________________
[૨]
ગુણ-પર્યાયતા સાંધા, દૃશ્યો સાથે !
ભેદ, બુદ્ધિથી જોવામાં તે પ્રજ્ઞાથી જોવામાં !
પ્રશ્નકર્તા : હું જ્ઞાતા-દ્રષ્ટા થઈને જોવાનો પ્રયત્ન કરું છું, તે ઘડીએ પણ બુદ્ધિ જોતી હોય એમ લાગે છે.
દાદાશ્રી : એ ખરું કહે છે. બુદ્ધિ જ જુએ છે (રિયલ) જ્ઞાતાદ્રષ્ટા તો બુદ્ધિય ન પહોંચે ત્યાં શરૂ થાય છે.
આ બધી શેય વસ્તુનો જ્ઞાતા-દ્રષ્ટા ‘હું’ નથી લાગતો, પણ આ બુદ્ધિ લાગે છે. પણ આ બુદ્ધિનો જ્ઞાતા-દ્રષ્ટા કોણ ? આત્મા. ‘એવું લાગે છે' ત્યારે દ્રષ્ટા તરીકે જોયું અને ‘જાણવામાં આવે છે' ત્યારે જ્ઞાતા તરીકે જાણ્યું.
પ્રશ્નકર્તા : એટલે આ આખા દિવસનું જોવાની પ્રક્રિયા હતી તો એને જોનારો જે છે, એને પણ જોનારો બીજો હોય છે એમ ? તો પહેલો જોનારો કોણ છે ?
દાદાશ્રી : એ છે તે ઉપાદાન કહો, બુદ્ધિ કહો કે અહંકાર કહો, ને તેને પણ જોનારો એ આત્મા. જોનારનેય જાણે.
પ્રશ્નકર્તા : તો આમાં પ્રજ્ઞા ક્યાં આવી ?
દાદાશ્રી : એ જ પ્રજ્ઞાને ! મૂળ આત્મા તો મૂળ આત્મા જ છે. પ્રશ્નકર્તા : એ ડિમાર્કેશન કેવી રીતે ખ્યાલ આવે કે આ બુદ્ધિનું જોવા-જાણવાનું છે અને આ ‘પોતાનું’ જોવા-જાણવાનું છે ?
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
દાદાશ્રી : બુદ્ધિનું તો આમ આંખે દેખાય તે જ જોવા-જાણવાનું અથવા કાનથી સંભળાય તે, જીભથી ચખાય તે, એ બુદ્ધિ બધી.
૨૦૬
પ્રશ્નકર્તા : એટલે આ ઈન્દ્રિયનું થયું પણ બીજું બધું પણ અંદર ચાલતું હોય ને બુદ્ધિનું દેખાવાનું કે આ પક્ષપાતી છે, આવા છે, તેવા છે એ બધું પણ બુદ્ધિ જ જુએ ને ?
દાદાશ્રી : આ બધું જુએ, એ બુદ્ધિનું જ. અને આત્માનું જ્ઞાનદર્શન તો જોવું ને જાણવું એ જુદી વસ્તુ છે. દ્રવ્યોને જુએ-જાણે, દ્રવ્યના ગુણને જાણે, એના પર્યાયને જાણે, એ બધું જાણવું-જોવું, એનું નામ આત્મા. અગર તો મનના બધા પર્યાયને જાણે. બુદ્ધિ તો મનના પર્યાય અમુક હદ સુધી જ જાણી શકે, જ્યારે આત્મા મનના બધા જ પર્યાયને જાણે. બુદ્ધિને જાણે, પરિસ્થિતિને જાણે. અહંકારના પર્યાયો જાણે, બધું જ જાણે. જ્યાં બુદ્ધિ ના પહોંચે, ત્યાં પછી એનું (આત્માનું) ચાલુ થાય.
પ્રશ્નકર્તા : અને જે ચંદુભાઈને જુએ છે એ બુદ્ધિ ?
દાદાશ્રી : એ બુદ્ધિ જુએ અને બુદ્ધિને જુએ છે તે આત્મા. બુદ્ધિ શું કરી રહી છે, મન શું કરી રહ્યું છે, અહંકાર શું કરી રહ્યો છે, બધાને જાણનાર તે આત્મા. આત્માની આગળ પરમાત્માપદ રહ્યું. શુદ્ધાત્મા થઈ ગયો તે પરમાત્મા ભણી ગયો અને પરમાત્મા થયો તેને કેવળજ્ઞાન થઈ જાય. અગર તો કેવળજ્ઞાન થયું તે થઈ ગયો પરમાત્મા. ફૂલ (પૂર્ણ) થયો, નિર્વાણપદને લાયક થઈ ગયો. એટલે જોવા-જાણવાનો ઉપયોગ રાખવો જોઈએ, આખો દિવસ.
પ્રશ્નકર્તા : આ પુદ્ગલની બધી વસ્તુ જે જુએ છે એ જોવાની બધી જે ક્રિયા છે, એ બુદ્ધિક્રિયા છે કે જ્ઞાનક્રિયા છે ?
દાદાશ્રી : એ આમ તો પ્રજ્ઞાના ભાગમાં જ જાયને ! અહંકાર અને બુદ્ધિની ક્રિયાથી થોડું સમજ પડે, બાકી પ્રજ્ઞા સિવાય ના સમજ પડે.
પ્રશ્નકર્તા : આપ કહો છોને કે અમે જ્ઞાન આપીએ એટલે