________________
૧૬૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૧૨) ‘હું’ સામે જાગૃતિ !
૧૬૩
પ્રશ્નકર્તા : દરેકને ખબર પડે. વાત નીકળી’તી ને, ‘હું સૂઈ ગયો છે, ‘હું જુએ છે, ‘હું સાંભળે છે, તો ‘હું' એ આત્મા છે ? પ્રકૃતિ છે ? શું છે ?
દાદાશ્રી : એ તો અહંકાર છે. (હું કરું છું એટલે અહંકાર) પ્રશ્નકર્તા : હા, પણ એ આત્મવિભાગમાં સમાય ? દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : તો પ્રકૃતિમાં ? દાદાશ્રી : હૈ... પ્રશ્નકર્તા : કર્તાપણું એનું નથી ? ખરેખર કર્તા નથી એ ?
દાદાશ્રી : ખરેખર કર્તા નથી, એ તો માની બેઠો છે કે “આ હું કરું છું.” જેમ સ્ટેશન પર ગાડી ચાલે છે ને, તો એ જાણે કે “હું ચાલ્યો'. એવું માની બેસે છે. ગાડી આમ જાય ને ત્યારે પોતે આમ ખસતો હોય એવું દેખાય. એટલે આપણે ના સમજીએ કે આને ફેર ચઢ્યા છે. એવું એ માને છે.
પ્રશ્નકર્તા : એટલે દરેક ક્રિયામાં એ પોતે માટે જ છે. એટલે જોનાર જુદો છે ને પોતે માને છે, ‘હું જોઉં .’
દાદાશ્રી : જોનાર તો એ છે જ નહીં. પ્રશ્નકર્તા : એ પોતે નથી ? દાદાશ્રી : એ બિલકુલ આંધળો જ છે.
પ્રશ્નકર્તા : હમણાં કહ્યું કે, પેલો ‘હું જ, એ ‘' જ જુએ છે, ‘હું સાંભળે છે.
દાદાશ્રી : ના, એ તો મહીં પ્રકૃતિ જાણે છે કે પ્રકૃતિમાં જાણવાપણાની છે તે આત્માની મહીં શક્તિ ઉતરી છે, પાવર ઉતર્યો છે. કોઈ પણ વસ્તુમાં પાવર ભરવાથી, પોતાનો પાવર ન ખૂટતો હોય
અને પેલી વસ્તુ પાવરવાળી થતી હોય.
પ્રશ્નકર્તા : એટલે આત્માનો પાવર પ્રકૃતિમાં ઉતર્યો છે ? એના આધારે એ બધું આ જ્ઞાન સમજી શકે છે ? એના આધારે આ જાણવાનું-સાંભળવાનું થયું ?
દાદાશ્રી : બુદ્ધિ એના આધારે જાણે છે આ બધું. પાછો અહંકાર કહે, ‘હું જાણું છું, કરું છું એય હું.’ બેમાંથી એક બોલને તો કંઇ રાગે પડે.
પ્રશ્નકર્તા : એટલે એ જરા ના સમજાયું. આત્માનો પાવર પ્રકૃતિમાં ઉતર્યો ?
દાદાશ્રી : ‘હું કરું છું’ એમ બોલે ને, તે ઘડીએ ‘હું ખરેખર ઇગોઇઝમ નથી. એ છે આત્માનું વિશેષ પરિણામ, પણ ‘પોતે' આત્મા જ છે, પણ હવે ‘એ' છે તો ‘આ હું છું' એમ માને છે. વચ્ચે ઊભી થઇ એક વસ્તુ, આત્માની બહાર, વિશેષભાવ એને કહેવાય.
પ્રશ્નકર્તા : આ ‘હું' એ આખો વિશેષભાવ છે ?
દાદાશ્રી : વિશેષભાવ થયો. પોતાનો સ્વભાવભાવ નહીં, પણ વિશેષભાવ થયો.
પ્રશ્નકર્તા : તો હવે એ પ્રકૃતિમાં પાવર ઉતારવાનું કેવી રીતે બને છે ?
દાદાશ્રી : ‘હું કરું છું’ એટલે પ્રકૃતિમાં પાવર ઊતર્યો. ‘હું જાણું છું’ એ પાવર ઊતર્યો. અહંકાર જે જે બોલે છે ને, તેનાથી પ્રકૃતિમાં પાવર ઊતર્યા કરે છે.
પ્રશ્નકર્તા : એટલે એ ‘હું' ભાવ કરી શકે છે ? દાદાશ્રી : ભાવ જ કરે છે ને ! વિશેષભાવ કરે છે.