________________
(૨.૨) ગુણ-પર્યાયના સાંધા, દશ્યો સાથે !
શકે. અને પોતાના પર્યાય વગર વસ્તુ જ ના હોય. આત્માના સ્વતંત્ર પર્યાય હોઈ શકે નહીં એવું બોલાય નહીં. આત્માના પર્યાય ના હોય તો આત્મા જ જતો રહે. પછી ખલાસ થઈ જાય. કંઈ એકલું પુદ્ગલ કામ નહીં કરતું, બધી બહુ ચીજો છે ત્યાં. પણ અત્યારે તો એક આ પુદ્ગલને એકલાને જોશો એટલે બધી બહુ ચીજોને જોઈ શકાશે. જોવાજાણવાનો જેનો મુખ્ય ગુણ છે. અને ધંધો જ એનો જોવા-જાણવાનો,
નિરંતર આખો દહાડો. એટલે પર્યાય આખો દહાડો હોય જ.
બે-બે પ્રકારો, દ્રષ્ટા તે દૃશ્યોતા...
ચાર ભાગ-બે ભાગ દ્રષ્ટા અને બે ભાગ દૃશ્ય.
૨૧૧
પ્રશ્નકર્તા : દાદા, એ દ્રષ્ટાના બે ભાગ ક્યા અને દૃશ્યના બે ભાગ ક્યા?
દાદાશ્રી : દ્રષ્ટા મૂળ સ્વરૂપે રહે છે, દ્રષ્ટા સ્વરૂપે વીતરાગ અને બીજા દ્રષ્ટા ‘હું’, બુદ્ધિ છે તે ‘આને’ (પ્રતિષ્ઠિત આત્માના કાર્યોને) જુએ. પહેલું દૃશ્ય છે તે પ્રતિષ્ઠિત આત્મા, બીજું દૃશ્ય એનાં કાર્યો. બે પ્રકારનાં દૃશ્ય અને બે પ્રકારના દ્રષ્ટા.
બે પ્રકારના જ્ઞાતા અને બે પ્રકારના જ્ઞેય ! એટલે આત્મા (પ્રજ્ઞા, શુદ્ધાત્મા) અને આત્મા (વિભાવિક આત્મા, વિભાવિક ‘હું’)ના પર્યાય (તે બુદ્ધિ). અને આ પ્રતિષ્ઠિત આત્મા અને એના પર્યાય એ બે શેય છે. ભગવાન (મૂળ દ્રવ્ય)ને કશું ના થાય, પર્યાયમાં દેખાય.
પ્રશ્નકર્તા : દાદા, આપે જે દ્રષ્ટા બે કીધા ને, તેમાં દરઅસલ આત્મા એ મૂળ દ્રષ્ટા ?
દાદાશ્રી : શુદ્ધાત્મા.
પ્રશ્નકર્તા ઃ શુદ્ધાત્મા અને બીજો દ્રષ્ટા જે છે તે, આત્માના પર્યાયો
જે છે તે ને ?
દાદાશ્રી : એ (વિભાવિક આત્મા)ના પર્યાયો ઊભા થાય છે તે. “વધુ સત્સંગ માટે આપ્તવાણી-૧૩ (પૂ.), ચે.-૭ જોનાર, જાણનાર અને તેને જાણનાર.
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
આત્માના પર્યાયો છે, તે કોના પર્યાય જુએ છે ? પ્રતિષ્ઠિત આત્માના પર્યાયોને આ બધું મૂળ આત્મા ના જુએ. એને એમાં પડેલી નહીંને, વીતરાગ !
૨૧૨
પ્રશ્નકર્તા : એ વીતરાગ છે ?
દાદાશ્રી : હા. વીતરાગ તો આ (આત્માના પર્યાયો)ય ખરા, જે ‘આ રાગ છે' એવું જાણે અને ‘આ દ્વેષ છે’ એવું જાણે અને ‘ભગવાન’ (મૂળ આત્મા) પોતે વીતરાગ રહે. એમને એમાં રાગેય નથી ને દ્વેષય નથી.
પ્રશ્નકર્તા : પહેલો દ્રષ્ટા એ દરઅસલ આત્મા, એ શું જુએ છે ?
દાદાશ્રી : એ તો વીતરાગતા જ જુએ. એ રાગ-દ્વેષ કેવી રીતે જુએ ? એ રાગ-દ્વેષ એમાં છે નહીં, કશું છે નહીં. એમને તો આ ઉદયને આધીન જે બધું છે, તે જોયા કરે. એમને સારું-ખોટું ના હોય.
પ્રશ્નકર્તા : એટલે તત્ત્વ સ્વરૂપે જોયા કરે બધું ? દાદાશ્રી : તત્ત્વ સ્વરૂપેય જુએ ને અતત્ત્વનેય જુએ. પ્રશ્નકર્તા : અતત્ત્વને પણ જુએ ?
દાદાશ્રી : બન્નેને જુએ, પણ વીતરાગ.
પ્રશ્નકર્તા : અને બીજા દ્રષ્ટા કોણ છે ?
દાદાશ્રી : એ એના પર્યાય છે.
પ્રશ્નકર્તા : મૂળ આત્માના પર્યાય એ પણ દ્રષ્ટારૂપે જ રહે છે ? દાદાશ્રી : દ્રષ્ટારૂપે રહે, વીતરાગેય હોય પણ ‘આ ખોટું છે અને આ સારું છે' એવું જાણે, એટલે ત્યાં સુધી એ પર્યાયો બુદ્ધિના કહેવાય. (જ્ઞાન લીધા પછી અહંકાર નથી રહેતો, તેથી બુદ્ધિ જુએ, એમાં અહંકાર નહીં હોવાથી રાગ-દ્વેષ નથી થતાં.) મૂળ આત્માના પર્યાય પણ શુદ્ધ હોય છે. મૂળ આત્માનું જ્ઞાન શુદ્ધ, એના પર્યાય શુદ્ધ અને આ