________________
(૨.૨) ગુણ-પર્યાયના સાંધા, દૃશ્યો સાથે !
૨૦૭
૨૦૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
આત્મા અને દેહને છૂટા પાડી આપીએ છીએ, તો આ બંનેને જુદો પાડનારો જુએ છે કોણ ?
દાદાશ્રી : બે વસ્તુ છે જોનારી. એક તો પ્રજ્ઞા છે અને પ્રજ્ઞાનું કામ પૂરું થઈ ગયા પછી આત્મા છે. આત્મા જ્ઞાયક તરીકે રહે છે. પ્રજ્ઞાથી માંડીને આત્મા સુધીનો જોનાર છે. પ્રજ્ઞાનું કામ પૂરું થાય એટલે આત્મા પોતે, જ્ઞાયક તરીકે થઈ જાય છે.
પ્રશ્નકર્તા: એટલે આ જોવું-જાણવું જે કીધું આત્માનું, એ દ્રવ્યોને જાણે ?
દાદાશ્રી : હં !
પ્રશ્નકર્તા : એ દ્રવ્યને, દ્રવ્યના ગુણધર્મ અને દ્રવ્યના પર્યાયને કેવી રીતે જાણે, એમાં શું શું જોઇ શકે ? એનો એક્કેક્ટ દાખલો આપોને !
દાદાશ્રી : આ કોના ગુણધર્મ છે એ બધું જાણે. પુદ્ગલના ગુણધર્મ છે કે ચેતનના ગુણધર્મ છે. પછી બીજા ગુણધર્મેય જાણે બધા. આકાશના ગુણધર્મ શું છે એ બધું જાણે. પછી કાળના શું ગુણધર્મ છે એ જાણે.
ફેર, પ્રજ્ઞા અને પર્યાયમાં ! પ્રશ્નકર્તા : આત્માનો પર્યાય એટલે એવો એક દાખલો બતાવો કે ખ્યાલ આવે કે આ આત્માનો પર્યાય કહેવાય.
દાદાશ્રી : આ તમે છે તે ચંદુભાઈની ભૂલ જોઈ લો છો ને, એ ભૂલ પછી ફરી દેખાય છે ?
પ્રશ્નકર્તા : ના, એ પછી ના દેખાય.
દાદાશ્રી : પછી ના દેખાય, એટલે એનું નામ પર્યાય કહેવાય. આત્માની સાથે જે કાયમ રહે એ છે તે જ્ઞાન કહેવાય, ગુણ કહેવાય. અને જે અવસ્થા પૂરતું રહે, તત્પરતું એ પર્યાય કહેવાય. જે જ્ઞાન
પોતાના દોષને દેખાડે છે, એ જ્ઞાન નથી, પણ એ જ્ઞાનનો પર્યાય છે.
પ્રશ્નકર્તા : આ પ્રજ્ઞા છે તે પર્યાય કહેવાય ?
દાદાશ્રી : ના, પ્રજ્ઞા એ તો વસ્તુ જ જુદી છે. એ પર્યાય નહીં. પર્યાય તો કોનું નામ કહેવાય, આવીને જતો રહે તરત, અવસ્થા બિલકુલ ટૂંકી હોય.
આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે. પણ એનો પ્રકાશ ઉત્પન્ન થાય. એમાં બધું દેખાય એ અવસ્થાઓ છે. આ જોયું, તે જોયું, બધું જો જો કર્યા કરે છે, પણ તે જોયા પછી એક પૂરું થયું, બીજું જુએ, ત્રીજું જુએ. એ અવસ્થાઓ કેવી હોય ? ઉત્પન્ન થાય, થોડો વખત ટકે, (ટકે એનો અર્થ ધ્રુવ નથી કારણ કે અવસ્થા ટકે ત્યારે તેમાં સૂક્ષ્મતાએ પરિવર્તન તો ચાલુ જ હોય છે.) અને પાછું લય થાય. ઉત્પન્ન થાય, થોડો વખત ટકે ને લય થાય. અને લય થાય તો પાછી બીજી અવસ્થા ઉત્પન્ન થાય. એ નિરંતર ચાલ્યા જ કરવાનું, પુદ્ગલમાંય એવું. પુદ્ગલના પર્યાય તમને દેખાય બધા. પેલા તમને બહુ જલદી ના સમજાય. અત્યારે બધું (વિભાવિક) આત્મા જે જુએ છે બહાર, તે બધા પર્યાય છે. એના ગુણ છે તે કાયમના હોય, પર્યાય ટેમ્પરરી હોય.
પ્રશ્નકર્તા : પણ આત્માના તો અનેક પર્યાયો હોય, અસંખ્ય પર્યાયો હોય ?
દાદાશ્રી : આત્માના અસંખ્ય નહીં, નર્યા અનંત પર્યાય હોય. એની ગણતરી હોય નહીં ને !
પર્યાય વિતા, નહીં આત્મઅસ્તિત્વ ! પ્રશ્નકર્તા: પણ આત્માના પોતાના પર્યાય જે છે એ કંઈ જુદા જ હોય કે આ પુદ્ગલની સાથે જ લાગુ પડેલા હોય ?
દાદાશ્રી : (આત્માના) સ્વભાવની સાથે હોય. પ્રશ્નકર્તા : હા, પણ એ તો આત્માના પર્યાય, એનો કંઈ દાખલો