________________
(૨.૨) ગુણ-પર્યાયના સાંધા, દેશ્યો સાથે !
૨૧૩
૨૧૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(વિભાવિક આત્માનું) (જ્ઞાની પદમાં) જ્ઞાન શુદ્ધ, પર્યાય શુદ્ધ નહીં.
પ્રશ્નકર્તા : જ્ઞાન શુદ્ધ અને પર્યાય શુદ્ધ નથી, છતાં એ જુએજાણે છે ?
દાદાશ્રી : હા. આ દાદાને જે છે તે વીતરાગતા. પર્યાયમાં પણ એમને રાગ-દ્વેષ નહીં આવવાના. છતાં પણ ‘આ સારું છે ને તે ખોટું છે એવું જાણે. એનાથી નીચેના ભાગમાં બુદ્ધિ જેવું પદ, એ હોય છે, જે પૌગલિક ગણાય છે. એમાંથી રાગ-દ્વેષ હલ થાય. (કારણ કે બુદ્ધિ જે જુએ-જાણે તેમાં અહંકાર ભળેલો હોય તો રાગ-દ્વેષ થાય) અને આ દેશ્ય શું છે ? એ તો એના ચાર ભાગ કરવા સારા. એક દ્રષ્ટા, બીજો દ્રષ્ટા, ત્રીજું દૃશ્ય અને ચોથું દશ્ય.
પ્રશ્નકર્તા : પછી બીજો શેય અને બીજા જ્ઞાતા, અને પહેલો જ્ઞાતા અને પહેલો શેય પણ કહ્યુંને ?
દાદાશ્રી : હા, જ્ઞાતા ને દ્રષ્ટા, એ બેઉ સાથે છે.
પ્રશ્નકર્તા : એટલે બે રૂપે જ્ઞાતા ને દ્રષ્ટા, બે રૂપે દૃશ્યો અને બે રૂપે જોયો.
દાદાશ્રી : બરોબર. જ્યારે શેયથી શુદ્ધતા આવી જાય છે (જ્ઞયમાં તન્મયાકારપણું છૂટે છે, શેયથી છૂટો થાય, શેયોનો વીતરાગતાથી જ્ઞાતા રહે એમ શેયોથી પોતાને શુદ્ધતા આવતી જાય છે), એટલે પાછો મૂળ સ્વરૂપ આવ્યો.
પ્રશ્નકર્તા : આ વાત જરા ફરીથી કહો.
દાદાશ્રી : શેયથી શુદ્ધતા આવી જાય એટલે ‘પોતે’ આખોય શુદ્ધ થઈ જાય, પર્યાય અને શેયથી. વિચારી જોજે, આ બહુ ઝીણી વાત છે.
પ્રશ્નકર્તા ઃ એક વખત એવી વાત નીકળી હતી, બે પ્રકારના શેયો અવસ્થા રૂપે છે અને એક પ્રકારનું શેય તત્ત્વ સ્વરૂપે છે.
દાદાશ્રી : એ તો આપણે ગણી જોયું, બાકી આમ બે ને બે ચાર
જ ગણાય. આત્માનું જ્ઞાન, એનો સ્વભાવ બગડતો નથી. જ્ઞાન વીતરાગ જ હોય છે. પર્યાય એકલા જ બગડે. કારણ કે જ્ઞાન છે તે પરમેનન્ટ છે અવિનાશી છે અને પર્યાય છે તે અવસ્થાઓ છે, એ વિનાશી છે. જે અવસ્થાવાળું જ્ઞાન અને બુદ્ધિ ગણાય છે. તે વિનાશી છે. એ વિનાશીમાં આ દેખાય છે બધું.
પ્રશ્નકર્તા : હવે, આપે એમ કહ્યું કે પહેલું દૃશ્ય પ્રતિષ્ઠિત આત્મા અને બીજું દૃશ્ય પ્રતિષ્ઠિત આત્માની ક્રિયાઓ, તો એને જે શુદ્ધ દેખાય છે એ શુદ્ધ દેખાવામાં...
દાદાશ્રી : બેઉં, બેઉ.
પ્રશ્નકર્તા : આ બન્ને દેખાયા કરે ? પ્રતિષ્ઠિત આત્મા ને એની ક્રિયાઓ. બે દ્રષ્ટા કીધા અને બે દેશ્ય કીધા, તો પહેલા દ્રષ્ટા પ્રતિષ્ઠિત આત્માને જુએ છે, એવું કહ્યું.
દાદાશ્રી : કયો આત્મા ?
પ્રશ્નકર્તા : પહેલો દ્રષ્ટા પ્રતિષ્ઠિત આત્માને જુએ છે, એટલે પ્રતિષ્ઠિત આત્મા પહેલું દૃશ્ય છે. અને પ્રતિષ્ઠિત આત્માની ક્રિયાઓ, એ બીજું દૃશ્ય છે અને બીજા દેશ્યને બીજો દ્રા એટલે પર્યાયો જુએ છે?
દાદાશ્રી : હા. અને પહેલો દ્રષ્ટા પ્રતિષ્ઠિત આત્માને જુએ છે.
પ્રશ્નકર્તા : તો જે શુદ્ધ દશા ઉત્પન્ન થઈ, ત્યારે એને આ બન્ને દેશ્યો હોય ?
દાદાશ્રી : એક જ દેશ્ય હોય. પ્રશ્નકર્તા : કયું ?
દાદાશ્રી : શુદ્ધ જ. શુદ્ધ અને અવિનાશી, શુદ્ધ વિનાશી હોય નહીં. શુદ્ધ તો અવિનાશી જ હોય હંમેશાં. એટલે શુદ્ધ ને એવી બધી અવિનાશી ચીજ જુએ, છયે તત્ત્વો.
વિભાવિક આત્મા પર્યાય સ્વરૂપે વિનાશી છે અને જ્ઞાન સ્વરૂપે