________________
(૨.૧) પરિભાષા, દ્રવ્ય-ગુણ-પર્યાય તણી !
પર્યાય કહેવામાં આવે છે. પર્યાયના આગળ ભાગ ના થાય.
પ્રશ્નકર્તા : નિશ્ચયથી દ્રવ્ય છે તે પર્યાયનો કર્તા છે ?
દાદાશ્રી : કોઈ કર્તા છે નહીં. પર્યાય એટલે જેમ આ સૂર્ય હોય છે ને, તે સૂર્યના જે રેઝ (કિરણો) પડે છે ને, તે સૂર્યને પોતાને કરવું ના પડે, એની મેળે સ્વભાવિક પડે. એવી રીતે આ પર્યાય સ્વભાવિક ઉત્પન્ન થાય. એટલે કરવું ના પડે કોઈને, કોઈ કર્તા નહીં.
૧૮૯
અવસ્થાનું જ્ઞાન નાશવંત છે. સ્વભાવિક જ્ઞાન અવિનાશી છે. આ સૂર્ય છે ને તેના કિરણો છે. તેમ આત્મા છે ને આત્માના કિરણો છે, એ પર્યાય છે. આ તો બહુ સૂક્ષ્મ વાતો છે.
પ્રશ્નકર્તા : આ વસ્તુની અવસ્થાઓ કઈ શક્તિથી બદલાય છે ? દાદાશ્રી : કાળ તત્ત્વ, કાળ ફરે તેમ અવસ્થા બદલાયા કરે.
રિયલ વસ્તુની સરખામણી કરવાની ન હોય, એ એક જ વસ્તુ છે. ઉત્પન્ન થવું અને તેના કાળ પ્રમાણે રહેવું અને પછી નાશ થવું, તે અવસ્થાનો સ્વભાવ. બધા મનુષ્યો તત્ત્વની અવસ્થાઓ જ જોઈ શકે. પૂર્ણ જ્ઞાની સિવાય તત્ત્વને જોઈ શકે તેવો વર્લ્ડમાં બીજો કોઈ છે નહીં. અત્યારે હું સર્વ તત્ત્વોને જાણું છું. હું એક્સૉલ્યુટિઝમ એટલે કેવળ જાણું છું.
એ પર્યાય બીજી જગ્યાએ વપરાય જ નહીં ખરી રીતે, છતાં પણ લોકો વાપરે છે. પર્યાય અવિનાશી ચીજોના માટે જ લાગુ થાય. પર્યાય એટલે અવસ્થા થઈ અને અવસ્થા એટલે બધા છૂટથી વાપરવા માંડ્યા. પ્રશ્નકર્તા ઃ અવસ્થા અને પર્યાયમાં શું ફરક, એનું એકાદ દૃષ્ટાંત
આપો ને !
દાદાશ્રી : કલાક ને પળ એમાં જેવો ફેર છે, એટલો બધો ફેર છે એમાં. બેમાં ફેર ખરો. આપણે કલાકોને છેલ્લી દશા કહીએ છીએ ? ના, આપણે અહીં વ્યવહારમાં પળને છેલ્લી દશા ગણવામાં આવે છે.
આપ્તવાણી-૧૪ (ભાગ-૧) પર્યાય છે તે એના જેવી સૂક્ષ્મ વસ્તુ છે. છતાં એ પળના જેવી સ્થૂળતા ના હોય, ત્યાં સ્થૂળ ના હોય.
અવસ્થા આંખે દેખી શકાય, અનુભવી શકાય, બધું સ્થૂળ હોય અને પર્યાય તો બહુ સૂક્ષ્મ હોય. આ રાત્રી હોય છે ને, તે રાત્રીના પર્યાય સમયે સમયે બદલાયા જ કરે, પણ આપણને તેનો તે જ દેખાય. રાતે પર્યાય તો બદલાયા જ કરવાના. આ માણસનાય બધા, દિન-રાત બધા પર્યાય બદલાયા જ કરે પણ આપણને તો એના એ જ ચંદુભાઈ દેખાય. પછી થૈડા થાય ત્યારે કહીએ કે હા, હવે પૈડા થઈ ગયા. ત્યારે મૂઆ થતા'તા જ, પૈડા થઈ જ રહ્યા'તા. (ધૈડપણ એ અવસ્થા કહેવાય.) એટલે અવસ્થા ને પર્યાયમાં ફેર આટલો બધો.
૧૯૦
તે એક ગામમાં એવું બનેલું કે બે ભઈઓ, તે મેડા પર નાનો ભઈ રહે ને નીચે મોટો ભાઈ રહે. જગ્યા વહેંચી લીધેલી પાછી, નીચે ભેંસ બાંધવાની. આ મારી ને આ તારી જગ્યા ભેસ બાંધવાની. હવે ભેંસને પાડી હતી તે બાંધવી ક્યાં ? રાત્રે ટાઢે મરી જાય. ને નીચે પેલો મોટો ભાઈ બાંધવા ના દે. ત્યારે પેલી નાની વહુ એને ઊંચકીને લઈ જાય ઉપર, રોજેય. હવે એને તો પાડીનો એનો એ જ પર્યાય દેખાયા કરે. અને એ તો મોટું પાડું થઈ ગયું, તોય લઈ જતી'તી એ. અને ધીમે ધીમે વધે, ગ્રેજ્યુઅલી એને કશી ખબર પડે નહીં.
એને એની એ જ દેખાય. પણ તેની અવસ્થામાં તો નિરંતર ફેરફાર થયા જ કરે.
એટલે પર્યાય ને અવસ્થા. તે લોકોએ પછી કહ્યું કે ‘આ મૂઆ પાડું કઈ રીતે લઈ જાઉં છું તું !' ત્યાર પછી વિચારમાં પડ્યા ને ત્યાર પછી છૂટી ગયું. વેચી ખાધું પાડું. એટલે આવું છે બધું.
જ્ઞાત એ જ આત્મા, દ્રવ્ય-ગુણરૂપે !
પ્રશ્નકર્તા : આપ્તવાણી ચોથીમાં એમ લખ્યું છે કે જ્ઞાન એ જ આત્મા છે, તે કેમ ? તે આત્મા એ તો દ્રવ્ય છે ને જ્ઞાન તેનો ગુણ છે.