________________
૧૯૯
૨
)
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૨.૧) પરિભાષા, દ્રવ્ય-ગુણ-પર્યાય તણી ! રોંગ છે કે ‘હું ચંદુભાઈ છું', એનું વર્તન રોંગ છે અને એનું જ્ઞાન રોંગ છે. જેની માન્યતા, વર્તન અને જ્ઞાન એ જો ફેક્ટ હોય તે ફેઝા સ્વરૂપ ના કહેવાય, તે મૂળ સ્વરૂપ કહેવાય.
જેમ આ ફેઝીઝ ઑફ મૂન છે, એવું આ આત્માના ફેઝીઝ છે, એ જ પર્યાય છે. એ ફેઝીઝ પૂરા થાય એટલે પૂનમ થાય.
તત્વથી શૂન્ય, પર્યાયથી પૂર્ણ ! પ્રશ્નકર્તા: ‘આત્મા પર્યાયે કરીને પૂર્ણ છે અને સ્વભાવે કરીને શૂન્ય છે” એ કેવી રીતે ? એ જરા સમજવું છે.
દાદાશ્રી : આ પૌગલિક પર્યાય છે ને, એના આધારે પૂર્ણ છે અને સ્વભાવે સંકલ્પ-વિકલ્પ રહિત છે, સ્વભાવે શૂન્ય છે.
પ્રશ્નકર્તા : હા, પણ આમાં પુદ્ગલની વાત કેવી રીતે આવે છે ? આત્માના જે પર્યાય છે, એ પુદ્ગલને જ્ઞાતા-દ્રષ્ટા રૂપે જુએ છે. એટલે?
દાદાશ્રી : પર્યાય તે, અહીં પુદ્ગલને લાગુ થાય છે. કારણ કે સ્વભાવ પછી આવે છે. સ્વભાવમાં બધું શૂન્ય હોય, એટલે ત્યાં પર્યાયબર્યાય બધું શૂન્ય હોય.
શેયમાં જોયાકાર પરિણામ તે પર્યાય, તેથી પૂર્ણ છે અને તત્ત્વથી શૂન્ય છે. અનંત શેયોથી અનંતા પર્યાય ઊભા થાય છે, તે જાણવામાં પૂર્ણ છે, પણ તે કેવળજ્ઞાન થાય ત્યારે.
તત્ત્વથી શૂન્ય છે, પર્યાયથી પૂર્ણ છે. પર્યાય એટલે સંપૂર્ણ લોક પ્રમાણ, વ્યવહાર પર્યાયથી લોક પ્રમાણ થાય. (આખા લોકને પ્રકાશમાન કરી શકે એટલા.)
પ્રશ્નકર્તા : આત્મા દ્રવ્યથી શૂન્ય છે અને પર્યાયથી પરિપૂર્ણ છે, તે ક્યો આત્મા સમજાવો.
દાદાશ્રી : આ તો માનેલા આત્માની વાત છે, વ્યવહાર આત્માની.
તે દ્રવ્ય કરીને મૂળ વસ્તુ સ્વરૂપે શૂન્ય છે, કશું છે નહીં. અને પર્યાયો આખા લોકને પ્રકાશમાન કરે છે. એ પરિપૂર્ણ છે.
રિલેટીવ આત્માના સંબંધમાં છે આ. આ રિલેટીવ માટે છે. રિયલને શૂન્યય નથી ને પૂર્ણય નથી.
ફેર, રિયલ તે રિલેટીવ આત્મ પર્યાયોમાં ! પ્રશ્નકર્તા : તો પર્યાય છે ને આત્માને, તે આ પ્રતિષ્ઠિત આત્માની વાત છે કે રિયલ આત્માની વાત છે ?
દાદાશ્રી : રિયલમાંય થવાના અને પ્રતિષ્ઠિતમાંય થવાના, બધામાં જ થવાના.
પ્રશ્નકર્તા : પ્રતિષ્ઠિત આત્માના જે પર્યાય થાય અને રિયલ આત્માના જે પર્યાય થાય એ બેમાં ફેર શું ?
દાદાશ્રી : પેલું શુદ્ધ થાય અને આ અશુદ્ધ થાય. આ પૌદ્ગલિક અને પેલું શુદ્ધાત્માનું, ચેતનનું ચોખ્ખું.
પ્રશ્નકર્તા : એટલે આત્માની જે અવસ્થા છે એને પર્યાય કહો છો ?
દાદાશ્રી : બીજું શું ? એ અવસ્થા એટલે પર્યાય થયા કરે, ઉત્પન્ન થાય, વિલય થાય. આ હમણે જોયું, આત્મશક્તિથી જોયું, દ્રષ્ટા થયો, એ દૃશ્ય બદલાઈ ગયું એટલે પાછું વિલય થયો ને એ પાછું નવું ઉત્પન્ન થાય. એ નિરંતર થયા જ કરે છેને બધું.
પ્રશ્નકર્તા : પણ એ તો પર્યાય થયોને ! એને અવસ્થા કહેવી કે પર્યાય કહેવા ? એ તો આત્માનો સીધો પર્યાય થયોને ? પહેલાં અવસ્થા થાય પછી પર્યાય ઊભો થાય ?
દાદાશ્રી : અવસ્થા એ જ પર્યાય. નિરંતર હોય જ છે. કોઈ પણ તત્ત્વ હોયને, તે પર્યાય સહિત જ હોય. નહીં તો તત્ત્વ જ કહેવાય નહીં.