________________
(૨.૨) ગુણ-પર્યાયના સાંધા, દેશ્યો સાથે !
૨૨૧
૨૨૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
શુદ્ધ તો થયું, તો બીજું શું રહ્યું ? ત્યારે કહે કે પર્યાય છે ને, તે શુદ્ધ થવાનો બાકી છે !
પ્રશ્નકર્તા : મૂળ આત્મા, એ તો શુદ્ધ જ છે કહ્યું તો પર્યાય કોના બગડ્યા છે ? પર્યાય અશુદ્ધ કોના રહ્યા છે ?
દાદાશ્રી : અશુદ્ધ પર્યાય તો, એ જ્યાં અશુદ્ધ “એની’ (ફર્સ્ટ લેવલનો વિભાવ, હું) માન્યતા થઈ, પ્રતિષ્ઠિત થયો ત્યાંથી જ અશુદ્ધ થયા. ‘હું આ છું’ એમ માને, અશુદ્ધ પર્યાયને, તે જ પર્યાય ‘એના”. આ સંસારી આત્મા, કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી પર્યાય સ્વરૂપ.
પ્રશ્નકર્તા : કેવળજ્ઞાન ના થાય ત્યાં સુધી ‘પોતે’ પર્યાય સ્વરૂપ
દાદાશ્રી : એટલે પછી કહ્યું કે જ્ઞાન-દર્શન પર્યાય સ્વરૂપ આત્મા છે. શુદ્ધ છે, ખોટું નથી કહ્યું. જ્યાં સુધી બધા (વિભાવિક) પર્યાય સંપૂર્ણ શુદ્ધ ન થાય, ત્યાં સુધી પર્યાય છે, પછી પર્યાય જતાં રહે છે. અને અમારા સંપૂર્ણ પર્યાય થઈ જશે એટલે જ્ઞાનમાં જ, કેવળજ્ઞાન, બસ. (વિભાવિક) પર્યાય નહીં, કેવળ એટલે બીજું કાંઈ પણ નહીં.
પ્રશ્નકર્તા : જ્ઞાન સિવાય બીજું કાંઈ નહીં.
દાદાશ્રી : એટલે આ પર્યાય સંસાર અપેક્ષાએ આપેલા છે, સમજાયું ?
પ્રશ્નકર્તા : સંસારી આત્માની અપેક્ષાએ, એમ ?
દાદાશ્રી : પછી પર્યાયની જરૂર જ નથી ને ! અહીં જ પર્યાય હોય. કેવળજ્ઞાનના (વિભાવિક) પર્યાય ના હોય. બુદ્ધિ ખલાસ થઈ જાય એટલે પર્યાય ખલાસ થઈ જાય. “અમે' જે અમારી બુદ્ધિ ખલાસ થયેલી છે, એમ કહીએ છીએ, એ સર્વ રીતે નહીં. લોકોને સમજવા માટે કહીએ છીએ. એ બુદ્ધિના ફાંકા રાખતો હોયને, ફાંકો ઉતારવા માટે. બાકી અમારે જે ચાર ડિગ્રી છે, એ પર્યાય અશુદ્ધ છે, એટલે જ આ દશા છે.
પ્રશ્નકર્તા : એટલે એ શુદ્ધ પર્યાય થયા પછી મન હોય ? વાણી હોય અને દેહ હોય ? દેહ તો હોય ને ?
દાદાશ્રી : એ તો એના પોતાના સ્વભાવમાં છે, એ જુદી વસ્તુ છે. મૂળ આત્મા જે અંદર છે, એ પર્યાયને સમજતો નથી. એ તો દેહ છે ત્યાં સુધી જીવે. પણ ‘પેલો કેવળજ્ઞાન સ્વરૂપે હોય, નો ટચ અને આ (અજ્ઞાન દશામાં) સો ટકા ટચ. પેલું (કેવળજ્ઞાન દશામાં) નો ટચ.
પ્રશ્નકર્તા ઃ તો નો ટચ સ્થિતિમાં આ જે પુદ્ગલ રહ્યું, એ પુદ્ગલના પર્યાય તો જુએ ને ?
દાદાશ્રી : એ તો કેવળજ્ઞાન બધુંય જુએ પણ રાગ-દ્વેષ નહીં, વીતરાગતાથી એમને જોવું, એ જ્ઞાન એકલું જ હોય, બીજું કશું નહીં. અને હું સમજી જઉં કે શુદ્ધ જ્ઞાન છે. શુદ્ધાત્મા તને આપ્યો એટલે તમારું
દાદાશ્રી : હં, જ્ઞાન-દર્શન પર્યાય, બેઉ.
પ્રશ્નકર્તા: પણ આમાં શુદ્ધ અને અશુદ્ધ એ બેનું વિવરણ કેવી રીતે પડે છે ? એટલે કે શુદ્ધ પર્યાય સ્વરૂપે થયો કે અશુદ્ધ પર્યાય સ્વરૂપે રહ્યો, એ બેનું વિવરણ કેવી રીતે પડે છે ?
દાદાશ્રી : કષાય અને અકષાય. પ્રશ્નકર્તા : અકષાય સ્થિતિમાં પણ પર્યાય સ્વરૂપે હોઈ શકે છે? દાદાશ્રી : નહીં. પ્રશ્નકર્તા : ત્યારે અકષાય સ્થિતિમાં જ્ઞાન સ્વરૂપ થયો ? દાદાશ્રી : કેવળજ્ઞાન સ્વરૂપ ! પ્રશ્નકર્તા ઃ તો એ ત્યારે પર્યાય સ્વરૂપ ના રહ્યો કહેવાય ? દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : કષાય સ્થિતિમાંથી અકષાયી સ્થિતિ જતાં સુધી વચ્ચે ફેઝિઝ છે બધાં.
દાદાશ્રી : ફેઝિઝ છે.