________________
(૨.૧) પરિભાષા, દ્રવ્ય-ગુણ-પર્યાય તણી !
૨૦૧
૨૦૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
પ્રશ્નકર્તા : પણ આમ વૈજ્ઞાનિક રીતે જોઈએ તો પુદ્ગલના જે પર્યાય છે અને આત્માના પર્યાય છે એ બેમાં ઘણો તફાવત કહેવાય. એ બેની સરખામણી થાય નહીં.
દાદાશ્રી : આ ચેતન છે ને આ જડ છે.
પ્રશ્નકર્તા : હવે જડના જે પર્યાયો છે એની સરખામણીમાં આ જે ચેતનના જે પર્યાયો છે એ કેવા જતા હશે અને કેવી રીતે એની અસરો થતી હશે ?
દાદાશ્રી : કશું અસર નહીં થાય. પેલા દેશ્ય રૂપે છે અને આ દ્રષ્ટા રૂપે છે, એકના એક જ જાતના. પેલા જોય રૂપે છે અને આ જ્ઞાતા રૂપે છે. ફિલ્મમાં જડ વસ્તુ આવે અને જોનાર ચેતન હોય. અને વસ્તુ તો એક જ ને બેઉ સ્પર્શ એક જ જાતનાને ! જો આત્માના પર્યાય ના બદલાતા હોય તો જ્ઞાતા-દ્રષ્ટા શી રીતે થાય ‘પેલો’ ? દૃશ્ય બદલાયા કરે એટલે પછી આત્માના પર્યાય બદલાય.
પ્રશ્નકર્તા: આત્માના પર્યાય અને અવસ્થા બે એક જ કહેવાય ?
દાદાશ્રી : બધું એક જ. એ અવસ્થા એટલે ફેરફાર થયો. પેલું દેશ્ય જે જોયું તે દ્રષ્ટા બદલાયા કરવાનો, એટલે આત્માને એ જોવાપણું બદલાયા કરવાનું. પણે બીજું દૃશ્ય આવીને ઊભું રહ્યું હોય તો આત્મા બીજું દૃશ્ય જુએ. શેયે ફેરફાર થાય અને આ જ્ઞાતાય ફેરફાર થાય.
પ્રશ્નકર્તા : એટલે આત્માના પર્યાયને અવસ્થા કહી શકાય ?
દાદાશ્રી : અવસ્થા શબ્દ હોય જ નહીં, આ તો બધું પર્યાય હોય પણ આ તો પર્યાય તમને સમજ પડે નહીં, માટે અવસ્થા શબ્દ બોલવો પડે છે.
છું તોય નહીં સમજાતું. એ તો બહુ જ ઊંડી, બહુ ઝીણી વાત છે.
પ્રશ્નકર્તા : હવે થોડું ઘણું સમજાવોને, દાદા. એટલે અમને સમજણ પડે.
દાદાશ્રી : ના, એ બુદ્ધિમાં નથી ઊતરે એવી. એટલે આ અમે તમને કહીએ ને, એ તમને બુદ્ધિથી જેટલું સમજાય એટલું સમજો.
પ્રશ્નકર્તા : પણ આત્માના પર્યાય એ જ નિજઅવસ્થા કહેવાય ?
દાદાશ્રી : ના, ના, પર્યાય એકલી નિજઅવસ્થા ક્યાંથી ? એ તો ગુણ, દ્રવ્ય ને પર્યાય ત્રણેવ સાથે હોય એને નિજઅવસ્થા કહેવાય. સાથે ના હોય તો એ તત્ત્વ જ ના કહેવાય. દરેક તત્ત્વને ત્રણેવ સાથે હોય. જડ તત્ત્વને, ચેતન તત્ત્વને, બધાને હોય, નહીં તો તત્ત્વ જ ના કહેવાય. એટલે દરેક તત્ત્વ વ્યવહારથી વિનાશી છે અને નિશ્ચયથી બધા અવિનાશી છે.
એટલે આ બધી બહુ ઝીણી વાતો, બહુ ઊંડા ઉતરવું એના કરતાં આપણને દાદાએ કહ્યું એ જ્ઞાતા-દ્રષ્ટા રહેવું અત્યારે. જ્ઞાતા-દ્રા શેમાં રહો ? ત્યારે કહે, આ ચંદુભાઈનું જે ચાલે છે એ જોયા કરવાનું. આ ઝીણું કાંતવા જતાં તો ભૂલા પડી જઈએ. એટલે આ જાડું શીખવાડ્યું છે એ રીતે સારું છે. જ્ઞાતા-દ્રષ્ટા, શેય આવ્યું કે જ્ઞાતા ઊભો થયો. દેશ્ય આવ્યું કે દ્રષ્ટા ઊભો થયો. શેય અને દેશ્ય અનેક હોય. શૈય અને દેશ્ય બદલાયા જ કરે, વારેઘડીએ. ધર્માસ્તિકાય એટલે કે ગતિસહાયક તત્ત્વય બદલાયા કરે, પેલા બીજા સનાતન તત્ત્વોય બદલાયા કરે. દરેક તત્ત્વો પરિવર્તન થયા કરે. આ બુદ્ધિ સાથે ઊંડા ઉતરવા જતાં વિકલ્પમાં ઘૂસી જાયને તો પછી ખરડાય ઊલટો, ડાઘ પડે. એના કરતાં આજ્ઞામાં રહેવું.
પ્રશ્નકર્તા : ના, બરોબર છે. એ વાત ખરી છે.
દાદાશ્રી : અર્જુનને જે જ્ઞાન પ્રાપ્ત થયું હતું, તે જ્ઞાન મેં તમને આપ્યું છે, ક્ષાયક સમકિત. એટલે આ આત્માની ઉપર જે પ્રતીતિ બેઠી. તે ખસે જ નહીં. અમારી આજ્ઞા પાળને એટલે પ્રતીતિ રહે. પછી
પ્રશ્નકર્તા : તો અવસ્થા શબ્દ જ ખોટો છે ?
દાદાશ્રી : ના, ના, અવસ્થા તમને સમજવા માટે કહેવું પડે, જાડી ભાષામાં. તમને પર્યાય સમજાય નહીં. પર્યાય તો તમને હું કહું