________________
(૨.૧) પરિભાષા, દ્રવ્ય-ગુણ-પર્યાય તણી !
૨૦૩
૨૦૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
એમાંથી વિજ્ઞાન ઊભું થાય અને એનાથી મુક્તિ ઊભી થાય, બધું આમ જોડે જોડે થયા જ કરે. જુદા બન્નેતા પર્યાય, સંગદોષ અને એબ્સોલ્યુટતા !
પ્રશ્નકર્તા : પહેલો જે પર્યાય ઊભો થઈને આપણને જોવામાં આવ્યો, કર્મફળરૂપે જ પર્યાય હોય છે, તો એ કર્મ ક્યારે બંધાયા ?
દાદાશ્રી : કર્મનો ક્યાં સવાલ છે ? પર્યાય એ કર્મ નથી. ઇટર્નલ વસ્તુ કોનું નામ કહેવાય ? કોઈ પણ વસ્તુ ટર્નલ હોય તો એની અંદર ગુણ હોવા જ જોઈએ. ગુણ પરમેનન્ટ છે અને પર્યાય વિનાશી છે. આ રીતે આ જગત ઊભું થયેલું છે.
પ્રશ્નકર્તા એને માટે આ લોકોએ એબ્સોલ્યુટ શબ્દ વાપર્યો ?
દાદાશ્રી : તે એબ્સોલ્યુટ વસ્તુ જુદી છે અને એબ્સૉલ્યુટ જે છે ને, એય પર્યાય સહિત છે. પણ એના પર્યાય પછી જુદા હોય છે, આ પર્યાય જુદા છે. આ સંગદોષ પર્યાય છે. અનાત્માના સંગદોષથી તો આ પર્યાય છે. આ સંગ છુટ્ટો પડ્યા પછી પર્યાય પેલા ચોખ્ખા, ક્લિયર રહે છે.
હવે આ કહે છે કે શેના આધારે આ બધું ચાલી રહ્યું છે ? તો નિયતિના આધારે. આ પ્રવાહની પેઠે વહી રહ્યું છે અને અનાદિથી પ્રવાહ વહ્યા જ કરે છે. હવે આમાં બુદ્ધિ શી રીતે કામ કરે ?
આત્માઓ અનંત છે અને પુદ્ગલ એટલે પરમાણુ અનંત છે અને આમ સમરણમાં છે. એટલે બે સાથે થયા એનો સંગદોષ લાગ્યો છે. એ સંગદોષથી આ ઉત્પન્ન થયું ત્યારે સંગ તો છે, જ્યારથી છે ત્યારથી સંગદોષ છે. એટલે આ ઇટર્નલને શરૂઆત ન હોય.
પ્રશ્નકર્તા : આપ હમણાં જ બોલ્યા કે ઉત્પન્ન થયું છે ?
દાદાશ્રી : શબ્દ તો બોલવો પડે તમને સમજવા માટે કે ભઈ, તમને દેખાય છે તે શેના આધારે ? આ સૂર્ય આપણે સવારમાં ઊગે છે. ત્યાં ઊગ્યો કહેશે, અહીં આથમ્યો છે, ઇસ ધેટ ફેક્ટ ?
પ્રશ્નકર્તા : ના, એ તો દેખાય છે.
દાદાશ્રી : તારી સમજણમાં દેખાય કે નહીં ? એવું જ છે આ. અમને બધું દેખાય કે આવું કશું છે નહીં આ બધું. પેલાને ત્યાં એમ જ દેખાય કે સુર્ય ઊગ્યો અને આથમ્યો. એટલે એ લોકો માટે બરોબર છે, એને જેવું દેખાય છે, એવું એ બોલે છે. સૂર્યને એવું દેખાતું હશે ? સૂર્યને શું દેખાતું હશે ?
પ્રશ્નકર્તા : સૂર્યની જગ્યાએ જઈને જુએ તો ઊગ્યો નથી ને આથમ્યોય નથી એમ આવે ને જવાબ ?
દાદાશ્રી : હં. ઊગ્યોય નથી ને આથમ્યોય નથી. ઘણી ચીજો એવી છે કે જે પોતાની દૃષ્ટિ બહારની છે, આ બુદ્ધિની બહારની છે.
પ્રશ્નકર્તા : એટલે બિગીનીંગલેસ, એન્ડલેસ. (શરૂઆત વગરનું, અંતહીન) આ બે વાક્યો ?
દાદાશ્રી : એન્ડલેસ, બસ. પણ આ વાત સમજવા જેવી છે.
પ્રશ્નકર્તા : ના, મને તો આ અનંતીના નિયમનું સમાધાન જોઈએ છે.
દાદાશ્રી : બધા નિયમનું સમાધાન છે. પણ નિયમનું સમાધાન પદ્ધતસર સમજીને હોવું જોઈએ. જેમ આ સૂર્યના જેવું થાય છે. દરેક લોકો કહે છે, ઊગ્યો ને આથમ્યો.
આત્મામાં એવા ગુણ છે, અનાત્મામાંય એવા ગુણ છે. ઉત્પન્ન થવું, વિનાશ થવું, ધ્રુવતા છોડવી નહીં. આ કાળ તત્ત્વમાંય એવા ગુણ છે. આ કાળ જે છે ને, ઉત્પન્ન થવું, વિનાશ થવું, ધ્રુવતા છોડતું નથી. આકાશમાંય એવા ગુણ છે. આકાશમાં ઉત્પન્ન થવું, વિનાશ થવું, ધ્રુવતા છોડતો નથી.