________________
(૨.૨) ગુણ-પર્યાયના સાંધા, દશ્યો સાથે !
આપો તો કંઈ સમજાય ને કે આ આત્માનો પર્યાય.
દાદાશ્રી : પર્યાય શબ્દ આવે ને ? એ હજુ સ્વભાવના પર્યાય ના હોય આ, આ વિભાવના પર્યાય છે.
પ્રશ્નકર્તા : પણ સ્વભાવના પર્યાય કેવા હોય ?
૨૦૯
દાદાશ્રી : સ્વભાવના પર્યાય શુદ્ધ જ હોય.
પ્રશ્નકર્તા : હા, પણ એમાં કંઈ વિવિધતા હોય કે એક જ પ્રકાર હોય ?
દાદાશ્રી : એમાં વિકલ્પ ભાવ હોય નહીં ને ! પેલી માન્યતાઓ
ના હોયને ! સ્વભાવથી જ હોય અને આ તો માન્યતાઓ બધી, વિકલ્પો. સંકલ્પ-વિકલ્પ. (બધું વિભાવના પર્યાયમાં હોય.)
પ્રશ્નકર્તા : પુદ્ગલ પર્યાય તો સમજાય પણ આત્માના પર્યાય કેવા હોય ? એ દાખલો આપીને સમજાવો.
દાદાશ્રી : સૂર્યનું જે તેજ, અજવાળા નામનો ગુણ છે એ એનો ગુણ કહેવાય. કિરણો છે એ પર્યાય છે. એનો જે ગુણ છે, એ કાયમનો રહે. અને આ પર્યાય છે તે પાછા ઊડીયે જાય. પર્યાય વિનાશી છે.
પ્રશ્નકર્તા : પણ આમાં તો અજવાળાનાં કિરણ હોય છે, તો આત્મામાં જ્ઞાન-દર્શનના પર્યાય કેવા હોય ?
દાદાશ્રી : એ જ્ઞાન એ પ્રકાશ છે. અને જ્ઞાન થકી જાણવું એ પર્યાય છે. જાણવું-જોવું એ બધા પર્યાય. જે મૂળ સ્વભાવ છે એ કાયમનો હોય અને પર્યાય તો બદલાયા કરે, જે જાણવું-જોવું બદલાયા કરે એ એનું નામ પર્યાય કહેવાય.
પ્રશ્નકર્તા : પણ શેય જે જાણવાનું અને જોવાનું છે, એ જ્ઞેય તો પૌદ્ગલિક છે, તો એમાં આનો પર્યાય ક્યાં ગણાય ?
દાદાશ્રી : પણ એ જ્ઞાનને પર્યાય છે. જ્ઞાનના પર્યાયથી ‘તમે’ શેયને જાણી શકો. એ પર્યાય પછી નાશ થઈ જાય અને જે જ્ઞાન છે
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
એ કાયમને માટે રહે, એ ગુણ છે આત્માનો. જ્ઞાન અને દર્શન એ બે કાયમના ગુણો છે. કેટલાયે બીજાં ગુણો છે એવા કે જે કાયમના છે.
૨૧૦
પ્રશ્નકર્તા : આ પુદ્ગલને અનુલક્ષીને જે પર્યાય ઉત્પન્ન થાય છે એ તો સમજાયું. પણ કે આત્માના સ્વતંત્ર પોતાના પર્યાયો ખરા કે જે ક્યાંય પુદ્ગલની જોડે સંબંધમાં નથી આવતા ?
દાદાશ્રી : સ્વતંત્ર પર્યાય સિવાય આત્મા હોય નહીં.
પ્રશ્નકર્તા : પુદ્ગલ ના હોય તો આત્માના પર્યાય જ ના હોય
ને ?
દાદાશ્રી : એટલે આ આત્માના ગુણ અને પર્યાય તો હોય જ, નહીં તો આત્મા જ હોય નહીં. એ માન્યતા જ રોંગ પછી. શેમાં લખેલું છે આવું ? પ્રશ્ન જ ના હોય આવો. પુદ્ગલ ના હોય એટલે ? પુદ્ગલ ના હોય, તો બીજું હોય, ત્રીજું હોય, પણ આ જે જોવા-જાણવાની ક્રિયા છે, ગુણ એ વપરાયા વગર રહે નહીં, નિરંતર ચાલુ. સિદ્ધક્ષેત્રમાંય વપરાયા કરે નિરંતર, ચોવીસેય કલાક. એ આત્માને આપણે શ્રદ્ધેલો કામનો, નહીં તો પછી જે આત્મામાં આપણે પર્યાય ના સમજીએ ને, તો એ શ્રદ્ધા ખોટી છે. આત્મા દ્રવ્ય, ગુણ અને પર્યાય સહિત જ હોય.
પ્રશ્નકર્તા : એટલે સિદ્ધક્ષેત્રમાંય પર્યાય ખરા ?
દાદાશ્રી : બધેય પર્યાય. જ્યાં આત્મા છે ત્યાં ગુણ અને પર્યાય, બેઉ સાથે હોય.
પ્રશ્નકર્તા : પુદ્ગલની જોડે ક્યાંય સંબંધ લાગુ પડતો નથી એવા આત્માના સ્વતંત્ર પર્યાયો કયા ?
દાદાશ્રી : હોય, બધાય પર્યાયો જ હોય ને !
પ્રશ્નકર્તા ઃ દાખલો આપી શકાય ?
દાદાશ્રી : બધા દાખલા છે ને ! પર્યાય હોય, તે પુદ્ગલ છે એને જોયા વગર રહે જ નહીં. પુદ્ગલ સિવાય બીજી વસ્તુઓ જોઈ