________________
૧૮૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૧૨) ‘’ સામે જાગૃતિ !
૧૮૫
આવો અશુદ્ધ થાય છે, શુદ્ધની ભજના કરે તો આવો શુદ્ધ થઈ જાય. જેવું ચિંતવે એવો થયા કરે. આખો દહાડો ચોરીઓ કરતો હોય એ શુદ્ધાત્માની શી રીતે ભજના કરે ? ‘હું ચોર જ છું’ એવી ભજના થયા કરેને ? અને તે થઈ જ જાય ચોર.
પ્રશ્નકર્તા : એટલે આ પાછું એ જેવો વ્યવહાર કરે એવી ભજના હોય જ એની ? - દાદાશ્રી : વ્યવહાર ઉપર જ ભજના બધી. એની ભજના હોય એ પ્રમાણે જ વ્યવહાર હોય અને વ્યવહાર હોય એ પ્રમાણે ભજના હોય. એક ફક્ત છેલ્લા અવતારમાં જ્ઞાન થયા પછી વ્યવહાર અને ભજના બે જુદી હોય. વ્યવહાર નકામો છે અને નિશ્ચય કામનો છે ત્યારે એ બાજુ ભજના ચાલે કે વ્યવહારનો હવે નિવેડો લાવવાનો છે.
પ્રશ્નકર્તા : તો વ્યવહાર અર્પણ કરનારું કોણ ?
દાદાશ્રી : અર્પણ કરનારું આનું આ જ પુદ્ગલ. એ સમાઈ જવા માંગે છે, બીજું શું ? એનું એ જ પુદ્ગલ.
એક વસ્તુ સમજી લેવાની કે આપણો વ્યવહાર આત્મા છે તે મૂળ આત્મા જોડે જોઈન્ટ થવા માંગે છે. મૂળ વસ્તુ, ચેતન ચેતનમાં ભળી જવા માંગે છે અને પુગલ પુદ્ગલમાં ભળી જવા માંગે છે.
એની ઉપર બહુ વિચાર નહીં કરવાના. આ બધું ઊંડા ના ઉતરો, આવું ઊંધું ગાંડપણ બધું ઊભું થશે મહીંથી તો. મહીં એક જ વાર જે કહ્યું એટલું જ કરો ને !
મોક્ષ ખોળતારો અને મોક્ષ સ્વરૂપ ! હંમેશાય તે મૂળ સેલ્ફ, એ સેલ્ફ છે. શુદ્ધાત્મા એ મૂળ સેલ્ફ છે. પણ ‘પેલી’ સેલ્ફ ડેવલપ થતી થતી, આવરણરહિત થતી થતી થતી ઉપર આવે છે ને આ મૂળ સેલ્ફ જોડે ને જોડે રહે છે.
પ્રશ્નકર્તા : જે અજ્ઞાનમાંથી ‘હું' ઊભો થયો, એ અને ઓરીજીનલ હું છે, એને ને આને કોઈ લેવાદેવા નથી ને ?
દાદાશ્રી : લેવાદેવા નથી. પણ હું એ “હું જ છે. ‘હું આ જગ્યાએ ફીટ નથી થયું ને બીજી જગ્યાએ ફીટ થયેલું છે.
પ્રશ્નકર્તા : પણ અજ્ઞાનમાં જે ‘હું કરું છું” એ જે બોલે છે, એ ઓરીજીનલ ‘હું તો નથી બોલતો ને ?
દાદાશ્રી : ‘એને ત્યાં ઓરીજીનલ ‘હું'નો જ ભાસ થાય છે કે આ ‘હું જ છું’ એટલે પછી જ્યારે હું નથી આ’ એવું ભાન થાયને, ત્યારે ઊડી જાય.
પ્રશ્નકર્તા ઃ અજ્ઞાનમાં ‘હું જે છે, એ ‘હું કરું છું એમ માને છે. એ ઓરીજીનલ ‘હું નથી ને ?
દાદાશ્રી : ના, ઓરીજીનલ ‘ક્યાંથી લાવે ? ઓરીજીનલ ‘ તો હોય જ નહીં ને ? આ તો ભ્રાંતિનો ‘હું' છે.
પ્રશ્નકર્તા : હા, એ ભ્રાંતિનો. એટલે કહે છે ને આ ભ્રાંતિવાળો ‘હું ઓરીજીનલ જગ્યાએ બેસી ગયો.
દાદાશ્રી : ના, બેસી ગયો, એવું નહીં. પેલું છે તે ‘હું ચંદુમાં ‘હું પેસી ગયું'તું એ ભાંજગડ છે. એ ‘હું'ને ફ્રેકચર કરવા માટે આ બોલું છું. આ માન્યતાવાળું ‘હું' છે એ ત્યાંથી નીકળી જાય, એ ‘', ‘હું'માં બેસી ગયો.
પ્રશ્નકર્તા: દાદા, ક્રમિક માર્ગવાળા એવું કહે છે કે, અહંકારથી મૂઢ થયેલો આત્મા એમ કહે છે કે કર્તા હું છું. વાસ્તવિકતામાં કર્તા નથી. આ તો અહમ્ બોલે છે. અજ્ઞાન બોલે છે, આત્મા બોલતો નથી.
દાદાશ્રી : બધું અજ્ઞાન જ બોલે છે ને !
બે જ વાત છે, ત્રીજો કોઈ છે જ નહીં. એક મોક્ષ ખોળતો હતો તે છે અને એક ભગવાન છે, મોક્ષ સ્વરૂપ થઈને બેઠા છે તે.