________________
૧૭૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૧૨) ‘સામે જાગૃતિ !
૧૭૯
‘હું એની મહીં બેસી જ જાય, એ જ મોક્ષ, એ જે છેલ્લો અવતાર. અને ચરમ શરીર કહેવાય. એ દેહ કાપે તો કપાય નહીં તેવો હોય.
ક્રમિક માર્ગ છે એમાં ઠેઠ છેલ્લા અવતાર સુધી અહંકાર હોય. પણ એ અહંકાર કેવો હોય ? એ અહંકાર શુદ્ધ થતો થતો થતો થતો થતો લોભના પરમાણુ નીકળી જાય, માનના પરમાણુ નીકળી જાય, ક્રોધના પરમાણુ નીકળી જાય, વક્રતાના પરમાણું નીકળે, માયાના, બધા પરમાણુ નીકળતા નીકળતા નીકળતા નીકળતા... જે ‘હું રહ્યું તદન શુદ્ધ, તે અને શુદ્ધાત્મા બે એકાકાર થઈ જાય એની મેળે જ. ઓટોમેટિકલી, એનું નામ આ ક્રમિક માર્ગ.
દરેકનામાં ત્રણ વસ્તુ છે; પ્રકૃતિ, અહંકાર ને શુદ્ધાત્મા. તમને (મહાત્માઓને) અહંકાર નિર્મૂળ થયો. હવે તમને બે વસ્તુ રહી. એક પ્રકૃતિ અને બીજો શુદ્ધાત્મા.
પ્રશ્નકર્તા ઃ હવે આ પ્રકૃતિ એ જેવા ભાવે રંગાયેલી છે એવા ભાવે એ ડિસ્ચાર્જ થશે, તો તે વખતે હું નથી હોતું ?
દાદાશ્રી : એ તો પરિણામ છે ને ! પ્રશ્નકર્તા : તેનું પરિણામ જ રહે છે એકલું ? દાદાશ્રી : હું, પ્રશ્નકર્તા : એટલે એમાં ‘હું'ની જરૂર નથી હોતી ?
દાદાશ્રી : “હું'ની જરૂર નહીં. પરિણામમાં કશી જરૂર નહીં. એટલે ‘હું હોય છે ખરું પણ તેય પરિણામ સ્વરૂપ, ડિસ્ચાર્જ સ્વરૂપ.
પ્રશ્નકર્તા : એટલે પ્રકૃતિની ક્રિયા પૂરી થવા પૂરતું એને ‘હું' હોય છે ?
દાદાશ્રી : હા, બસ એટલું જ.
પ્રશ્નકર્તા : એટલે એની સહી હોય તો પેલી પ્રકૃતિ પૂરી થાય, એવું ?
દાદાશ્રી : ના, જેવું નાટક ભજવ્યું'તું એવું જ નાટક અહીં ભજવવું પડે. પેલું કર્તાભાવે નાટક ભજવેલું, એવું જ અહીં ભોક્તાભાવે ભજવવું પડે. તો જ એ ચોખ્ખો થાય, પ્યૉર. આ ભોક્તાભાવે હોય છે, એનું એ જ નાટક. ભોક્તા એટલે અહંકાર ખરો પણ ડિસ્ચાર્જ હોય અને કર્તા એટલે અહંકાર ખરો પણ તે ચાર્જ ભાવે હોય.
હું” રહ્યું ડિસ્ચાર્જ પરિણામ સ્વરૂપે ! પ્રશ્નકર્તા: આમાં ‘હું જ જ્ઞાતા-દ્રષ્ટા થયો છે ? અત્યારે એને ભાન થયું કે “તો શુદ્ધાત્મા છું, તો એ “હું જ જ્ઞાતા-દ્રષ્ટાપદમાં રહે છે ?
દાદાશ્રી : એ પ્રજ્ઞા. પ્રશ્નકર્તા : તો ‘હું ક્યાં હોય છે, તે વખતે ? દાદાશ્રી : હું તો ડિસ્ચાર્જ કર્મમાં છે. પ્રશ્નકર્તા: ‘હું ડિસ્ચાર્જ કર્મમાં જ રહ્યું ?
દાદાશ્રી : હં. ‘હું'નો વાંધો નથી. ‘હું છું એનું અસ્તિત્વ છે ને, જે અસ્તિત્વ છે એ બોલવામાં વાંધો શું છે ? ‘હું છું એનું બોલે છે કે ‘હું શુદ્ધાત્મા છું'. પેલું તો નાસ્તિત્વને અસ્તિત્વ માને છે. જ્યાં પોતે નથી ત્યાં હું ચંદુલાલ છું' કહેશે. ‘તમે ચંદુલાલ’ શી રીતે ? ત્યારે ‘બાએ નામ પાડેલું' કહે છે. ત્યારે મૂઆ તારી બાએ નામ પાડ્યું તો લખી આપ્યું છે. તારી બાએ વળી બામણને પૂછયું હશે, શું નામ પાડું ? બધું પોલંપોલ દુનિયામાં.
રાગ-દ્વેષ નહીં થવાના આપણે. તને થતાં નથી હવે પછી શું? બહુ ઊંડા ઉતરીએ ત્યારે કોઠી ધોઈને કાદવ નીકળે પછી, જાડું સારું. થોડુંક જાણી લીધું પછી બહુ ઊંડા ઉતર ઉતર નહીં કરવાનું.
પ્રશ્નકર્તા : દાદા, એટલે એ ‘હું આખું પરિણામ સ્વરૂપ છે ને? તો એ કોનું પરિણામ સ્વરૂપ છે ?