________________
(૨.૨) ગુણ-પર્યાયના સાંધા, દશ્યો સાથે !
૨૧૯ પ્રશ્નકર્તા : પુલ (વિક્ત પરમાણુ) રૂપે જુએ, એટલે વિનાશીરૂપે જુએ એવી રીતે જ થયું ને ?
દાદાશ્રી : હા, એવી રીતે જ. પ્રશ્નકર્તા : પણ વિશેષતારૂપે ના હોય એમાં, સામાન્યભાવે હોય,
એવું ?
- દાદાશ્રી : મૂળ તો શુદ્ધાત્મા, એવું કશું જોવાનું એને પડેલી નહીં ને ! કેવળજ્ઞાન જ અને તે અવિનાશી. અને એટલે કહીએ, જગત નિર્દોષ છે, એ અમારું શુદ્ધ દર્શન છે. એ શુદ્ધ જ્ઞાનમાં આવવું જોઈએ.
પ્રશ્નકર્તા અને શુદ્ધ જ્ઞાનમાં આવે ત્યારે શું થાય ? દાદાશ્રી : સર્વજ્ઞ, પછી કંઈ દાવો કરવાનો રહ્યો જ નહીં ને !
પ્રશ્નકર્તા: અને જગત નિર્દોષ એ શુદ્ધ જ્ઞાનમાં આવે, ત્યારે જે શેયો ને દેશ્ય એને કેવું દેખાય ?
દાદાશ્રી : એ તો બધું શુદ્ધ જ દેખાય એને. આ તો પર્યાય બુદ્ધિને લઈને આવું દેખાય છે. તે જ શુદ્ધને પછી !
શુદ્ધતા પમાડે પૂર્ણતા ! પ્રશ્નકર્તા : આપણે એવું કહીએ છીએ કે દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, સવાંગ શુદ્ધ છું. જ્ઞાન-દર્શનાદિ ગુણો થકી ‘હું સંપૂર્ણ શુદ્ધ છું, સવાંગ શુદ્ધ છું અને પર્યાયથી પણ એટલે કે શેયોને જાણવામાં પરિણમેલી અવસ્થા... તો એ જોયો એટલે પર્યાય થકી પણ આપણે સંપૂર્ણ શુદ્ધ છીએ, સવાંગ શુદ્ધ છીએ ?
દાદાશ્રી : શુદ્ધ જ છીએ, પર્યાયથી.
પ્રશ્નકર્તા : પર્યાયથી પણ શુદ્ધ છીએ, કહીએ છીએ અને પર્યાયને શુદ્ધ કરવાના બાકી પણ છે, એ બે કેવી રીતે ?
દાદાશ્રી : પર્યાય શુદ્ધ ક્યાં સુધી ? તે (વિભાવિક આત્મા,
૨૨૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૧) વિભાવિક ‘હું') શુદ્ધ થતાં સુધી (વિભાવિક) પર્યાય રહે છે. પછી વિભાવિક પર્યાય જ રહેતાં નથી પણ સ્વભાવિક પર્યાય તો હોય જ.
પ્રશ્નકર્તા : એટલે ‘પોતે’ શુદ્ધ થતાં સુધી (વિભાવિક) પર્યાય હોય છે ?
દાદાશ્રી : હં, પછી તો જ્ઞાન જ હોય છે.
પ્રશ્નકર્તા : અને પર્યાય જો શુદ્ધ થઈ જાય તો ‘પોતે’ જ્ઞાન સ્વરૂપ થઈ ગયો ?
દાદાશ્રી : એક પર્યાય બાકી રહે ત્યાં સુધી કેવળજ્ઞાન ના થાય.
આત્મા એટલે ‘જ્ઞાન-દર્શન પર્યાય.” જ્ઞાન-દર્શન પર્યાય એટલે આત્મા. દ્રવ્ય સ્વરૂપે આત્મા જ કહેવાય. અને બીજો આ સંસારી આત્મા, કહેલું છે. કોને ? કારણ કે મૂળ આત્મામાં (વિભાવિક) પર્યાય હોય જ નહીં ને ! સ્વભાવિક પર્યાય જ હોય.
પ્રશ્નકર્તા : હા, દરઅસલ આત્મામાં (વિભાવિક) પર્યાય હોય નહીં.
દાદાશ્રી : જે અવિનાશી છેને, એમાં વિનાશી હોય નહીં. સ્વભાવિક (પર્યાય) હોય.
પ્રશ્નકર્તા : એટલે આ બધાએ જે વાત કરી છે તે આ આત્માના પર્યાયની વાત જ કરી છે. દરઅસલ આત્માની કોઈએ વાત કરી જ નથી ને, દાદા ?
દાદાશ્રી : અને કરે શી રીતે ? સમજાય નહીં ને આ. આ મોટા મોટા જ્ઞાનીઓ અક્ષરેય સમજી રહ્યા (શક્યા) નથી.
લોકોના વિચારો જાગતા નથી કે આત્મા પરમેનન્ટ છે અને જ્ઞાનેય પરમેનન્ટ છે અને પર્યાય એનાં...
પ્રશ્નકર્તા : પર્યાય વિનાશી છે.