________________
(૨.૧) પરિભાષા, દ્રવ્ય-ગુણ-પર્યાય તણી !
૧૯૩
૧૯૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
જ છે. (અનંત જ્ઞાન, દર્શન, શક્તિ, સુખ, વિ. વિ... આવરણની અપેક્ષાએ વિભાવિક દશાના ગુણ કહીએ છીએ)
ઘાતી ગુણમાંથી, અધાતી પર્યાયમાંથી.... પ્રશ્નકર્તા : પર્યાય એ પણ અનાદિ કાળની સત્ વસ્તુ છે કે કોઈએ ઉત્પન્ન કરેલી છે ?
દાદાશ્રી : સત્ વસ્તુ કોને કહેવાય છે ? ગુણ અને પર્યાય બન્ને સહિત હોય તો સત્ કહેવાય. ગુણ હોય, પર્યાય ન હોય તો સત્ ના કહેવાય.
પ્રશ્નકર્તા : તો પર્યાય કોણે ઉત્પન્ન કર્યા પછી ? દાદાશ્રી : ઉત્પન્ન કર્યા નથી, સ્વભાવથી જ છે. પ્રશ્નકર્તા : કોના સ્વભાવથી ?
દાદાશ્રી : જે સત્ વસ્તુ છેને, એના સ્વભાવમાં જ ગુણ-પર્યાય છે. સ્વભાવમાં એટલે કોઈને ઉત્પન્ન કરવાની જરૂર નથી. કોઈ તે ઉત્પન્ન કરનારો પાક્યોય નથી, ઉત્પન્ન કરશેય નહીં. એવું કશું છે જ નહીં આ.
પ્રશ્નકર્તા : તો પછી પર્યાય પણ કોઈ ઉત્પન્ન કરી નથી શકતું, તો કેવી રીતે માનીએ ?
દાદાશ્રી : ના, પણ તે ઉત્પન્ન કરવાની જરૂર નહીં ને ! સ્વભાવથી જ છે.
પ્રશ્નકર્તા : કોના સ્વભાવથી છે ?
દાદાશ્રી : આ સૂર્ય છે ને, પ્રકાશ એનો પોતાનો ગુણ છે. અને જે આ કિરણો છે બહારના તે નિરંતર ફર્યા કરે. એ પર્યાય કહેવાય. એવી રીતે જ્ઞાન-દર્શન-શક્તિ-સુખ એ બધા આત્માના ગુણ છે. જ્ઞાનદર્શન-સુખ-શક્તિ, જેટલા ઘાતી કર્મ કહેવાય છે, એ બધા (વિભાવિક
દશાના) ગુણ છે અને પર્યાય ક્યા? અઘાતી જે કહેવાય છે એ પર્યાય છે બધા. એટલે વેદનીય, નામ, ગોત્ર ને આયુષ્ય, એ બધા પર્યાયને લઈને ઊભા થાય છે.
એટલે અત્યારે સિદ્ધગતિમાં જે બેઠા છે એ લોકો (સિદ્ધ) પોતાના સ્વરૂપમાં જ છે નિરંતર, મસ્ત. પોતાના ગુણ જ્ઞાન-દર્શન-સુખ એ બધું છે. એ પોતે જ્ઞાતા ને દ્રષ્ટા છે. એટલે જગતના જીવમાત્રને તે જુએ છે. પોતે જ્ઞાતા-દ્રષ્ટા એટલે એ એનો ગુણ હોવાથી એ બધાને નિરંતર જોઈ શકે છે. તે પણ આમ બહાર નથી જોતા, અંદર જ દેખાય છે નહીં. જેમ અરીસામાં દેખાયને એવી રીતે પોતાના દ્રવ્યમાં જ દેખાય છે. મહીં ઝળકે છે એને. હવે ઝળકે એ સવારનો પહોર હોયને, ચાર વાગે તે કોઈ ઊઠ્ય જ ના હોય, એટલે બધા સૂઈ રહેલા હોય તેવું દેખાય. પછી પાંચ વાગે હરફર થતી હોય થોડી થોડી થોડી એવું દેખાય. પછી છ વાગે વધુ થયેલું દેખાય. આઠ-નવ વાગે ફર ફર બધું, આખું ટોળેટોળાં ફરતાં હોય એવું દેખાય.
પ્રશ્નકર્તા : ફેરફાર થયા કરે.
દાદાશ્રી : આ લોકોમાં ફેરફાર થાય એ એમના પર્યાયો છે. એ એમને ત્યાં ફેરફાર દેખાય. હવે મેં હાથ ઊંચો કર્યો, એમના જ્ઞાનમાં પર્યાય થયો. જ્ઞાન કાયમનું, અવસ્થાઓ બધી ફર્યા કરે આ. એટલે દ્રવ્ય-ગુણ-પર્યાય એ આત્માના છે. પછી પુદ્ગલનાય દ્રવ્યગુણ-પર્યાય છે.
પ્રશ્નકર્તા : આ દ્રવ્ય-ગુણ જે છે એ આત્મામાં દેખાય કે પર્યાયમાં દેખાય ?
દાદાશ્રી : ગુણ તો કાયમનો સ્વભાવ. ગુણ એટલે શું ? નિરંતર સાથે રહેનારા.
પ્રશ્નકર્તા : હવે એને તો કંઈ કરવાનું નથી, ગુણને તો ? દાદાશ્રી : કશું કરવાનું ન હોય.