________________
(૨.૨) ગુણ-પર્યાયના સાંધા, દેશ્યો સાથે !
૨૨૩
૨૨૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
પ્રશ્નકર્તા : એટલે અમુક અંશે જ્ઞાન સ્વરૂપ થયો છે, અમુક અંશે જ્ઞાન સ્વરૂપ થયો નથી અને ત્યાં સુધી પર્યાય સ્વરૂપ રહ્યો છે.
દાદાશ્રી : ત્યાં સુધી પર્યાય.
પ્રશ્નકર્તા : તો ત્યાં સુધી એ બિલીફો હજુ ખરી, એની પાસે સ્ટોકમાં ?
દાદાશ્રી : ત્યાં સુધી જેટલા પર્યાય શુદ્ધ થયા છે, એટલું એનું ઉપાદાન ગણાય છે, ઉપાદાન !
પ્રશ્નકર્તા : એટલા પર્યાય શુદ્ધ થયા હોય, તે વખતે ?
દાદાશ્રી : જેટલું શુદ્ધ થયું એટલું ઉપાદાન કહેવાય, આપણા જ્ઞાનના આધારે. પેલા (ક્રમિક) જ્ઞાન ઉપાદાનને જુદી રીતે સમજે. આપણે અહીં તો જેમ છે તેમ કહે ને ! કેવળજ્ઞાન ના થાય ત્યાં સુધી ઉપાદાન. આત્માએ કરીને શુદ્ધ, શાને કરીને શુદ્ધ, પર્યાયે કરીને ઉપાદાન.
પ્રશ્નકર્તા : અને એનું શુદ્ધત્વ ઉત્પન્ન કેવી રીતે થયા કરવાનું પછી ? જેટલી જાગૃતિ વધતી જાય, એટલી પર્યાયની શુદ્ધિ થાય ?
દાદાશ્રી : જેટલી વીતરાગતા, એટલું નવું કર્મ બંધાય નહીં. ઉપાદાન વીતરાગ રહે એટલું. એટલા છે તે એ પર્યાય (શુદ્ધ) થવાના.
પ્રશ્નકર્તા : શુદ્ધત્વ. એટલે એવી રીતે એમાં પુરુષાર્થ વચ્ચે રહે
ને આનંદ થાય. બધું થાય, જ્ઞાન સમજ પડે.
પ્રશ્નકર્તા : પછી સિદ્ધ ભગવાનને દ્રવ્ય, ગુણ ને પર્યાય હોય ? દાદાશ્રી : બધાને હોય.
પ્રશ્નકર્તા : પણ એમના બધા પર્યાય શુદ્ધ પર્યાય હોય, એટલે ખાલી જોવાનું ને જાણવાનું
દાદાશ્રી : બસ, એમનો પર્યાય શુદ્ધ અને ‘આ’ અહીં અશુદ્ધ પર્યાય થયેલા હોય, ભેળસેળવાળા હોય.
પ્રશ્નકર્તા : હું તો એવું સમજ્યો'તો કે સિદ્ધક્ષેત્રમાં શુદ્ધાત્મા સ્થિર થાય એટલે એને બીજું કશું હોતું જ નથી, પર્યાય-બર્યાય જેવું હોતું જ નથી એવો ખ્યાલ હતો મને.
દાદાશ્રી : ના, તો તો પછી એ વસ્તુ જ ના કહેવાયને ! એવું નથી, એમને પર્યાય હોય. અત્યારેય સિદ્ધ લોકોને (સિદ્ધોને) પર્યાય ખરા. અનંતા જોયોને જાણવામાં એ પર્યાય છે. સિદ્ધને પણ નિરંતર અવસ્થાઓ જોવાની હોય, ત્યાં ઊંઘવાનું ના હોય.
જડને જડ પર્યાય હોય, પુગલને પુદ્ગલ પર્યાય હોય ને ચેતનને ચેતન પર્યાય હોય, બધા પર્યાયવાળા હોય. દાડમડી જોઈ “આપણે”. આ તો જાણે કે દૃષ્ટિથી દેખાય એવી વસ્તુ છે, પણ દાડમડી કેવી રીતે ઉત્પન્ન થઈ, એનું મૂળ દ્રવ્ય શું? શેમાંથી ઉત્પન્ન થઈ ? કેવી રીતે ઉત્પન્ન થઈ ? એ બધું જે જોવામાં આવે, તેય આત્માનો ગુણ નથી. જ્ઞાન પ્રકાશ નામનો ગુણ નથી પણ આત્માનો પર્યાય છે, જ્ઞાન પર્યાય. એટલે (વિભાવિક) પર્યાય સિવાય દેખે નહીં બહાર, ગુણ છે તે દ્રવ્યને છોડે નહીં. એવું સહચારીપણું છે. દ્રવ્યની સાથે રહેનારા ગુણ છે, પર્યાય પરિણામી છે.
પર્યાય વિનાશી છે. એક કેરી જોઈ અને જોઈ રહ્યા એટલે બીજી કેરી જોઈ. એકનો વિનાશ થયો, એકનો ઉત્પાદ થયો. થોડો વખત ધ્રુવ ભાગ રહી. પછી ત્રીજી કેરી જોઈ.* *આપ્તવાણી-૩ પાના નં.૬૦ થી ૬૮- આત્મા- દ્રવ્ય-ગુણ-પર્યાય વિશે વિશેષ વિગત.
છે ?
દાદાશ્રી : (વીતરાગતા) એ જ પુરુષાર્થ છે, નહીં તો (રાગ-દ્વેષ હોય તો) કર્મ બાંધે છે, એને જ કહે છે.
સિદ્ધાત્માતેય પર્યાય ! પ્રશ્નકર્તા : (આપણા જ્ઞાન લીધેલા) મહાત્માઓ હોય, એને પર્યાયનો અનુભવ થયા કરે ?
દાદાશ્રી : બધાય અનુભવ થાય. ગુણનો એવો અનુભવ થાય