________________
૨૧૫
૨૧૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૨.૨) ગુણ-પર્યાયના સાંધા, દેશ્યો સાથે ! અવિનાશી છે. કેવળજ્ઞાન પછી વિભાવિક પર્યાય હોતા નથી.
પોતે’ પર્યાય સ્વરૂપે વિનાશી છે અને જ્ઞાન સ્વરૂપે અવિનાશી છે. કેવળજ્ઞાન પછી ‘પોતે’ પર્યાય સ્વરૂપે હોતો નથી. થોડું ઘણું તમને સમજાય એવું છે ?
પ્રશ્નકર્તા : દાદા, થોડું સમજાય છે. દાદાશ્રી : મને બોલતાં ફાવતું નહીં. પ્રશ્નકર્તા : ના, પણ દાદા હવે હમણાં કષ્ટ ન લો.
દાદાશ્રી : હા, તે વાંધો નહીં એ તો. પણ ફોડ તો પૂરેપૂરો નીકળે. જે વાતો નીકળી, ફરી કોઈ વાર આવી વાત નીકળે નહીં. આત્મા વિનાશી કહેવાય નહીંને ! અને એના પર્યાય વિનાશી છે એટલે એ બુદ્ધિમાં જાય. એને બુદ્ધિ ગણી છે. અને તે જે બુદ્ધિથી આ દેખાય છે, એ બુદ્ધિ ક્યાંથી ઉત્પન્ન થઈ ? ત્યારે કહે, (વિભાવિક) આત્માના પર્યાયથી નીકળે છે. બુદ્ધિ વિનાશી છે અને વિનાશી માત્ર મૂળ સ્વરૂપમાં નથી. એ તો જ્યારે પર્યાયમાંય તમને શુદ્ધ દેખાય, ત્યારે મૂળ શુદ્ધાત્મા થયો કહેવાય. પર્યાયમાં કેવું દેખાવું જોઈએ ?
પ્રશ્નકર્તા : શુદ્ધ દેખાવું જોઈએ. પણ એ શુદ્ધ દેખાતી વખતે ‘આ સારું અને આ ખોટું', એવું પણ દેખી શકે છે ને ?
દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા ઃ નહીં ? ત્યાં સુધી અશુદ્ધ કહેવાય ?
દાદાશ્રી : એ જે કહ્યું કે, એમાં જેટલી કચાશ છે ‘અમારી’ (જ્ઞાની પદ), એટલા જ પર્યાય “મારે બગડેલા. એટલા પર્યાય શુદ્ધ થઈ જાય, તો અમારા જ્ઞાનના પર્યાય એકદમ ચોખ્ખા થઇ જાય. સમજાય એવું નથી ? વાંધો શું આવે ?
જાણીએ કે આટલા સુધી અશુદ્ધ છે.
પ્રશ્નકર્તા : આપે કહ્યું કે આટલા જ્ઞાનના પર્યાય અશુદ્ધ છે, તો એ શેના આધારે ? એટલે કઈ અશુદ્ધતા છે એમાં ?
દાદાશ્રી : એ અમારી દશા સંપૂર્ણ થઈ નથી, સંપૂર્ણ વીતરાગ. પર્યાય પણ વીતરાગ જોઈશે અને જ્ઞાનેય પણ વીતરાગ જોઈશે.
પ્રશ્નકર્તા ઃ પર્યાયમાં વીતરાગતા ક્યારે આવે ?
દાદાશ્રી : ચોખ્ખો થાય ત્યારે. બધાં કર્મોનો નિકાલ થઈ જાય. એ કર્મો કઈ જાતનાં પાછાં ? અંદર ચોખ્ખો થઈ જાય, પછી ઘણા કાળે છે તે બહાર ચોખ્ખો થાય. અમે કહીએને કે “અમે આત્માએ કરીને સંપૂર્ણ શુદ્ધ છીએ, જ્ઞાન કરીને સંપૂર્ણ શુદ્ધ છીએ, પર્યાયે કરીને ‘અમે’ અશુદ્ધ છીએ.
પ્રશ્નકર્તા : એટલે એ કર્મનો ઉદય આવે ત્યારે શુદ્ધતા પરિણામ પામે એવું ? ત્યાં સુધી એ બેલેન્સ રહેશે, પેન્ડિંગ રહેશે.
દાદાશ્રી : હા, પડી રહ્યા હોય ત્યાં સુધી ના થાય. એ (ભરેલો માલ) બહાર નીકળી જાયને, પછી પર્યાય શુદ્ધ થઈ જાય.
પ્રશ્નકર્તા અને એ પર્યાયને આપણે જોવાથી શુદ્ધ થઈ જાય ?
દાદાશ્રી : હા, પછી શુદ્ધ જ રહે છે. બીજું દેખાય નહીં. અશુદ્ધિ દેખાય નહીં. પર્યાયમાં ચંચળતા એ નાશ થઈ જાય. થોડું સમજાય છે ?
એમ કરતાં પર્યાયનું સ્વરૂપ જુદું થયું (શુદ્ધ થયું), હવે આત્માનું સ્વરૂપ કેટલું? એ જ્ઞાન અને પર્યાય.
પ્રશ્નકર્તા : આત્માનું સ્વરૂપ જ્ઞાન અને પર્યાય ? દાદાશ્રી : બસ. પ્રશ્નકર્તા : એ આત્માનું સ્વરૂપ ગણાય ? દાદાશ્રી : જ્ઞાનનો સ્વભાવ એવો કાયમનું રહેવું અને પર્યાયનો
બહુ ઝીણી વાત છે આ. આવી વાત જ ના કરાય. આ સામાન્ય વાત હોય આ. આ તો અમારે એકલાને જ જાણવાની વાત. અમે