________________
૧૮૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૧૨) ‘’ સામે જાગૃતિ !
૧૮૩
પ્રશ્નકર્તા : કારણ કે પેલી બિલીફમાં ફેરફાર થયોને તો “હું” ઓગળી ગયેલું દેખાય છે. કોઈ પણ અવસ્થામાં ‘હું' ઊભું થતું હોય અને બિલીફમાં ફેરફાર થાય તો ‘હું' ઓગળેલું દેખાય.
દાદાશ્રી : તે રાઈટ બિલીફ બેસે એટલે ઊડી જાય. રોંગ બિલીફથી કાયમનો ઊભું થયેલું છે. (દર્શન એ આત્માનો કાયમનો ગુણ છે અને બિલીફ અહંને ઊભી થઈ છે તે વિનાશી છે, માટે બેને સંબંધ નથી.)
પ્રશ્નકર્તા : બરોબર.
દાદાશ્રી : આપણે રાત્રે સૂઈ ગયા હોય અને બપોરે છે તે પુસ્તક વાંચ્યું હોય, ભૂતની વાતો વાંચી હોય બપોરે, રાત્રે એકલા સૂઈ ગયા હોય તો જોડની રૂમમાં પ્યાલો ખખડ્યો તો તરત મનમાં એમ થયું કે કોઈ છે નહીં ને સાલું આ કોણ... એકદમ મહીં ભૂતનું ભય પેસી જાય તે કેટલા વાગ્યા સુધી..ક્યાં સુધી રહે છે ?
પ્રશ્નકર્તા : સવાર સુધી. સવારે દિવસ ઊગે ત્યાં સુધી.
દાદાશ્રી : એ સવાર સુધી ફોડ ના પડે ત્યાં સુધી રહે. પછી રાઈટ બિલીફ બેસે એટલે ઊડી જાય કે ના, આ તો ખોટી વાત છે, આ કશું છેય નહીં. આમ એવી રીતે આ રોંગ બિલીફથી ચાલ્યા જ કરે છે ભૂતની અસર. તે કેટલાય અવતારે તમારે ગઈ અસર (આ જ્ઞાન મળવાથી) !
'ને ઓળખતાસે, થયો ભગવાન ! પ્રશ્નકર્તા : આ તો આપનું વાક્ય એવું નીકળેલું કે અહંકારને ઓળખે તો ભગવાન બનાવે એવો છે. એટલે અહંકારને ઓળખવાનો?
દાદાશ્રી : અહંકારને ઓળખે તો બહુ થઈ ગયુંને ! કોઈ અહંકારને ઓળખી શકે નહિ !
પ્રશ્નકર્તા : એ ના સમજાયું. અહંકારને ઓળખવો એટલે શું ? દાદાશ્રી : અહંકારને ઓળખે એટલે આખા પુદ્ગલને ઓળખવું.
‘હું'ના કહેનારને સારી રીતે ઓળખવા, આખું પુદ્ગલને ઓળખું, તો ભગવાન જ થઈ ગયોને !
પ્રશ્નકર્તા : એ ‘હું એટલે આખું પુદ્ગલ ઓળખવું એવુંને ?
દાદાશ્રી : ‘હું’ એટલે જ આખું પુદ્ગલ. હું એટલે બીજું કોઈ નહિ. માટે આ પુદ્ગલ બધું અહંકારનું જ છે. એ અહંકારને ઓળખે એનું કલ્યાણ થઈ જાય. અહંકાર કરે છે ખરા બધા. પણ ઓળખતા નથીને !
પ્રશ્નકર્તા : આમાં અહંકાર અને એને ઓળખનારો કોણ ? દાદાશ્રી : ઓળખનારો એ જ ભગવાન છે.
પ્રશ્નકર્તા ઃ હવે એ અહંકારને પુદ્ગલનું સ્વરૂપ કીધું, તો એ અહંકાર પણ ભગવાન થાય છે પાછો.
દાદાશ્રી : એ અહંકાર શુદ્ધ થતો થતો થતો શુદ્ધ અહંકાર થાય છે ત્યારે આ “ભગવાન” ને “એ” બધું એકાકાર થઈ જાય છે. શુદ્ધ અહંકાર એ જ શુદ્ધાત્મા છે. અશુદ્ધ અહંકાર એ જીવાત્મા.
પ્રશ્નકર્તા : અહંકારનું સ્વરૂપ ઓળખાય ત્યાર પછી “એ” શુદ્ધ તરફ જાય છે ?
દાદાશ્રી : હા, ત્યારે જ ને ! પણ તે આખું ઓળખાય નહીં, આખું ઓળખાય તો ભગવાન થઈ ગયો.
પ્રશ્નકર્તા : હવે અહંકાર પુદ્ગલનું સ્વરૂપ કીધું, તો એ પોતે એમાંથી શુદ્ધ થાય છે કઈ રીતે ? અશુદ્ધ તરફથી શુદ્ધમાં એ કઈ રીતે આવે છે ?
દાદાશ્રી : એ શેની ભજના છે ? શુદ્ધની ભજના હોય તો શુદ્ધ થાય. ‘હું શુદ્ધાત્મા છું' એ ભજના હોય તો શુદ્ધ થાય. નહિ તો ‘હું રાજા છું' તો રાજા થઈ જાય.
ભજના કરે એ અહંકાર જ. અશુદ્ધની ભજના કરે છે ત્યાં સુધી