________________
૧૭૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૧૨) ‘’ સામે જાગૃતિ !
૧૭૧
છે, અહંકાર જાણે છે, તો અહંકાર તો લઈ લીધો તમે, પછી ક્યાં રહ્યો જાણનારો ?
દાદાશ્રી : ના, એ તે દહાડે જાણ્યું એટલે તો એનું બધું છૂટી ગયું બિચારાનું. એ જાણીને છૂટી ગયો. ‘હુંપણુંય છોડી દીધું ને માલિકીયે છોડી દીધી ને અહંકારેય છૂટી ગયો. બધું ખલાસ થઈ ગયું તે દહાડેથી. જીવતો અહંકાર ખલાસ થઈ ગયો, આ ડિસ્ચાર્જ રહ્યો.
પ્રશ્નકર્તા : તો પછી આ અહંકારને કોણ જાણે છે ?
દાદાશ્રી : આત્મા જાણે છે. જ્યારે અમે આ લાઇન ઑફ ડિમાર્કેશન મારીએ, ત્યારે અહંકાર (એટલે આઈ વીથ ચંદુ), બુદ્ધિ સહિત સમજી જાય કે આ મારું અસ્તિત્વ જ ખોટું છે. અને શુદ્ધાત્માને જાણી જાય કે આ જ છે. મૂળ સ્વભાવ શુદ્ધાત્મા, એટલે એને સોંપી દે. પછી બધું છૂટું થઇ જાય. આમાં ક્યાં સમજવાની ભૂલ થાય ? શુદ્ધાત્માને જાણી જ જાયને, આમ ને આમ ના જાણે. અજ્ઞાની માણસને આત્મા જાણવા માટે આખાં બધાં શાસ્ત્રો મૂક્યાં. આ તો હું જ્ઞાન આપું ત્યારે શુદ્ધાત્માને જાણવાનું થાય, નહીં તો શી રીતે જાણી શકે ? અને એ જાણે તે દહાડે પોતાનું અસ્તિત્વ ખલાસ થાય. જ્યારે અહંકાર છે તે બુદ્ધિ સહિત આત્માને જાણે ત્યારે એનું પોતાનું અસ્તિત્વ ખલાસ થાય. એટલે આ વાક્ય બહાર લઇ જવાનું નહોય. જો જો આ વાતો, આત્મિક વાક્યો બહાર લઇ જઇએને તો બહાર ગોટાળો ઊભો થઇ જશે. તમારું કહેવું ખરું છે કે “અહંકાર આત્મા જાણે છે એવું કહે, પછી લોકો જાણે કે આ લોકો ઊંધા ચાલે છે. બાકી, અહંકાર આત્માને ક્યારેય પણ ન જાણી શકે. ફક્ત જ્ઞાની પુરુષ જ્ઞાન આપે ત્યારે અહંકાર પોતે સમજે છે કે આ મારું સ્વરૂપ ન હોય. ‘આ’ જ છે તે, હું તો વચ્ચે વગર કામનો છું, પોતાનું અસ્તિત્વ જ એ ડિઝૉલ્વ કરી નાખે છે.
પ્રશ્નકર્તા : પછી તે આત્મા અહંકારને જુએ ને ? દાદાશ્રી : આત્મા તો અહંકારને પહેલેથી જોતો'તો. આ સંસારીનેય
આત્મા તો જુએ કે “મારો અહંકાર વધી ગયો, ઘટી ગયો.” ના જાણે ? એને જાણનારો કોણ હશે ? “મારી બુદ્ધિ વધી ગઇ છે, મારી બુદ્ધિ અવળી ચાલે છે, ઊંધી ચાલે છે', બધું જાણનારો કોણ ?
પ્રશ્નકર્તા: અહંકાર આત્માને જાણે છે, એ જરા બરાબર નહીં સમજાયું.
દાદાશ્રી : એ જાણતો જ નથી. આ તો આપણી ભાષામાં વાત છે, વાસ્તવિકતામાં. બહારની ભાષામાં નથી આ. જ્યારે અમે જ્ઞાન આપીએને ત્યારે જ એ અહંકાર છૂટી જાય છે, ત્યાં સુધી એ અહંકાર જતો રહેતો નથી. અમે જ્ઞાન આપીએ ત્યારે, જ્ઞાનમાં “એ' સ્તબ્ધ થઈ જાય છે કે આમાં મારો સ્કોપ ક્યાં આગળ ? મારું માલિકીપણું ક્યાં ને મારો સ્કોપ ક્યાં ? તે વખતે લાઈન ઑફ ડિમાર્કશનમાં સમજી જાય છે એમાં, કે આ જ શુદ્ધાત્મા છે એટલે એ પોતે ‘હુંપણું ત્યાં છોડી દે છે. અહંકાર પોતે છોડી દે છે. આ આત્માને જાણી જાય છે કે આત્મા જ છે. આ જ માલિક છે. એટલે તરત કુંચી સોંપી દે છે. જેમ સાચો પ્રેસિડન્ટ આવે તો આ ઝેલસિંઘને (વચગાળાના પ્રેસિડન્ટને) છોડી દેવું પડે કે ના પડે કે ઝેલસિંઘ પછી બૂમાબૂમ કરે ?
પ્રશ્નકર્તા : પણ જ્ઞાન થાય છે એટલે અહંકાર જાય છે ને ?
દાદાશ્રી : પહેલું જ્ઞાન નથી થતું, પહેલો અહંકાર જાય છે. પછી જ્ઞાન થાય છે. અહંકાર જાય છે શેનાથી ? વિરાટ સ્વરૂપના પ્રતાપથી અહંકાર જાય છે.
પ્રશ્નકર્તા : પેલુ અહંકાર છૂટે એટલે પોતે મૂળ વસ્તુમાં બેસી ગયો, કીધું. તો મૂળ વસ્તુથી જુદો પડ્યો’તો, એવું પણ કહી શકાય ને ?
દાદાશ્રી : ના. એવું જુદું પડ્યો'તો એવું કશું નહીં. જુદો પડ્યો’તો ને બંધ થયો તો એવું નહીં. આ બધી રોંગ બિલીફો હતી, તે ઊડી ગઈ.
પ્રશ્નકર્તા : પણ એમ ના કહેવાય દાદાજી કે આ અહંકાર ઊભો