________________
એ સેકન્ડ લેવલનો વિશેષભાવ ‘હું’ને ‘હું ચંદુ છું’ની રોંગ બિલીફ જે ઊભી થાય છે, તે પછી ગાઢપણે થાય છે એટલે એ જ્ઞાનમાં પરિણમ્યું કહેવાય. એ વિભાવિક જ્ઞાન કહેવાય. જેને બુદ્ધિ કહી અને ત્યાં જડ પરમાણમાં પ્રકૃતિ ઊભી થાય છે.
આત્માને ભ્રાંતિ થઈ છે, એ લોકભાષામાં કહેવું પડે. પણ ખરેખર એને ભ્રાંતિ થતી નથી. નહીં તો એ સમય ના થાય. ખરેખર તો ભ્રાંતિ કોને કહેવાય ? મહીં દુઃખ પડે ત્યારે મનમાં થાય કે ‘આટલું બધું જાણવા છતાં કેમ આમ ? માટે કંઈક જુદું છે, આ મારું સ્વરૂપ હોય.’ આને ભ્રાંતિ પડી કહેવાય.
આખોય ફેર, વિશેષભાવ અને વિશેષજ્ઞાનમાં. વિશેષભાવ એ આત્માના પર્યાય નથી પણ બે વસ્તુના સામીપ્યભાવથી ઉત્પન્ન થાય છે. વિશેષભાવ તો અહંકાર છે ખાલી. એ તો વ્યતિરેક ગુણ છે. અને વિશેષજ્ઞાન તે જે જ્ઞાનની જરૂર નથી તેને વચ્ચે લાવીએ તો તેનો શો અર્થ? વ્યતિરેક ગુણ હોય તો જ વિશેષજ્ઞાન ઉત્પન્ન થાય. વિશેષજ્ઞાનને લીધે વ્યતિરેક ગણ ઉત્પન્ન થતો નથી. સામાન્યજ્ઞાનને દર્શન કહ્યું. મોક્ષમાં દર્શનની જ કિંમત છે અને વિશેષજ્ઞાન પુદ્ગલમાં જોવા જાય કે આ શું છે ? લીમડો છે ? આંબો છે ? એ વિશેષજ્ઞાન.
“જ્ઞાન” એક જ છે, એના ભાગ બધા જુદા જુદા છે. જેમ ‘રૂમને જુએ તો ‘રૂમ’ ને ‘આકાશ'ને જુએ ‘આકાશ'. વિશેષજ્ઞાન જુએ ત્યાં સુધી આત્મા દેખાય જ નહીં. આત્મા જાણ્યા પછી બેઉ દેખાય.
આત્મા પોતે જ્ઞાન જ છે, ખરેખર જ્ઞાનવાળો નહીં પણ જ્ઞાન જ છે. જ્ઞાનવાળો કહીએ એટલે ‘જ્ઞાન’ અને ‘વાળો’ બે જુદું થયું. પણ વાસ્તવિકતામાં આત્મા પોતે “જ્ઞાન” જ છે, પ્રકાશ જ છે ! એ પ્રકાશના આધારે જ ‘એને’ બધું ‘સમજાય’ છે, ‘જાણવામાં આવે છે.
શું જડ અને ચેતનના ભેગા થવાથી પુરુષ અને પ્રકૃતિ ઉત્પન્ન થઈ ? ના, પ્રકૃતિ પછી થઈ. વિશેષ પરિણામનું જે રિઝલ્ટ આવ્યું તે પ્રકૃતિ થઈ.
પાંચ તત્ત્વોમાં આત્માનો વિશેષભાવ મહીં પડ્યો, તેની પ્રકૃતિ થઈ અને તે પછી નિરંતર ફળ આપ્યા જ કરે. પ્રકૃતિ ને પુરુષ જુદા પડે. પછી રીયલ પુરુષાર્થ ચાલુ થાય. સ્વભાવ એ પુરુષ ને પ્રકૃતિ એ ભ્રાંતિ.
પરમાણુ એ પ્રસવધર્મી હોવાને કારણે ચેતનતત્ત્વનું જ્ઞાન વિભાવિક થતાંની સાથે જ પ્રકૃતિનું સર્જન થાય છે. જે પ્રકૃતિ બહાર દેખાય છે તે તેનો વિસર્જન ભાગ દેખાય છે. છતાં મૂળ શુદ્ધ દ્રવ્યો, શુદ્ધ ચેતન અને શુદ્ધ જડ જેમ છે તેમ જ હોય છે.
પ્રસવધર્મી પ્રકૃતિની શક્તિ પરમાત્મા કરતાં અત્યારે ક્યાંય વધારે છે, પણ તેમાં ચૈતન્ય શક્તિ નથી. ચેતનને માત્ર સ્પર્શ કરવાથી જ પ્રકૃતિ ચાર્જ થઈ જાય છે.
જ્ઞાન, ભાન ને વર્તન એકાકાર થાય ત્યારે પૂર્ણ પરમાત્મા થાય.
લોખંડને દરિયાની ખારી હવા અડતા કાટ ચઢી જાય. આમાં કર્તા કોણ ? થયું કેવી રીતે ? આ તો વિજ્ઞાનના નિયમને આધીન જ બે વસ્તુ ભેગી થવાથી તીસરું નવું જ પરિણામ, વિશેષ પરિણામ ઉત્પન્ન થાય છે, આમાં કોઈ ગુનેગાર નથી. આમાં કાટ એ જ અહંકાર છે. જેનાથી પ્રકૃતિ બંધાય છે ને લોખંડ એ આત્મા સમજવું. મૂળ તત્ત્વને કશું જ થતું નથી. લોખંડ લોખંડનું કામ કરે છે ને કાટ કાટનું કામ કરે છે.
અંતઃકરણ શું કરે છે તે નિરંતર જોયા કરે તો એ જ્ઞાન કેવળજ્ઞાનમાં પહોંચે.
[૭] છ તત્વોતા સમસરણથી વિભાવ ! જડ-ચેતન બન્ને પહેલેથી ભેગાં જ હતાં આ બ્રહ્માંડમાં (લોકમાં). છએ તત્ત્વો સાથે જ છે. છ છુટાં પડે તો જ પોતપોતાના ગુણધર્મમાં આવશે. છએમાં વિધર્મ પેઠો છે, પણ એમાં ચાર પોતે વિધર્મી નથી થયાં, ભેગાં રહેવા છતાં સ્વધર્મમાં રહી શકે છે. અને પુદ્ગલ અને આત્માની વિભાવિક દશાને કારણે બેઉ વિધર્મી બન્યા છે. બીજા ચાર નથી થતાં. આત્મા વિધર્મી એટલે ભ્રાંતિ ઉત્પન્ન થઈ કે આ ‘હું કરું છું અને પુદ્ગલ વિધર્મી એટલે પ્રયોગસા થઈને જે બને છે. તેમાં લોહી, પરૂ, માંસ ના હોય તે. આમાં વિધર્મ પુદ્ગલ અને વિભાવિક પુદ્ગલ બે જુદું જ છે. વિભાવ દશામાં આવેલું પ્રથમ ‘અહમ્' એટલે કે “હું” એ ઉત્પન્ન થયા પછી કર્તાપણાથી ‘હું કરું છું’ એ માન્યતાથી જે પુદ્ગલમાં પરિવર્તન આવે છે તે વિભાવિક પુદ્ગલ (મિશ્રસા) કહેવાય, જે વિધર્મી પુદ્ગલ કરતાં ઘણું આગળ પછી ધૂળમાં જતું રહ્યું કહેવાય. અને તેમાં લોહી, પરૂ, માંસ હોય.