________________
૧૭૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૧૨) ‘હું’ સામે જાગૃતિ !
૧૭૭
નિશ્ચય કામનો, વ્યવહાર નિકાલી... પ્રશ્નકર્તા : એ નિર્જીવ અહંકારને શુદ્ધ અહંકાર કહી શકાય ?
દાદાશ્રી : હા, શુદ્ધ અહંકાર કહેવાય. એ બન્નેમાં ફેર એટલો જ છે કે શુદ્ધ અહંકાર એમાં કોઈ પરમાણુ નથી હોતું. ક્રોધ-માન-માયાલોભ, રાગ-દ્વેષ કશું પરમાણુ નહીં. બિલકુલ બધા પરમાણુ કાઢી કાઢી કાઢીને શુદ્ધ કરેલું. બધા પરમાણુ કાઢી લીધેલા. અને કાઢતાં કાઢતાં એ પ્રયોગ જ છે આખો. પરમાણુ કાઢતાં કાઢતાં કાઢતાં કાઢતાં શુદ્ધ અહંકાર રહ્યો, એ આત્મામાં ભેગો થઈ જાય. અને શુદ્ધ રહ્યો એ નિર્જીવ જ છે. જોવા જાય, તો પણ આ નિર્જીવમાં (અક્રમ માર્ગમાં તો) બધા પેલા પરમાણુ તો છે જ.
પ્રશ્નકર્તા : પેલા ક્રોધ-માન-માયા-લોભ એ પરમાણુઓ ને ?
દાદાશ્રી : હા, કારણ કે આપણને તો રસ્તે જતા આ પ્રાપ્ત થયેલું છે ને !
પ્રશ્નકર્તા: તો ‘મારું' બાદ કરતાં સેપરેટ કરવાથી જે “આઈ’ રહે છે, એ અહંકાર ?
દાદાશ્રી : એ ‘આઈ’ રહ્યો “આઈ', એ “આઈ’ ‘મા’ સાથે અહંકાર કહેવાય. ‘માય’ તેમાં ભળી ના જાય તો “આઇ” તો નિર્અહંકાર છે, આત્મા કહેવાય. બિલકુલ ‘મા’નો છાંટો ના રહે એક પરમાણુનો, તો એ આત્મા કહેવાય. નહીં તો ‘મા’ સાથેનો “આઇ” અહંકાર કહેવાય.
પ્રશ્નકર્તા : આપે આપ્તસૂત્રમાં કહ્યું છે કે ક્રમિક માર્ગમાં અહંકારને શુદ્ધ કરતાં કરતાં, ડેવલપ કરતાં કરતાં ત્યાં સુધી લઈ જવાનો છે કે એ પોતે જ ભગવાન સ્વરૂપ થઈ જાય. અહંકાર જ ભગવાન બની જાય.
દાદાશ્રી : શુદ્ધ અહંકાર થાય. એ અહંકારમાં જે વિકૃતિ હતી તે માત્ર કાઢી નાખી. તે શું શું વિકૃતિ ? ત્યારે કહે, જે નબળાઈ ક્રોધ-માનમાયા-લોભ, રાગ-દ્વેષ પરમાણુ માત્ર ખેંચી લીધા. એ શુદ્ધ અહંકાર રહ્યો.
શુદ્ધ અહંકાર થાય એ શુદ્ધાત્મા જેવો થઈ જાય. એટલે પણ છેલ્લો શુદ્ધ અહંકાર થાય ત્યારે. ત્યાં સુધી તો નેવું ટકા શુદ્ધ અને દશ ટકા અશુદ્ધ.
પ્રશ્નકર્તા : દાદા, એ શુદ્ધ અહંકાર ભેગો થઈ જાય, આત્મા ને એ, આપે કહ્યું, તે કોણ કોને ભેગો થઈ જાય ?
દાદાશ્રી : કોઈ કોઈને ભેગા નથી થતા. શુદ્ધ અહંકાર થયો, શુદ્ધ થઈ ગયો એટલે સ્વભાવ, સ્વભાવ થઈ ગયો. સ્વભાવે સ્વભાવ એક થઈ ગયો. અને જ્યાં સુધી અશુદ્ધ ચેતન છે, વિભાવ છે ત્યાં જુદો રહ્યો છે. દસ ટકા અશુદ્ધિ હોય, નાઈન્ટી પરસેન્ટ શુદ્ધ હોય તોય નહીં ચાલે. ત્યાં સુધી (ક્રમિક માર્ગના) જ્ઞાની બોલે, ‘હું જુદો ને તમે શિષ્ય જુદા છો.” ત્યાં સુધી જ્ઞાની અકળાયેય ખરા.
પ્રશ્નકર્તા: હા પણ તમે કહો છો, શુદ્ધ અહંકાર થાય છે પણ તે રિલેટિવમાંથી રિયલ થાય છે. એ તો કાંઈ ફોડ પડ્યો જ નથી.
દાદાશ્રી : ના, પણ શુદ્ધ અહંકાર થાય છે ને સ્વભાવથી જ એકાકાર થઈ જાય છે, શુદ્ધાત્મા ને અહંકાર. કારણ કે “હું” એકલું જ રહે છે. બીજું કશું રહ્યું જ નહીં, એય અજાયબી છે ને !
પ્રશ્નકર્તા : ક્રમિક માર્ગમાં છેલ્લા સ્ટેપમાં ‘હું’ રહે છે ? દાદાશ્રી : ‘હું એકલું જ રહે છે.
પ્રશ્નકર્તા: હવે એ ‘હું’ ઓગળે છે, પોતે કરીને (જાતે) તો ઓગળતું નથી ?
દાદાશ્રી : ના, ‘હું બેસેય ક્યાં આગળ ? શુદ્ધાત્મામાં બેસી જાય.
પ્રશ્નકર્તા : હા, શુદ્ધાત્મામાં બેસે, પણ જ્યારે આ બીજી જગ્યાએ ‘હું બેઠો છે, માટે શુદ્ધાત્મા નથી મળ્યો, એવું એને સમજાવનારો તો જોઈએ ને ?
દાદાશ્રી : આ ‘હું’માં સહેજ પણ પરમાણુ બીજા હોય, ત્યાં સુધી ‘હું બહાર બેસે. અને પરમાણુ ગળી ગયા, ગલન થઈ ગયા, એટલે