________________
(૨.૧) પરિભાષા, દ્રવ્ય-ગુણ-પર્યાય તણી !
૧૯૫
૧૯૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
પ્રશ્નકર્તા : આત્માનો એક ભાગ છે, જે પર્યાય, એ ફરતું છે, એને કરવાનું છે ને ?
દાદાશ્રી : કરવાનું તો કશું કોઈને છે જ નહીં. આ સોનું છે ને, તે સોનાના ગુણધર્મ કોઈ દહાડો આઘાપાછા થતા નથી. પણ એની જે વીટીં થાય, ફલાણું થાય, જાત જાતના દાગીના બધી અવસ્થાઓ થાય એ બધી ફર્યા કરે પણ સોનું તેનું તે રહે.
પ્રશ્નકર્તા : હવે જે આત્મદર્શન થાય એ તો પર્યાયમાં થાય ને, બીજે ક્યાં થાય ?
દાદાશ્રી : નહીં, પહેલું ‘એને' (વિભાવિક ‘હું'ને) દર્શન થઈ જાય. એને શ્રદ્ધા બેસી જાય. પ્રતીતિ થાય કે હું છું આ. પછી એ અનુભવ થઈ જાય. એટલે પહેલાં અશુદ્ધ પર્યાય હતા, તે શુદ્ધ પર્યાય થઈ ગયા.
પ્રશ્નકર્તા : હવે દ્રવ્ય-ગુણ આ પ્રમાણે જે છે એની અનુભૂતિ તો થવી જોઈએ, તો જ આત્માની આપણને અનુભૂતિ થઈ કહેવાયને ?
દાદાશ્રી : બરોબર છે. અનુભૂતિ તો મુખ્ય વસ્તુ છે ને ! આપણને તો એટલું જ જોઈએ કે આ આવરણ તૂટ્યાં.
પ્રશ્નકર્તા : આ જે અનુભૂતિ થાય છે એ તો પર્યાયને થાય છે
- દાદાશ્રી : એ (મૂળ) આત્માના પર્યાય શુદ્ધ હોય. ગુણોય શુદ્ધ હોય ને પર્યાયેય શુદ્ધ હોય.
પ્રશ્નકર્તા : તો અત્યારે આ બધું ચિત્તનું ફંક્શન હોય ? પ્રજ્ઞાનું ફંકશન હોય ?
દાદાશ્રી : હા, એ તો બધા ગુણ ને પર્યાય શુદ્ધ થાય તો ‘પોતાને કેવળજ્ઞાન થઈ જાય. એટલે આ ત્યાં સુધી પ્રજ્ઞા જુદી રહે.
પ્રશ્નકર્તા : હંઅ. તો તે ઘડીએ આત્માના પર્યાય હોય ને ?
દાદાશ્રી : હા, પણ (વિભાવ દશા પછીના) પર્યાય શુદ્ધ થાય ને ગુણ પણ શુદ્ધ થાય તો પછી “એને કેવળજ્ઞાન થાય. એટલે પેલું બાકી હોય તેને લઈને આ બધું જુદું હોય.
પ્રશ્નકર્તા : બરોબર. એટલે ગુણ તો શુદ્ધ જ હોય ને ? ગુણને પણ શુદ્ધ થવાનું બાકી રહે છે ?
દાદાશ્રી : ગુણનેય શુદ્ધ થવાની જરૂર. પ્રશ્નકર્તા : એ કઈ રીતે ?
દાદાશ્રી : આ બધું ડિસ્ચાર્જ કર્મો શુદ્ધ ઉપયોગપૂર્વક ખપે ત્યારે એનો ગુણ શુદ્ધતાનું ફળ આપે, નહીં તો આપે નહીં. તો જ કેવળજ્ઞાન થાય, નહીં તો થાય નહીં. અત્યારે ગુણ આવરણવાળા હોય.
દ્રવ્ય, ગુણે કરીને શુદ્ધ જ છે (વ્યવહાર) આત્મા બધાનો, પણ પર્યાયે કરીને અશુદ્ધ થયેલો છે. આમાં પર્યાયનું શુદ્ધિકરણ થઈ ગયું, તે થઈ ગયો પૂર્ણ શુદ્ધાત્મા.
પ્રશ્નકર્તા : અશુદ્ધ ચિત્તને આત્માના પર્યાય સાથે શું સંબંધ છે?
દાદાશ્રી : બુદ્ધિ અને ચિત્ત એ પ્રતિષ્ઠિત આત્મા(“હું” – વિભાવિક આત્મા)નું કહેવાય છે, કારણ કે બુદ્ધિ એ આશયયુક્ત છે. આ જ્ઞાનદર્શન છે તે ગુણે કરીને ભરપૂર છે, પણ અવસ્થાએ કરીને સીમિત છે. આ ચિત્ત છે તે બુદ્ધિના પર્યાયો છે. એ પર્યાયો અશુદ્ધ થયેલા હોય
દાદાશ્રી : મૂળ દ્રવ્ય-ગુણ-પર્યાય બધાનો ભેગો જ અનુભવ ‘હું'ને થઈ જાય, એકલા પર્યાયને જ ના થાય, જોડે જ હોય બધું. ગુણ વગર પર્યાય હોય જ નહીં. પર્યાય ના હોય તો ગુણ ના હોય. અવિનાભાવી છે બધા. એટલે સાથે જ અનુભવ થઈ જાય છે.
શુદ્ધ ચિત્ત પર્યાય રૂપે, શુદ્ધાત્મા દ્રવ્ય-ગુણરૂપે !
પ્રશ્નકર્તા : આત્મા આ દેહમાં છે અને પર્યાય સાથે છે, તો આ અશુદ્ધ ચિત્ત, પ્રજ્ઞા અને આત્માના પર્યાય એનો શું સંબંધ હોય