહંકાર, તે મહીં આ અંતઃકરણ, મનબુદ્ધિ-ચિત્ત-અહંકાર બધુંય મહીં જ આવે.
અજ્ઞાનીને ઈફેક્ટિવ અંતઃકરણમાંથી નવું ચાર્જ થાય અને સ્વરૂપ
જ્ઞાનીને (મહાત્માને) ચાર્જ બંધ થઈ જાય. આમાં આખું અંતઃકરણ ઈફેક્ટિવ છે. પહેલું અંતઃકરણમાં થાય પછી બાહ્યકરણમાં આવે.
પહેલાં મહીં ક્રોધ થાય સૂક્ષ્મમાં ને બહાર નીકળી જાય તે સ્થળ ક્રોધ છે. બન્નેવ ઈફેક્ટ જ છે.
આમાં પહેલું કોણ ?
મા-બાપ છે ક્રોધ-માન-માયા-લોભ અને પછી થાય તેમની વંશાવળી મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર.
અવ્યવહાર રાશિના જીવોને તો ગાઢ વિભાવ દશા હોય, અવ્યવહાર રાશિનાં કર્મો વ્યવહાર રાશિમાં ભોગવે. અને આ બધાની પૂર્વે અહમ્ તો ઊભો થઈ ગયેલો જ હોય છે. વિશેષભાવ ઉત્પન્ન થાય ત્યારથી જ !!!
આત્માનો જન્મ થતો નથી. અહંકારનું જન્મ-મરણ થાય છે. આત્મા પર આવરણ ચઢ-ઉતર થાય છે.
‘તમે' જ્યાં સુધી ‘હું'માં વર્તશો, ત્યાં સુધી સ્વરૂપનું ભાન નહીં થાય અને ત્યાં સુધી ‘હું જુદું જ રહેશે. ‘હું’ એ વ્યતિરેક ગુણ છે.
આત્માનો વિભાવ એ અહંકાર છે. દરેકમાં ચેતન સરખું જ છે, પણ જડ સરખું ના હોય કદી. વિશેષ પરિણામનું મૂળ કારણ બે દ્રવ્યો ભેગાં આવવાં.
જોડે આવવાથી પોતાનું મનાય છે, તે રોંગ બિલીફથી ક્રોધ-માનમાયા-લોભ ઊભાં થાય છે. પછી આગળ અંતઃકરણ બધું ઊભું થાય છે. મન તો અહંકારે ઊભું કર્યું છે. એ એના વારસદારો છે ! ગયા ભવે અહંકારે ક્રિયેટ કર્યું મન, તેમાંથી આજે વિચારો આવે છે.
જડ-ચેતન ભેગાં હતાં, જે કૉઝિઝ કરતાં હતાં, તેને જ્ઞાની છેટાં કરી નાખે. એટલે ક્રોધ-માન-માયા-લોભ તેમને ઉત્પન્ન થતાં જ નથી. તેથી કૉઝ બંધ થાય. તેથી જ સ્તો એ જ્ઞાની કહેવાય. જેને ભેગા રહે તે અજ્ઞાની. જ્ઞાનીને મન શેય હોય. એટલે નવાં પરિણામ ખડાં ના થાય. પાછલાં પરિણામોને ‘જોયા જ કરે. પહેલાં જે મનમાં વિચરતો હતો, તેથી વિચાર ઉત્પન્ન થતા હતા. ‘જુએ’ તો ના થાય.