________________
(૨.૨) ગુણ-પર્યાયના સાંધા, દૃશ્યો સાથે !
૨૨૭
૨૨૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
રોજ રોજ મુંબઈની ખબર પૂછે છે ને પણ જ્યાં સુધી મુંબઈ જોયેલું નથી ત્યાં સુધી પહોંચે નહીં મૂળ વાત. રોજ રોજ પૂછ પૂછ કરે છે કે ભૂલેશ્વરમાં ક્યાં આમ જાય છે ? કયે માર્ગે જાય છે ?
પ્રશ્નકર્તા : પણ એ હેલ્પ કરે ? દાદાશ્રી : એ હેલ્પ તો કરે જ, પણ પેલો સંતોષ ના આપે.
પ્રશ્નકર્તા : દાદા, એમ કરતાં કરતાં એક દહાડો મુંબઈ પહોંચી જાય ?
દાદાશ્રી : હા, એવું થઈ જાય. પ્રશ્નકર્તા : જ્યાં ઊભો છે એ મુંબઈ નથી, એની ખાતરી છે ને? દાદાશ્રી : હા, એવી ખાતરી છે. પ્રશ્નકર્તા : એટલે મુંબઈ તરફનું જવાનું ચાલુ રાખેને ! દાદાશ્રી : ના, એટલે પછી દેખાય એને, થોડું થોડું દેખાય મુંબઈ.
ભ્રાંત ભાવ અને પૌગલિક ભાવ ! પ્રશ્નકર્તા : એટલે આ અહંકાર અને આત્મા, બે અનાદિ તત્ત્વો સમજવાને ?
દાદાશ્રી : અનાદિ તત્ત્વ નહીં. પ્રશ્નકર્તા : કારણ કે અનાદિમાંનું જ કાર્યનું કારણ ફળ છે ને ?
દાદાશ્રી : ના, એ તો લાગે એવું. એ સનાતનમાં નથી જતું એ. રિલેટિવમાં જાય છે.
પ્રશ્નકર્તા : પરિવર્તનશીલમાં ? દાદાશ્રી : ના, રિલેટિવમાં. પ્રશ્નકર્તા : એનો ઈગ્લીંશ શબ્દનો એ અર્થ નથી થતો.
દાદાશ્રી : રિલેટિવ એટલે વિનાશી.
પ્રશ્નકર્તા : દાદા, વિનાશ તો કશાનો થતો નથી, બધું પરિવર્તન થાય છે.
દાદાશ્રી : હા, પરિવર્તન પણ પર્યાયો વિનાશ થઈ જાય છે અને સનાતન વસ્તુઓ છે તે સનાતન છે. એને કોઈ કશું કરનાર નથી. ઑલ ધીઝ રિલેટિવર્ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટસ્ એન્ડ યુ આર પરમેનન્ટ, શી રીતે મેળ પડે ?
પ્રશ્નકર્તા : દાદા આપે કહ્યું હતું કે આ અહંકાર આત્માના પર્યાયરૂપે ઊભો થયો અને આત્મા ફસાયો, તો અહંકાર તો પૌગલિક ભાવ કહેવાય ?
દાદાશ્રી : પહેલાં બ્રાંત ભાવ (વિભાવિક દશા) કહેવાય અને પછી પૌલિક ભાવ થાય.
પ્રશ્નકર્તા : પણ દાદા, શુદ્ધાત્માને ભ્રાંતિ થઇ ? ભ્રાંતભાવ કોને થાય ?
દાદાશ્રી : શુદ્ધાત્માના પર્યાયને, અવસ્થાને દબાણ થાય ને ! એટલે તને દબાણ થાય અત્યારે તારું મગજ બગડી જાય કે ના બગડી
જાય ?
પ્રશ્નકર્તા : બગડી જાય. દાદાશ્રી : એવું !
જરૂર, પર્યાયતી કે પાંચ આજ્ઞાતી ? આ ભાઈને પર્યાય ના સમજાયું તેથી કંઈ તે મોક્ષે નહીં જાય ? પ્રશ્નકર્તા : ચોક્કસ જવાના.
દાદાશ્રી : ત્યારે કહે, “મોક્ષે ના જાય', એવું નહીં થાય. કારણ કે જ્ઞાની પુરુષના આશ્રયથી જવાનું છે ! જાણવા જાય તો ઊલટાનું