________________
ભાગ - ૧
ખંડ - ૨ દ્રવ્ય-ગુણ-પર્યાય !
પરિભાષા, દ્રવ્ય-ગણ-પર્યાય તણી !
દ્રવ્ય એટલે ? પ્રશ્નકર્તા ઃ તો દાદા, દ્રવ્ય એટલે શું ? સ્વભાવિક રીતે દ્રવ્યનો આધ્યાત્મિક અર્થ શો થાય ?
દાદાશ્રી : દ્રવ્યનો અર્થ વસ્તુ. એટલે છ દ્રવ્યો છે આ જગતમાં. તેમાં આત્મા એક દ્રવ્ય છે. આખા જ્ઞાનમાં દ્રવ્ય જે આવે છે ને, તે આ છ દ્રવ્યો ગણાય છે, જે ઈટર્નલ છે. ગુણ, પર્યાય સહિત હોય તેને દ્રવ્ય કહેવાય.
પ્રશ્નકર્તા : સાધારણ ભાષામાં તો દ્રવ્યનો ગુણધર્મ ખરો ને ?
દાદાશ્રી : વસ્તુ એટલે આ જેને તમે દ્રવ્ય કહો છો ને, તે અનિત્ય વસ્તુઓ છે અને આ દ્રવ્ય નિત્યને માટે છે. નિત્યમાં આ રૂપી કયું છે ? એક જ તત્ત્વ છે, જે આ અણુ-પરમાણુ આવે છે ને, એ એક જ તત્ત્વનું આ બધું આંખે દેખાય છે આપણનેબીજાં તત્ત્વો દેખાતાં નથી, મહીં છે ખરાં છૂપાં. તેથી આપણે દ્રવ્ય કહ્યું છે એને.
દ્રવ્યમાં શું શું આવે છે, જાણો છો ? વસ્તુનો સ્વભાવ અને