________________
૧૭૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૧૨) ‘હું’ સામે જાગૃતિ !
૧૭૫
પ્રશ્નકર્તા : દૃષ્ટિ એ દ્રષ્ટાનું કાર્ય છેને ?
દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : તો દૃષ્ટિ શું છે ?
દાદાશ્રી : દૃષ્ટિ તો અહંકારને છે. આત્માને દૃષ્ટિ ના હોય. આત્માને તો સહજ સ્વભાવે મહીં દેખાયા કરે, મહીં અંદર ઝળકે ! પોતાની અંદર જ બધું ઝળકે !
પ્રશ્નકર્તા : તો પછી આ આત્માને જાણનાર કોણ છે ? આત્મજ્ઞાન થાય છે તે કોને થાય છે ?
દાદાશ્રી : એ અહંકારને દૃષ્ટિ થાય છે. પેલી મિથ્યાષ્ટિ હતી, તેના કરતાં ‘આમાં વધારે સુખ પડ્યું એટલે પછી એ અહંકાર ધીમે ધીમે આમાં ઓગળતો જાય છે. અહંકાર શુદ્ધ થયો કે એ શુદ્ધાત્મા જોડે ઓગળી જાય છે, બસ ! જેમ સાકરની પૂતળી હોય ને તેલમાં નાખીએ તો ઓગળે નહીં, પણ પાણીમાં નાખીએ તો ઓગળી જાય, એવી રીતે છે. એટલે શુદ્ધાત્માની દૃષ્ટિ* થઈ કે બધું ઓગળવા માંડે. ત્યાં સુધી અહંકાર છે.
ભાનમાં ફેરફાર થયો. અહંકાર હોય તો કામમાં જ ના લાગેને ! એ વસ્તુ જ જુદી છે. અહંકારને લેવાદેવા નથી. અહંકાર ઓગળ્યા પછી તો પોતાનું સ્વરૂપ, ‘એ’(ભાન) થાય. આ વચગાળાનું બધું કહેવાય છે.
પ્રશ્નકર્તા : ભૂલો પડેલો અહંકાર એ કયો, સજીવ કે નિર્જીવ ? દાદાશ્રી : સજીવ. પ્રશ્નકર્તા : ભૂલો એટલે અહંકાર કેમનો ભૂલો પડે ?
દાદાશ્રી : જ્યારથી એને ખબર પડે, કોઈ કહે કે આ ખોટો રસ્તો છે. પાછો ફરે ત્યારથી એ નિર્જીવ કહેવાય. પછી નિર્જીવ અહંકારથી “એ” પાછો જાય છે.
પ્રશ્નકર્તા : બરાબર. પણ પાછા જવું એ નિર્જીવ અહંકાર ?
દાદાશ્રી : કોઈક ‘એને' પાછો કાઢે કે “આ રસ્તો ખોટો, અહીં ક્યાં ? આ તો મૂઓ અહીં આમ જઈશ.' ત્યારે કહે છે કે હૈ ? હેંડ્યો પાછો. તો પાછા નિર્જીવ અહંકારથી જવું પડે. તે ઘડીએ સજીવ અહંકાર નહીં. આ બીજા બધા લોકો મળે. ત્યાર પછી કહે, આ કેમ પાછો જાય છે ? આમ જા, તે પછી ત્યાં હૈડે. તે પાછો સજીવ થઈ જાય.
પ્રશ્નકર્તા : અહંકાર સજીવ છે કે નિર્જીવ એનું ડિમાર્કેશન કેવી રીતે ખબર પડે ?
દાદાશ્રી : કઈ બાજુ જઈ રહ્યો છે તે દિશા પરથી ખબર પડે. પ્રશ્નકર્તા : ઊંધે રસ્તે ગયો અને માર ખાય એ બધો સજીવ ?
દાદાશ્રી : સજીવ જ છે. અહંકાર બળ્યો સજીવ જ છે. નિર્જીવ ક્યારે થાય, કે એને કોઈ કહે કે “આ રસ્તો ના હોય. આ ખોટે રસ્તે છું. આ બિલીફ તારી ખોટી છે. તું પાછો જા.' પાછો ફરે તે ઘડીએ નિર્જીવ અહંકારથી ચાલે છે. આમ પહેલો જતો હતો તે સજીવ અહંકારથી અને પાછો ચાલે છે એ નિર્જીવ અહંકારથી, ભલેને સાતમેં માઈલ ચાલશે, પણ નિર્જીવ અહંકારથી.
એ અહંકાર નહિ પણ “હું' ! પ્રશ્નકર્તા : એટલે આ અહંકાર જ બોલે છેને ? જે અવળો ચાલ્યો હતો તે જ હવે... ‘હું શુદ્ધાત્મા છું' એમ બોલે છે ?
દાદાશ્રી : ‘’, ' (જાગૃત આત્મા) બોલે છે, અહંકાર નથી બોલતો. અહંકાર તો જુદો રહે. અહંકાર ના બોલે. ‘હું’, ‘હું પોતાનું સ્વરૂપ જ. હવે (મૂળ) સ્વરૂપ જાતે બોલે નહીં, પણ આ ક્રિયા એના તરફની ફરેલી છે. શુદ્ધાત્મા આપણે બોલીએ છીએ તે શુદ્ધાત્માય પોતે શબ્દ નથી, આ ક્રિયા એ તરફ ફરી છે હવે. ‘તમારી’ શ્રદ્ધા ફરી, બિલીફ ફરી, તેમ તેમ આવરણ તૂટતું જાય. આવરણ તોડનારી વસ્તુ છે આ. પણ ‘હું'નું અસ્તિત્વ, ‘હું શુદ્ધાત્મા છું' એ જ ભાન છે. * (દૃષ્ટિના વધુ રેફરન્સ માટે આપ્તવાણી-૩, ૮ અને ૧૩)