________________
(૨.૧) પરિભાષા, દ્રવ્ય-ગુણ-પર્યાય તણી !
૧૮૭
૧૮૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
વસ્તુના ગુણો, દ્રવ્યમાં આ બે આવે અને બીજું બધું પર્યાયમાં આવે. તો આત્માનાય પર્યાય છે.
પ્રશ્નકર્તા : ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનાં અન્યત્વ છે પણ પૃથકત્વ નથી, બીજાં દ્રવ્યો સાથે.” આ વાક્ય સમજાવો.
દાદાશ્રી : બીજાં દ્રવ્યો સાથે અન્યત્વ છે, બિલકુલ કનેક્શન નથી, નો કનેક્શન. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કંઈ જ મદદ કરતું નથી કે કંઈ નુકસાન કરતું નથી.
પ્રશ્નકર્તા : અને પૃથક્વ એટલે કે એનો ભાગ ના પાડી શકે ?
દાદાશ્રી : ના, પૃથક્વ નથી તે દ્રવ્ય-ગુણ-પર્યાયનું છે, એ એક બીજાથી જુદાઈ નથી. અને અન્યત્વ એ બીજા દ્રવ્યનું છે. પર્યાય વિનાનું દ્રવ્ય ના હોય અને દ્રવ્ય વિનાનો પર્યાય ના હોય. દ્રવ્ય ક્યારે કહેવાય ? દ્રવ્ય પોતે ત્યારે જ કહેવાય કે ગુણ અને પર્યાય હોય, તો જ દ્રવ્ય કહેવાય. આને પૃથક્વ એટલે જુદાઈ એકબીજાથી નથી એવું કહ્યું.
કોઇ પણ વસ્તુ, પુદ્ગલ પણ ગુણ અને પર્યાય સહિત જ હોય. અને ગુણ-પર્યાય સહિત ના હોય, એ વસ્તુ જ ના હોય. પર્યાય ના હોય તો ગુણ ના હોય. ગુણ ના હોય તો વસ્તુ ના હોય. અને જો ગુણ છે તો પર્યાય હોવા જોઈએ. સૂર્યનો જે પ્રકાશ નામનો ગુણ છે. એટલે કિરણ હોય જ. કિરણ બદલાય પણ પ્રકાશ રહે.
પ્રશ્નકર્તા : હા, બરોબર. હવે સમજાયું દાદાજી.
દાદાશ્રી : અને ગુણો જ્યારે કાર્યકારી થયા હોય ત્યારે પર્યાય કહેવાય. સૂર્યનારાયણ દ્રવ્ય કહેવાય, વસ્તુ કહેવાય. પ્રકાશ નામનો ગુણ કહેવાય અને રેઝ (કિરણો) એના બહાર પડે એ પર્યાય કહેવાય. તે પર્યાયો નાશ થાય અને ગુણ નાશ ના થાય અને વસ્તુ નાશ ના થાય.
પ્રશ્નકર્તા ઃ ગુણ-પર્યાય વિનાની કોઈ પણ વસ્તુ હોય જ નહીં ને ?
દાદાશ્રી : અવિનાશી વસ્તુ ના હોય. પ્રશ્નકર્તા : અને વિનાશી ચીજ ગુણ-પર્યાય વગરની હોઈ શકે ? દાદાશ્રી : વિનાશીમાં તો બધું વિરોધાભાસી હોય ને ! પ્રશ્નકર્તા : પણ એના ગુણ અને પર્યાય તો હોય ને ?
દાદાશ્રી : એના ગુણ કાયમના હોતા નથી. ગુણ કોને કહેવો? કાયમનો હોય તો એને ગુણ કહેવાય. પણ આ વિનાશી ચીજો તો પોતે જ કાયમની નહીં, એની પાછળ શી માથાફોડ ? ગુણ કોને કહેવામાં આવે છે ? પરમેનન્ટ રહેનારા હોય, અન્વયમાં હોય, કાયમને માટે હોય. આ તો પોતે જ પરમેનન્ટ નથી, ત્યાં ગુણ શેના કહેવાય ? છતાં આપણે એમ કહી શકીએ કે ભઈ, આ અવસ્થાઓ છે. પર્યાય ના કહેવાય. પર્યાય બહુ સૂક્ષ્મ વસ્તુ છે અને અવસ્થાઓ જાડી વસ્તુ છે. જેમ અજ્ઞાની માણસ એ સમજી શકે, મારી અવસ્થા બદલાઈ ગઈ છે. એ પર્યાયનું જ સ્વરૂપ છે પણ જાડું છે.
પર્યાય અને અવસ્થામાં ફેર ! પ્રશ્નકર્તા : પર્યાય એટલે શું ?
દાદાશ્રી : આ લોકો બોલે પર્યાય, એ વસ્તુ જુદી છે અને પર્યાય ખરેખર વસ્તુ જુદી છે. પર્યાય મનુષ્યને સમજાય નહીં એવી વસ્તુ છે ! મનુષ્યને અવસ્થા સમજાય.
પ્રશ્નકર્તા : અવસ્થા કહો, પર્યાય કહો, એ બધું એક સમાનાર્થી શબ્દ છે ?
દાદાશ્રી : એ એક હોય, એ જુદું છે. પર્યાય બહુ જુદી વાત છે. એ તો અત્યારના લોકો આ સમજણ નહીં પડવાથી, પર્યાય ને અવસ્થા ને બધું એક ગણી નાખે, પણ પર્યાય બહુ જુદી વસ્તુ છે. એ જ્ઞાની પુરુષનું કામ, બીજા લોકોનું કામ નહીં.
અવસ્થા જે આપણે જોઈએ છીએ, તેમાં નાનામાં નાની અવસ્થાને