________________
૧૮૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૧૨) ‘’ સામે જાગૃતિ !
૧૮૧
દાદાશ્રી : ગયા અવતારે એ પ્રતિષ્ઠિત કર્યું તેનું પરિણામ. “આ મેં કર્યું.’ પુદ્ગલનું પરિણામ સ્વરૂપે.
પ્રશ્નકર્તા : તો ગયા અવતારે એ કરનારો એ કોણ રહ્યો ? દાદાશ્રી : ‘હું એનું એ જ છે. પ્રશ્નકર્તા: હં, તો એ પાછું જુદું પડ્યું ને !
દાદાશ્રી : ના, એ ત્યાં સુધી જીવે છે કે બીજાને જીવતો કરીને જતો રહે છે.
પ્રશ્નકર્તા : તો જ્ઞાન દર્શનને અને ‘હું'ને સંબંધ શો છે ? દાદાશ્રી : કશોય નહીં.
પ્રશ્નકર્તા : કશોય નહીં ? તો રોંગ બિલીફ કીધીને એને. બિલીફ કીધીને, રોંગ બિલીફ.
દાદાશ્રી : બિલીફ એ દર્શન છે.
પ્રશ્નકર્તા : હં. તો રોંગ બિલીફથી ‘હું' ઊભું થાય છે, એવું કહ્યું ને !
દાદાશ્રી : “” (પ્રતિષ્ઠિત આત્માવાળો હું) તો “હું” (વિભાવિક હું)થી જ ઊભો થાય છે. (માટે એને દર્શન સાથે સીધો સંબંધ નથી.)
પ્રશ્નકર્તા: ‘હું’ ‘'થી જ ઊભું થાય છે, એ કેવી રીતે ?
દાદાશ્રી : બીજાને જીવતો કરીને પોતે મરે છે. બીજાને જન્મ આપીને મરે છે.
પ્રશ્નકર્તા : એ જરા એમ ફોડ પાડોને, થોડો. એટલે બીજાને જન્મ આપીને પોતે જતો રહે છે એટલે ?
દાદાશ્રી : (પ્રતિષ્ઠિત આત્માવાળો ‘હું') આ પ્રતિષ્ઠા કર કર કરે છે. એને પોષણ આપ આપ કરે છે. પોતાની સ્વરૂપ મૂર્તિ ઘડે છે. પછી જતી વખતે છે તે બીજાને જન્મ આપી દે છે તરત. પેલો કામ કરતો થઈ જાય.
પ્રશ્નકર્તા : એટલે એક અવતાર પૂરતું આખું હોય છે, એવું છે કે પ્રત્યેક અવસ્થામાં ઊભું થાય છે અને ઍન્ડ આવે છે એનો ? કહ્યું ને કે પ્રતિષ્ઠા કરી એટલે બીજાને જીવતો કર્યો અને પોતે ગયો, તો એ પ્રત્યેક અવસ્થા વખતે હોય છે કે આખી જિંદગી એક જ ચાલે છે ?
દાદાશ્રી : આખી જિંદગી એક જ. પ્રશ્નકર્તા : એક જ હોય છે અને આવતા જન્મ માટે. દાદાશ્રી : તે જુદો. તે પછી આખી જિંદગી એકનો એક જ પાછો.
પ્રશ્નકર્તા ઃ તો એ આપ જ્ઞાન આપો છો ત્યારે એને અસર પહોંચે છે કે કોને અસર પહોંચે છે એની ?
દાદાશ્રી : પુદ્ગલને.
પ્રશ્નકર્તા : એટલે એ જે બીજાને જીવતો કરતું હતુંને, એ ઊડી જાય છે ?
દાદાશ્રી : ઊડી જાય, રોંગ બિલીફ ઊડી જાય એટલે ઊડી જાય. રોંગ બિલીફથી જીવતું થાય. રોંગ બિલીફ ઊડી જાય એટલે જીવતું બંધ થઈ જાય.
પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એવો કે રોંગ બિલીફથી હું જીવતું થાય છે ?
દાદાશ્રી : રોંગ બિલીફથી આ સંસાર ઊભો રહ્યો છે તે ! એટલે એક ‘હું નહીં, કેટલાય “હું'.
પ્રશ્નકર્તા : તો પછી ‘હું'ને અને દર્શનને સંબંધ થયો ને ? દાદાશ્રી : કશોય સંબંધ નહીં.
પ્રશ્નકર્તા : કેમ પેલું મિથ્યા દર્શનથી ‘હું ઊભું રહ્યું છેને ! એવું નથી, તો કેવું છે ? તો હકીકત શું છે, આ ‘હું'ની ?
દાદાશ્રી : રોંગ બિલીફ છે.