________________
૧૬૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
પ્રશ્નકર્તા : એ પોતે પણ વિશેષભાવ છે ?
દાદાશ્રી : હં. પોતે વિશેષભાવ જ છે. (ફર્સ્ટ લેવલનો મૂળ વિશેષભાવ)
પ્રશ્નકર્તા : અને એ પાછો વિશેષભાવો કરે છે ? દાદાશ્રી : વિશેષભાવ કર્યા કરે. (સેકન્ડ લેવલનો વિશેષભાવ) પ્રશ્નકર્તા : એનાથી પ્રકૃતિ ?
દાદાશ્રી : એનાથી પ્રકૃતિ ઊભી થઇ. એ પ્રકૃતિ પ્રાણવાન થઇ પાછી. છે નિશ્ચેતન ચેતન, ખરેખર ચેતન નથી, પણ ચેતન જેવી દેખાય છે.
પ્રશ્નકર્તા ઃ અહંકારી પ્રકૃતિ અને વિકારી પ્રકૃતિ આમ પેરેલલ દેખાય એક જાતનું, એટલે આમાં કંઈક કર્તાપણાની માન્યતા છે અને આમાં કંઈક સુખની માન્યતા છે. તો એવું કંઈક આમ કનેક્શન ખરું કે નહીં ?
દાદાશ્રી : અહંકાર એટલે તો આ કરે છે બીજો કોઈ અને કહે છે હું કરું છું. ઈટ હેપન્સ છે, તેય ‘કરું છું” એમ આ માને છે બસ, એટલું જ, એ જ અહંકાર ! અને વિકાર તો એના સંજોગો બાઝે છે, ત્યારે “એ” વિકારી થઈ જાય. આમ સવળાં સંજોગો બાઝે છે, ત્યારે ‘તે” નિર્વિકારી થઈ જાય. એટલે ‘એને કંઈ વિકારી કે ના વિકારીનું નથી.
પ્રશ્નકર્તા : એટલે આ વિકારી એ પોતે જ થાય છે અથવા નિર્વિકારી પણ એ જ થાય છે ?
દાદાશ્રી : એ પોતે કહેય ખરો, ‘મારો સ્વભાવ વિકારી છે અને નિર્વિકારીય થઈ જાય, આમ સંજોગો બાઝે તો.
અહંકાર ના હોય તો કશું થાય જ નહીં. આ વિકાર જ ના થાય અને એ પાછો નિર્વિકારેય ના થાય. અહંકાર છે તો થાય છે.
પ્રશ્નકર્તા : મૂળ આત્મા તો નિર્વિકારી જ છે ?
(૧.૧૨) “’ સામે જાગૃતિ !
૧૬૯ દાદાશ્રી : ત્યાં તો વિકાર હોય જ નહીં. ‘અનાસક્ત’ છે. ‘અકામી’, ‘અનાસક્ત', નિર્વિકારી જ છે એ વળી ! ‘હું શુદ્ધાત્મા છું'
ત્યાં શુદ્ધ થઈ ગયો અને હું છું વિકારી’ તો વિકારી થઈ ગયો. ‘હું નિર્વિકારી છું તો નિર્વિકારી ! ‘હું બ્રહ્મચારી’ તો તે બ્રહ્મચારી થઈ ગયો.
પ્રશ્નકર્તા : ચિંતવન કરે તેવું થઈ જાય. દાદાશ્રી : હા, જેવો ચિંતવે એવો થઈ જાય !
ત્યારે અહંકાર સોંપે ગાદી મૂળને... પ્રશ્નકર્તા : ‘હું શુદ્ધાત્મા છું' એવું કોણ જાણે છે ?
દાદાશ્રી : એ તો અહંકાર જાણે છે. એ અહંકાર એટલે ‘હું” જાણે છે. ‘હું ચંદુભાઈ છું' એ ચંદુભાઈ (‘હું' ચંદુભાઈની સીટ ઉપર બેઠો છે તે અહંકાર)નું જ્ઞાન બદલાયું ને ‘હું શુદ્ધાત્મા છું' થયું. અને અહંકાર બુદ્ધિ સહિત જ હોય એ તો. બાકી આમ તો અહંકારને જરાય જ્ઞાન નથી. બુદ્ધિ એકલી જાણી શકે નહીં આત્માને. અહંકાર સહિત બુદ્ધિ હોય તો જ જાણી શકે.
પ્રશ્નકર્તા : આત્માની ઓળખ અહંકારને થાય છે, એનો અર્થ એવો થયો ?
દાદાશ્રી : બીજા કોને થાય ? બીજી કોઈ વસ્તુ નથી આમાં.
પ્રશ્નકર્તા : દાદા જ્ઞાન આપે છે તે ઘડીએ તો અહંકાર લઈ લે છે, પછી જાણનારો કોણ રહ્યો ?
દાદાશ્રી : શું કામ છે હવે પેલા અહંકારનું ? જેટલો જરૂરિયાત પૂરતો અહંકાર છે, ડિસ્ચાર્જ અહંકાર, તે ડિસ્ચાર્જ એનું કામ કર્યા કરશે. હવે રહ્યું જ ક્યાં આગળ ? અહંકાર સિવાય તો સંસારનું કોઈ કાર્ય જ ના થાય. પણ તે તમારે ડિસ્ચાર્જ અહંકાર છે એ, પણ પેલો ચાર્જ અહંકાર બંધ થઈ ગયો.
પ્રશ્નકર્તા : એ તો આપે પેલું કહ્યું ને કે આત્માને કોણ જાણે