________________
(૨.૨) ગુણ-પર્યાયના સાંધા, દશ્યો સાથે !
૨૨૫
૨૨૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
અવસ્થા આત્માની તે ચાળા પાડે પુદ્ગલ ! પ્રશ્નકર્તા : પણ દાદા, આ બધી અવસ્થાઓ છે એ તો ચેતન ને જડ, બે ભેગા થાય છે એટલે છે ને ?
દાદાશ્રી : નહીં, અવસ્થાઓ નિરંતર રહે છે ત્યારે જ ચેતન કહેવાય ને ! અવસ્થાઓ નિરંતર રહેવાની.
પ્રશ્નકર્તા : એટલે ચેતન અને જડ ભેગા ના થાય તો અવસ્થા ના થાય ને ?
દાદાશ્રી : ના, ના, તોય થવાની. અવસ્થા તો એનો સ્વભાવ છે તે જડ ભેગું થાય છે માટે હોય છે એવું નહીં. આ અવસ્થા દેખાય છે તે પુદ્ગલની દેખાય છે. તમે જે અવસ્થાઓ કહ્યું તે પુદ્ગલની. પેલી અવસ્થા જુદી, ‘એની’ આત્મઅવસ્થા હોય છે ને આ પુદ્ગલની પુદ્ગલ અવસ્થા ! ‘તમારે’ આત્મઅવસ્થા છે તેને બદલે ‘તમે’ પુદ્ગલની અવસ્થાને પોતાની માનો છો. આત્માની અવસ્થા બદલાયા કરે, એ આત્માના રૂપમાં, એની બાઉન્ડ્રીમાં અવસ્થા બદલાય છે, તેના આધારે આ પુદ્ગલ ચાળા પાડે છે. આ પદ્ગલની અવસ્થા બદલાયા કરે. જેને ‘આપણે' માનીએ છીએ, ‘આ હું છું', તે માન્યતા છૂટી જાય તો કોઈ વાંધો નહીં.
પ્રશ્નકર્તા : એટલે આત્માની અવસ્થા બદલાય છે તેમ આ પુદ્ગલ ચાળા પાડે છે ?
દાદાશ્રી : હા, પાસે એકદમ નજીકમાં આવેલું હોવાથી. પ્રશ્નકર્તા : સામીપ્યભાવ કીધો. છતાંય બેના ક્ષેત્ર જુદાં જ રહ્યાં
દાદાશ્રી : હં. પ્રશ્નકર્તા : તો પછી આત્માની અવસ્થા એટલે ?
દાદાશ્રી : આત્મા, પુદ્ગલને જુએ એટલે એ અવસ્થા થઈ જાય એની, છતાં પોતાના સ્વભાવમાં છે.
પ્રશ્નકર્તા : તો બદલાય કેવી રીતે, દાદા ?
દાદાશ્રી : એ માન્યતા જ ખાલી બદલાય છે. પુદ્ગલની અવસ્થા બદલાય છે, તેને આપણે “આ હું બદલાઉ છું” એવું માને છે ને થઈ જાય છે. તેથી કહ્યું કે સમકિત થાય, એની સાચી દૃષ્ટિ થઈ જાય એટલે ઊડી જાય તરત.
પ્રશ્નકર્તા : આ આત્માની અવસ્થા પ્રમાણે પેલું પુદ્ગલ એના ચાળા પાડે છે ?
દાદાશ્રી : ચાળા પાડે એટલે તમને કહેવા, સમજણ પાડવા માટે.
પ્રશ્નકર્તા: આ પુદ્ગલની અવસ્થા ચેતનના નિમિત્તથી બદલાય કે એવું કશું નહીં ?
દાદાશ્રી : નિમિત્ત બધા હોય જ, નિમિત્તનો બધો આધાર છે. ચેતન નજીકમાં આવ્યું, એ નિમિત્તને લઈને થયા કરે.
પ્રશ્નકર્તા : તો પહેલાં ચેતનમાં અવસ્થા બદલાય છે ?
દાદાશ્રી : અવસ્થા બદલાતી જ નથી ને સૌના સ્વભાવમાં રમે છે. ફક્ત બેના સંયોગ, સામીપ્યભાવ થવાથી આ વ્યતિરેક ગુણો (વિભાવ) એની મેળે ઉત્પન્ન થાય છે અને વ્યતિરેક ગુણ હોય તો આ પુદ્ગલની અવસ્થા બદલાયા કરે.
આત્માના પર્યાય, ચેતનના ચેતન પર્યાય હોય અને જડના જડ પર્યાય હોય, બેના પર્યાય જુદે જુદા હોય. આ લોકો બધી વાતો કરે પણ પોપટના રામ રામ જેવી.
દાદાશ્રી : ક્ષેત્ર જુદાં પાછાં.
પ્રશ્નકર્તા : પુદ્ગલની અવસ્થાઓ આ જે ચોર્યાસી લાખ યોનિઓ કહી તે ?