________________
૧૭૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
થયો એટલે આ (આત્મા) ઢાંકેલો પડેલો હતો ?
દાદાશ્રી : હા, પણ એ તો એનો આત્મા લાભ જ ના મળે ને! પ્રશ્નકર્તા : હા, એટલે એનું આ એ અહંકારનું આવરણ હતું એના પર એ, નહીંતર તો એ પ્રકાશમાં છે જ પોતે.
દાદાશ્રી : બસ એવું છે ને, એ કહે છે હું છે તો હિન્દુસ્તાનનો પ્રેસિડન્ટ છું એવું બોલે, એટલે કંઈ શેઠપણું જતું રહ્યું એનું ?
પ્રશ્નકર્તા : ના, ન જતું રહ્યું. તમે કહ્યું ને પેલું, કે ભોગવે છે એ અને મોક્ષેય એને જ જવું છે.
દાદાશ્રી : ત્યારે બીજું કોને જવાનું ? બંધાયેલો છે તેનો મોક્ષ થાય ને!
પ્રશ્નકર્તા : પણ એક રીતે જોઈએ તો એનું અસ્તિત્વ છે જ નહીં. દાદાશ્રી : અસ્તિત્વ છે નહીં. છતાં પણ એનું માનેલું છે ને ! પ્રશ્નકર્તા : એટલે ‘એને' ખબર પડે કે આ મારું અસ્તિત્વ નથી એટલે એનો મોક્ષ થયો.
દાદાશ્રી : આ બધું ઊડી ગયું એનું.
પ્રશ્નકર્તા : જે એ માને છે એ કોણ છે ?
દાદાશ્રી : અહંકાર બીજું કોણ ? બુદ્ધિ સહિત.
પ્રશ્નકર્તા : બુદ્ધિ સહિત ?
દાદાશ્રી : એટલે એ અહંકાર, હંમેશા આખું અંતઃકરણ સહિત જ હોય, એકલો ના હોય.
પ્રશ્નકર્તા : એટલે અંતઃકરણ સહિત જે અહંકાર છે એને જ આત્મા જાણવાની ઈચ્છા છે ને ?
દાદાશ્રી : નહીં. આત્મા જાણવાની કોઈને કંઈ ઈચ્છા નથી.
(૧.૧૨) ‘હું’ સામે જાગૃતિ !
એમને આત્મા જાણવાની ઈચ્છા શું કરવા ? એમને શું જરૂર આત્માની ? પ્રશ્નકર્તા : મોક્ષે જવું છે, એ કહ્યું ને.
દાદાશ્રી : એમને તો આ સુખ જોઈએ છે. અમારું સુખ ક્યાં ખોવાયુ ? ત્યારે કહે, નથી ખોવાઈ ગયું આમાં તારું. આ અહીં આવતા રહો. આ અહંકાર કહે છે ને, હું દુ:ખી દુ:ખી થઈ ગયો.
પ્રશ્નકર્તા : પણ તો પછી અહંકાર તો ત્યાં જવાનો નથી. દાદાશ્રી : ના, જવાનો નથી. એ ઊડી જાય એટલે આવી ગયું, એ બધું. એ માન્યતા, રોંગ બિલીફો હતી, એ ઊડી જાય.
પ્રશ્નકર્તા : આ સુખ-દુ:ખનોય ભમ્ર ઊભો થયો છે.
દાદાશ્રી : આપણે આ ભ્રમ જ છે ખાલી. બીજુ કશું છેય નહીં. ભ્રમ છે પણ પાછું એ રિલેટિવ સત્ય છે. બિલકુલ ભ્રમણામાં ચિંતા ના હોય. આ તો રિલેટિવ સત્ય છે. ઇલ્યુઝનમાં તો બહુ આપણને ગભરામણ ને બધું અવળું દેખાય ને એવું બધું થાય. પણ ચિંતા ના હોય. ચિંતા તો, આ રિલેટિવ સત્ય માન્યું છે, એટલે ચિંતા થાય. પ્રશ્નકર્તા ઃ આ બધું મારું માન્યું છે એટલે...
દાદાશ્રી : કેવું સજ્જડ માન્યું છે !
૧૭૩
દૃષ્ટિ શું ? દૃષ્ટિ કોને ?
આ જ્ઞાન મળ્યા પછી ‘પોતે’ હવે સમ્યક દૃષ્ટિવાળો થયો. પહેલાં ‘પોતે’ મિથ્યાદૃષ્ટિવાળો હતો. આ રોંગ બિલીફો ફ્રેક્ચર કરી નાખે, ત્યારે રાઈટ બિલીફ બેસે. રાઈટ બિલીફ એટલે સમ્યક્ દર્શન. એટલે પછી ‘હું ચંદુભાઈ ન હોય, હું શુદ્ધાત્મા છું', એવી બિલીફ બેસી જાય. બંને અહંકારની જ દૃષ્ટિ છે. પેલી દૃષ્ટિ એ દૃશ્યને જોતી
હતી, ભૌતિક વસ્તુને અને આ દૃષ્ટિ ચેતન વસ્તુને જુએ. ચેતન છે તે દ્રષ્ટા છે અને પેલું બીજું બધું દૃશ્ય છે. ચેતનના દ્રષ્ટા અને શાતા બન્ને ગુણ છે.