________________
(૨.૨) ગુણ-પર્યાયના સાંધા, દશ્યો સાથે !
૨૧૭
૨૧૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
સ્વભાવ જેવું દેખાય એવું જ જુએ.
પ્રશ્નકર્તા : અવસ્થારૂપે હોય ? અવસ્થા સ્વરૂપને જોવું, એ પર્યાયોનું કામ ?
દાદાશ્રી : અવસ્થા સ્વરૂપને જુએ. એટલામાં જ્ઞાન અંતરાઈ રહે એટલામાં પર્યાયથી જુએ હ. અને પોતે જ્ઞાનમાં જુએ ત્યારે આખું કેવળજ્ઞાન સ્વરૂપ જ દેખાય.
પ્રશ્નકર્તા : જ્ઞાન અંતરાઈ રહ્યું હોય, એટલામાં એ પર્યાયરૂપે જુએ, એ જરા ફરીથી કહો.
દાદાશ્રી : કેવળજ્ઞાન પર્યાયરૂપે હોતું નથી. આ “જ્ઞાન” તો આત્માનો ગુણ કહ્યો સંસાર અર્થે, સંસારના સ્વભાવ માટે. આત્માનો મૂળ ગુણ વિજ્ઞાન સુધી જઈ શકે. કારણ કે આત્મા જે અવિનાશી છે, એમાં વિનાશી પદ હોય જ નહીં. સમજણ પડી ?
પ્રશ્નકર્તા: હં.
દાદાશ્રી : કોની પાસે આ “જ્ઞાન” મૂકવાનું છે? ત્યારે કહે, પર્યાયી લોકોને માટે આ જ્ઞાન મૂકવાનું છે. બાકી મૂળ સ્વરૂપે કેવળજ્ઞાન જ હોય.
દ્રવ્ય, ગુણ, પર્યાયોથી એકતા જ, આ ત્રણેવનું શુદ્ધિકરણ થઇ ગયું, તે થઇ ગયો પૂર્ણ શુદ્ધાત્મા. પણ આ કાળને લીધે પૂર્ણ કેવળજ્ઞાન થતું નથી. મને જ ૩૫૬ ડીગ્રીએ આવીને રહ્યું છે ને !
બુદ્ધિ, જડ કે ચેતત ? બુદ્ધિને દરેક ધર્મવાળાએ જડ કહી. અને જૈન ધર્મે ચેતન કહી. સાંભળવામાં આવેલું કોઈ દહાડો ? જૈન ધર્મય બુદ્ધિને ચેતન કહી છે, એવું?
પ્રશ્નકર્તા : એ બુદ્ધિ એટલે મતિજ્ઞાનમાં મૂકી છે ને ? દાદાશ્રી : જ્ઞાનમાં હોય જ નહીં ને !
પ્રશ્નકર્તા : મતિજ્ઞાન સ્વરૂપે કહેવાય ?
દાદાશ્રી : બુદ્ધિ એટલે અહંકારી જ્ઞાન અને આત્માના (વિભાવિક) પર્યાય એ અહંકારી જ્ઞાન.
પ્રશ્નકર્તા : આત્માના વિભાવિક પર્યાય એ અહંકારી જ્ઞાન ?
દાદાશ્રી : હા. અને સ્વભાવિક પર્યાયેય વસ્તુ જુદી છે, બહુ ઊંડી વાત છે. વાત કરાય નહીં અત્યારે. અહીંથી બીજા લોકો વાત જાણે અને ચૂંથણાં ચૂધ્યાં કરે. ‘પ્રકાશ સાધનોને નિચાર્યા, જ્ઞાન-દર્શન પર્યાયે” શાસ્ત્રકારોએ કહ્યું છે. દાદાએ પર્યાયની ના પાડી છે, શું વાત છે ? એટલે વાત ના કરીએ. વાતો જ લોકો લઈ જાય ને પછી ! કો'ક બોલી ઊઠે ને ! આવી કેટલીક વાતો અમે આપીએ નહીં, જે દુનિયાને નુકસાન કરે, એવી. એ અમારે એકલાને જ સમજવાનું અને પુસ્તકમાં, જૈન શાસ્ત્રમાં જોશો ત્યારે ખબર પડશે, તે વેદાંત એને જડ કહે છે, ફલાણો એને જડ કહેશે, પણ જૈન શાસ્ત્રો એને (બુદ્ધિને) ચેતન કહે છે.
પ્રશ્નકર્તા : એટલે દાદા, આપણે જેને નિશ્ચેતન ચેતન કહીએ છીએ તે જ ચેતનને ?
દાદાશ્રી : હા, તે જ નિચેતન ચેતન.
નિશ્ચય ચેતન કહીએ તે નહીં. નિશ્ચય ચેતન કહીએ છીએ ને ! એ તો આપણે આત્મામાં રહ્યા ત્યારે, એ તો જ્ઞાનમાં આવે. નિશ્ચયનો ડખો નથી. નિશ્ચયમાં ડખો નથી. નિશ્ચય ચેતન કહીએ તો નિશ્ચય બુદ્ધિ કહેવાય, પણ એવું નથી.
શુદ્ધ જ્ઞાનદશામાં દેખું શુદ્ધ જ ! એવું સમજવાનું છે કે પર્યાય એ વિનાશી છે અને જ્ઞાન અવિનાશી છે. પર્યાય વિનાશી ચીજો (ને વિનાશીરૂપે) જોઈ ના શકે. (વિનાશી સંબંધને સાચો માને, કાયમનો માને.) વિનાશીમાં વિનાશી જોવાની શક્તિ જો કેળવાય ત્યારે જ્ઞાન કહેવાય. બીજું તો છે એને એ રૂપે જુએ, પુદ્ગલને જુએ. બીજું કશું નહીં. પુદ્ગલ એટલે વિકૃત પરમાણુ.