________________
(૨.૧) પરિભાષા, દ્રવ્ય-ગુણ-પર્યાય તણી !
દાદાશ્રી : જ્ઞાન એ જ આત્મા છે. ખરેખર પણ જ્ઞાન કર્યું ? કેવળજ્ઞાન. કેવળ એટલે એમાં કંઈપણ બીજું મિક્ષ્ચર નહીં. કેવળજ્ઞાન જ, પ્રકાશ જ ચોખ્ખો, શુદ્ધ પ્રકાશ. આ અત્યારે અશુદ્ધ પ્રકાશ દેખાય છે. શુભ, અશુભ પ્રકાશ દેખાય છે. શુભાશુભ પ્રકાશને લઈને આ બધો માર ખાવો પડે છે. પેલો શુદ્ધ પ્રકાશ એટલે હીરો, પોતે પોતાના સ્વભાવમાં ચકચક્યો.
૧૯૧
પ્રશ્નકર્તા : એટલે તાદાત્મ્ય સંબંધ બતાવ્યો, જ્ઞાન અને આત્માનો ?
દાદાશ્રી : હંઅ, જ્ઞાન એ જ આત્મા છે. અને જ્ઞાન એ એનો ગુણ છે. અને જ્ઞાન વપરાય એ એનો પર્યાય કહેવાય. આ જ્ઞાન એ જ આત્મા, જ્ઞાન કેવળ હોય ત્યારે દ્રવ્યરૂપે કહેવાય અને કેવળ ના હોય ત્યાં સુધી એ જ્ઞાન, ગુણરૂપે કહેવાય. તે આત્મા મૂળેય જ્ઞાન સ્વરૂપે જ છે, પણ શુદ્ધ જ્ઞાન હોય તો એ દ્રવ્ય કહેવાય. અને તે જ જ્ઞાન છે. એટલે જ્ઞાન સ્વરૂપ ઉપર પહોંચી જવાની વાત કરવાની, જ્ઞાનની જ વાત કરવાની, બીજી વાત નહીં. દ્રવ્ય બીજી કશી વસ્તુ નથી, પણ દ્રવ્ય એટલે અમુક ગુણોથી ભરેલી વસ્તુ. જ્ઞાન, દર્શન, શક્તિ, સુખ બધા જે ગુણ છે તે ભરેલી વસ્તુ, તેમાં વિશેષ કરીને એનો સ્વભાવ કેવો છે ? એ જ્ઞાયક સ્વભાવ છે. એટલે જાણવાનો સ્વભાવ. તરત જાણી જાય, સમજી જાય એ અવિનાભાવ સંબંધ છે.
પ્રશ્નકર્તા: અવિનાભાવ સંબંધ, જ્ઞાન અને આત્મદ્રવ્યનો ? દાદાશ્રી : હા, દ્રવ્ય અને જ્ઞાન તેનો અવિનાભાવ સંબંધ છે અને જ્ઞાન એ જ અમુક અપેક્ષાએ દ્રવ્ય કહેવાય છે. જ્યાં સુધી જ્ઞાન અધૂરું છે ત્યાં સુધી જ્ઞાન જુદું પાડ્યું. આત્મજ્ઞાન જ્યાં સુધી છે ત્યાં સુધી દ્રવ્ય અને જ્ઞાન જુદું પડ્યું છે અને સંપૂર્ણ કેવળજ્ઞાન, ત્યાં આગળ દ્રવ્ય, જ્ઞાન એક જ થાય છે.
સંખ્યા, તત્ત્વોતા ગુણોતી !
પ્રશ્નકર્તા : ગુણોની દૃષ્ટિએ, સંખ્યાની દૃષ્ટિએ આત્મામાં જેટલા
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
ગુણો છે એટલા જ પુદ્ગલ પરમાણુમાં છે, એ વાત સાચી ?
દાદાશ્રી : ના, એના અનંત ગુણો છે. અનંત જ્ઞાનવાળો આ આત્મા. પેલામાં ગુણો જુદા પ્રકારના હોય પુદ્ગલ પરમાણુમાં. બધામાંયે ગુણો છે. છએ દ્રવ્યોમાં ગુણો રહેલા છે. દ્રવ્યોમાં પોતપોતાના ગુણો અને પોતાના પર્યાય, બેઉ સાથે જ છે.
૧૯૨
પ્રશ્નકર્તા : પણ એની સંખ્યાને ને એને લાગતુંવળગતું નથી ? આના ગુણ આટલી સંખ્યામાં અને આના આટલા, એવું કશું નહીં ?
દાદાશ્રી : સંખ્યા ગણવાની જરૂર જ ક્યાં રહી એમાં ? આ તાંબાના આવા ગુણ હોય, સોનાના આવા ગુણ હોય, પિત્તળના આવા ગુણ હોય, પોતપોતાના ગુણમાં જ રમણતા હોય.
પ્રશ્નકર્તા : એક બાજુ ગુણોથી પણ સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, કહીએ છીએ અને એક બાજુ આત્માના મુખ્ય આઠ ગુણો કહીએ છીએ, તો એ કોન્ટ્રાડિક્શન (વિરોધાભાસ) નથી ?
દાદાશ્રી : ના, એના એ આઠેય ગુણો શુદ્ધ છે. એ શુદ્ધમાં અશુદ્ધિ થઈ ગઈ છે આ ભ્રાંતિને લીધે. એ જ્ઞાનાવરણ ગુણ છે, (પણ વિભાવ દશાનો) એની શુદ્ધિ થઈ જાય એટલે જ્ઞાન થાય. દર્શનાવરણ ગુણ છે, એની શુદ્ધિ થાય એટલે દર્શન થાય. ચોખ્ખા ગુણો શુદ્ધ સ્વભાવિક ગુણમાં આવી જાય. શું પૂછવા માંગો છો તમે ?
પ્રશ્નકર્તા : નિજગુણ એટલે આત્મા પોતાના ગુણે કરીને તો શુદ્ધ જ છે પણ આવરણે કરીને ગુણ છે ને ?
દાદાશ્રી : ના, એ તો છે જ શુદ્ધ. સ્વભાવે જ શુદ્ધ છે.
પ્રશ્નકર્તા ઃ અને જે આપણે પહેલા ગુણો કહીએ છીએ તે આવરણે કરીને ગુણો કહીએ છીએને ?
દાદાશ્રી : એ તો આવરણે કરીને. સ્વભાવે કરીને શુદ્ધ જ છે. એ તો આવરણ અપેક્ષાએ કહીએ છીએ. એ તો નિર્પેક્ષ ભાવે શુદ્ધ