________________
(૨.૧) પરિભાષા, દ્રવ્ય-ગુણ-પર્યાય તણી !
છે. ચિત્ત અશુદ્ધ જ્ઞાન-દર્શન પર્યાય છે, એ બુદ્ધિની અવસ્થાઓ છે, તે પર્યાયો છે. બુદ્ધિની લિમીટ પૂરી થાય ત્યારે એ બુદ્ધિને અનુસરે છે. બુદ્ધિ તો ડિસીઝન આપે છે તે વ્યવસ્થિત પ્રમાણે જ આપે છે. જેટલો બુદ્ધિનો પ્રકાશ હોય, તેટલા ચિત્તના પર્યાયો હોય.
૧૯૭
શુદ્ધ ચિત્ત એ પર્યાયરૂપે છે અને શુદ્ધાત્મા દ્રવ્ય-ગુણરૂપે છે, પણ અંતે તો એકની એક જ વસ્તુ છે બધી !
બદલાય કેવળ પર્યાય, નહીં જ્ઞાત-દર્શત ! પ્રશ્નકર્તા : દ્રવ્ય, ગુણ અને પર્યાય, એમાં પર્યાય એ આત્માનો ગુણ છે કે એની અવસ્થા છે ?
દાદાશ્રી : ગુણ હોય તો એ તો ગુણમાં આવે. પર્યાય એટલે અવસ્થા એક જાતની અને તેય ગુણની અવસ્થા. આત્માની અવસ્થા નથી, ગુણની અવસ્થા છે. આ સૂર્યમાં પ્રકાશનો ગુણ છેને, તે સૂર્ય આવે એટલે અજવાળું થાય.
એવું છેને, લાઈટ (ઈલેક્ટ્રિકનો બલ્બ) એ દ્રવ્ય કહેવાય અને જે પ્રકાશ આપવાની શક્તિ છે એ ગુણ કહેવાય. જ્ઞાન-દર્શન એ ગુણ કહેવાય અને પ્રકાશમાં આ બધી વસ્તુઓ જુએ-જાણે એ પર્યાય કહેવાય. આ બધી વસ્તુઓ દેખાય એ શેય-દ્રશ્ય કહેવાય. દ્રવ્ય ગુણ શેય પ્રમાણે ના થાય. શેય પ્રમાણે પર્યાય થાય ‘લાઈટ’ (બલ્બ) તેની તે જ જગ્યાએ હોય છે.
પ્રશ્નકર્તા ઃ પર્યાય તો સમયે સમયે બદલાયને ?
દાદાશ્રી : હા, બદલાયા કરે. એ વસ્તુના ગુણ તેના તે જ રહે, પર્યાય બદલાયા કરે. પર્યાય છે તે...
પ્રશ્નકર્તા : પણ ક્યારેક અશુભ આવે અને ક્યારેક શુભ આવે ?
દાદાશ્રી : ના, એવું નહીં. જ્ઞાનના પર્યાય બધા બદલાયા કરે, અને *આપ્તવાણી-૩ પાના નં.૬૦ થી ૬૮- આત્મા- દ્રવ્ય-ગુણ-પર્યાય વિશે વિશેષ વિગત.
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
જેમ જેમ વસ્તુઓ ફરતી જાય એમ પણે જ્ઞાનના પર્યાય ફરતા જાય. અશુભ ને શુભ તો એ પર્યાયમાં ના ગણાય, એ તો ઉદય કહેવાય.
પ્રશ્નકર્તા : એ ઉદય કહેવાય ?
દાદાશ્રી : હું. પર્યાય તો વસ્તુના હોય, મૂળ વસ્તુના.
પ્રશ્નકર્તા : આત્માના પર્યાય જે છે એ અવસ્થાંતર છે. જેવી રીતે બાળક જન્મે, પછી મોટું થાય, પછી જવાની આવે, પછી બુઢાપો આવે, એને પર્યાય કહેવામાં આવે છે ?
૧૯૮
દાદાશ્રી : એને પર્યાય ના કહેવાય. એ તો બધી અવસ્થાઓ કહેવાય. પર્યાય તો બહુ સૂક્ષ્મ હોય. એને જગતના લોકો સમજે જ નહીં પર્યાયને, આ અવસ્થાઓને સમજે. પર્યાય મૂળ વસ્તુને લાગુ થાય છે. હવે છ મૂળ વસ્તુ છે. એક ચેતન, બીજું અણુ-પરમાણુ (જડ), પછી આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ અને આકાશ. આ એના પર્યાય હોય, બીજા બધાના પર્યાય ના હોય. બધી મૂળ વસ્તુના પર્યાય હોય. એટલે ખરેખર તો મૂળ વસ્તુના ગુણ હોય તે ગુણના પર્યાય હોય, મૂળ વસ્તુના પર્યાય ના હોય. વસ્તુના ગુણના જ પર્યાય હોય.
ગુણ નિરંતર સાથે રહેવાવાળા અને નિરંતર સાથે રહેવાના. ગુણમાં ને દ્રવ્યમાં ફેર જ નહીં, ફક્ત પર્યાય એના બદલાયા કરે.
પોતે તત્ત્વ સ્વરૂપે કાયમ રહે છે અને ફેઝીઝ ઉત્પન્ન થાય, પછી વિનાશ થાય છે. જો આમાં ચંદ્ર છે ને ફેઝીઝમાં, આ ત્રીજ થઈ, ચોથ થઈ, પાંચમ થઈ, પણ ચંદ્ર તો મૂળ સ્વરૂપે છે જ. આ તો એના ફેઝીઝ છે, સંજોગોના આધારે. ‘તમે’ પોતે ‘હું ચંદુ છું’ માનો છો. એટલે ફેઝ સ્વરૂપ થયા છો.
પ્રશ્નકર્તા : માનવી, એ પોતે મિશ્ર ચેતનનો ભાગ છે માટે ફેઝરૂપ (અવસ્થારૂપ) છે ?
દાદાશ્રી : ના, મિશ્ર ચેતનનો જો ભાગ હોતને તો મૂળ સ્વરૂપે હોત. આ માનવી એ તો ફેઝ સ્વરૂપે છે. કારણ કે ‘એની’ માન્યતા