________________
જગતમાં છ શાશ્વત દ્રવ્યો (તત્ત્વો) ભેગા થાય અને પાછા છૂટા પડે, આમ નિરંતર ચાલ્યા જ કરે છે. તત્ત્વો મિલ્ચર સ્વરૂપે રહે છે, કમ્પાઉન્ડ નથી થતાં. કમ્પાઉન્ડ થાય તો તો એકબીજાનું ઉછીનું લીધું ગણાય.
જગતનું કારણ છ દ્રવ્ય છે. આ બધું ઊભું થવામાં એક પુદ્ગલ જ મૂળ કારણ છે. પાંચ ઈન્દ્રિયોથી અનુભવાય છે તે બધું પુદ્ગલ પ્રભાવ છે. પુદ્ગલના રૂપીભાવને કારણે વિશેષભાવ ઊભો થાય છે.
પરમાણુ એ તત્ત્વ છે, પુદ્ગલ એ તત્ત્વ નથી. એ વિશેષ પરિણામ છે. આત્માના વિશેષ પરિણામને લઈને આ પરમાણુમાં વિશેષ પરિણામ ભાસે છે. જેમ આપણે અરીસા સામે જે જે કરીએ તેનું સામે એ પરિણામ કરે ને ?
જડ અને ચેતન બેથી જ વિભાવ થાય છે. બીજાં તત્ત્વો ભેગાં થાય છે પણ તેમની વિભાવ થવામાં કોઈ મદદ નથી હોતી એ ઉદાસીનભાવે રહેલાં હોય છે.
બે દ્રવ્યોથી વિભાવ થયા પછી બીજાં ચાર દ્રવ્યો આ બન્નેને ઉદાસીનભાવે મદદ કરે છે, એટલે કે ચોરનેય કરે ને દાનવીરનેય કરે.
છએ તત્ત્વોમાં કોઈ કોઈનું વિરુદ્ધધર્મી નથી. હા, દરેકના પોતપોતાના ધર્મો છે, જુદા અને સ્વતંત્ર ધર્મો છે. કોઈ કોઈને ડખલ ના કરે, એ બધા.
બધું નિમિત્ત નૈમિત્તિક છે. નહીં તો ઉપકાર ચઢે એકબીજા ઉપર, તે ક્યારે વાળે પાછો ?
‘દાદા'નું અક્રમ જ્ઞાન એ ચેતનજ્ઞાન છે. પેસતાં જ ભેદ પાડી આપે બેઉનો ! આ વ્યતિરેક ગુણનું જ્ઞાન નથી, મૂળ જ્ઞાન છે.
વ્યવસ્થિત શક્તિ છે, છ દ્રવ્યોની અંદર છે, એમની બહાર તો કશું છે જ નહીં.
અરીસાનો સંસર્ગદોષ લાગવાથી બીજા ‘ચંદભાઈ” પોતાના જેવા જ દેખાય છે ને ? કાળ પાકે એટલે એ બંધ થઈ જાય. સંયોગો વિયોગી સ્વભાવના જ છે.
આ સંસારમાં ભટકવામાં કોઈનો દોષ નથી. આ બધું વિશેષભાવ ઊભો થવાથી ઊભું થયું.
શું સામીપ્યભાવ પણ નિયતિને આધીન છે ? નિયતિને લીધે આ બધાં તત્ત્વો ભેગાં થાય છે. પછી વિશેષભાવ ઉત્પન્ન થાય. નિયતિ કુદરતી રીતે નિયતિ જ છે. એ વહેણ છે આ જગતમાં. આ મનુષ્યો બધા એના વહેણમાં ચાલી રહ્યા છે, નિયતિના પ્રવાહમાં !
સમસરણ માર્ગ જ નિયતિના આધારે વહેતો છે. એમાં ફેરફાર ના થાય. (નિયતિ વિશે વધુ સત્સંગ, આપ્તવાણી-૧૧ (પૂ.), પાના નં. ૨૭૦)
દરિયો ને સૂર્યનારાયણ, બે ભેગા થાય એટલે વરાળ ઉત્પન્ન થાય. એમાં કર્તા કોણ ? આમાં બન્નેના પોતપોતાના ગુણધર્મો સાબૂત રહીને નવો વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય છે. એવી રીતે આ જગત આત્મા અને જડ તત્ત્વના ભેગા થવાથી વ્યતિરેક ગુણો ઉત્પન્ન કરે છે, જે ક્રોધ-માનમાયા-લોભ કહેવાય છે.
આત્માની હાજરીથી આ બધું જગત ઊભું થઈ ગયું છે. હાજરી વગર કંઈ પણ થાય એવું નથી. આ આખું વિજ્ઞાન છે ! આમાં આત્માએ ક્યાં કંઈ જ કર્યું છે ?
આત્માની હાજરી શું ભાગ ભજવે છે ? રોંગ બિલીફ - આત્માની હાજરીથી જ થાય. રાઈટ બિલીફ - આત્માની હાજરીથી જ થાય. પરમાત્મા પદ - આત્માની હાજરીથી જ થાય.
[૮] ક્રોધ-માનતો “હું', માયા-લોભતું ‘મારું' ! જડ + ચેતન – વિશેષભાવ. વિશેષભાવમાં શું થયું?
૧) “કંઈક છું'
૨) ‘હું કરું છું’ અને આ બધું ‘હું જાણું છું ! આનાથી ખડો થયો સમસ્ત સંસાર.... ‘'નું મૂળ અજ્ઞાનતા.
‘હું એટલે અહમ્ પછી આગળ વધીને અહંકાર થાય, એ બધું છે તે વ્યતિરેક ગુણ.